Long Term Grain Storage: મિત્રો ઘઉંની સિઝનમાં ઘણા બધા લોકો મોટા પ્રમાણમાં ઘઉં ખરીદી અને તેને તમારા ઘરે પિપડાઓમાં અથવા થેલાઓમાં સ્ટોર કરીને રાખતા હોય છે. તેમજ તેને આખા વર્ષ દરમિયાન ખાવા માટે વાપરે છે. ત્યારે ઘણીવાર એવું બને છે કે તમારા આ ઘઉંમાં ધનેરા અને કીડા પડે છે. જેના લીધે ઘણો બધા ઘઉં ખરાબ થઈ જાય છે. તો આજે આપણે આ લેખના માધ્યમથી તમારા માટે એક નુકસાની વાત કરવાના છીએ જેમાં તમારા ઘઉં એક વર્ષ નહીં પણ બે થી ત્રણ વર્ષ સુધી સુરક્ષિત રાખી શકશો અને તેમાં કિડા પણ પડશે નહીં.
મિત્રો ઘણા બધા લોકો પોતાના ઘઉંના સ્ટોર કરતા પહેલા કેમિકલ અથવા ગોળીઓનો ઉપયોગ કરતા હોય છે. તેના લીધે ઘઉંમાંથી વિવિધ પ્રકારની સ્મેલ આવતી હોય છે. જ્યારે પણ ઘઉં દળવા માટે જરૂર પડે ત્યારે ધોઈ નાખે અને ત્યારબાદ તેનું સૂકવીને ઉપયોગમાં લે છે. જેથી કરીને કોઈપણ પ્રકારના કેમીકલ રહેતી નથી. પરંતુ આ કેમિકલથી છાટેલા ઘઉંમાં હજું પણ સ્મેલ આવતી હોય છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાન કારક નિવડી શકે છે.
તો આજે આપણે જૂની પેઢી પ્રમાણે તેઓ કેવી રીતે તેઓ ઘઉંને સાચવતા. તેનો એક નુક્સો તમારી સાથે શેર કરીશું. જેની મદદથી તમે પણ હવે તમારા ઘઉં આવી રીતે સ્ટોર કરીને કેમિકલ ઉક્ત ઘઉંને આહાર માટે લઈ શકો છો.
Long Term Grain Storage: મફતમાં મળતી આ એક વસ્તું ઘઉંમાં નાખી દો, ક્યારે ધનેડા કે જિવાત નહીં પડે
મિત્રો શિયાળો પૂરો થતા ની સાથે જ ઘઉંના પાકને વાઢી લેવામાં આવે છે ત્યારે મોટાભાગના લોકો આ ઘઉંનું નિચા ભાવે ખરીદી અને પોતાના ઘરે કે સ્ટોરેજ પર સ્ટોરે કરી લે છે. પરંતુ તેઓને આ ઘઉં ને સુરક્ષિત રાખવા માટે વિવિધ પ્રકારના કેમિકલ છાટવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનીકારક છે
મિત્રો જ્યારે ઘઉંના સ્ટોર કરીને રાખો છો તો ઘઉંમાં ધનેરા અને કિડા પડવાનો ડર સૌથી વધુ રહે છે. જેથી લોકો કેમિકલ થી સ્ટોર કરેલા ઘઉં પાણીથી ધોઈ અને તડકામા તૂટીને ખાવા માટે વાપરી છે તો પણ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેમ જ કેમીકલ છાંટેલ ઘઉંની પરત પર છાલ પણ નિકળવા માંડે છે અને તેની સુગંધ પણ અલગ આવશે.
તો મિત્રો આજે અમે જે જૂના નુકસાની વાત કરવા જઈ રહ્યા છે તેના માટે તમારે તમારા ઘરે જો ઈટ ભઠ્ઠા અથવા જુના ચૂલો પધ્ધતીથી રોટ્લા બનાવતા હોવ તો તે ચૂલામાંથી તમારે તેને રાખને સ્ટોર કરવાની રહેશે અથવા જે માટિના વાસણો પકવતા હોય ત્યાથી પણ તમે આ રાખ મેળવી શકો છો.
મિત્રો આ ભઠ્ઠામાંથી મેળવેલી રાખ જો તમે ઘઉંમાં મિલાવીને તે કવર કરીને સ્ટોર કરશો, તો તમારા ઘઉં વર્ષો સુધી સુરક્ષિત રહેશે અને તેમાં કોઈ પણ પ્રકારના કિડા પડતા નથી. વધુમાં તમે જ્યારે પણ તમે રાખ સ્ટોર કરો છો, ત્યારે ધ્યાન રાખવું કે તેને ચાળી દેવી જરૂરી છે કેમ કે તેમાં રહેલા કાંંકર અને પથ્થર વગેરેને બહાર નીકળીને માત્ર રાખને અનાજમાં મિલાવી દેવાની રહેશે. ત્યારબાદ અનાજને એવી જગ્યાએ સ્ટોર કરો કે જ્યાં વરસાદમાં ભેજ ના લાગે અને હવા પણ ના લાગે જેનાથી તમારા ઘઉં વર્ષો સુધી સુરક્ષિત રહી શકશે.
Read More:- Kesar Mango Price: સૌરાષ્ટ્રના પોરબંદર અને ગોડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવક વધી, જાણો આજના કેરીના ભાવ
તો મિત્રો તમે હવે આ જૂની પદ્ધતિ અપનાવીને કેમિકલ મુક્ત ઘઉંને તમારા આહાર માટે ઉપયોગ કરી શકો છો. જેથી કરીને તમારે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક બને છે અને આ જુની અમલવારી અત્યારે પણ ઘણા બધા રાજ્યના ગામડાના લોકો કરતા હોય છે કેમકે તેનાથી વર્ષો સુધી તે ઘઉં ખરાબ થતા નથી.