Post Office TD Scheme: પોસ્ટ ઓફિસની આ સ્કિમમાં મળશે 4.5 લાખનું વ્યાજ, જાણો કેવી રીતે?

Post Office TD Scheme: જો તમે નોકરી અથવા ધંધો કરી રહ્યા છો અને તમે તમારા પૈસા સારી સ્કીમમાં રોકાણ કરીને સારૂં એવું વળતર મેળવવા માગતા હોવ તો પોસ્ટ ઓફિસની ઘણી બધી ઉત્તમ યોજનાઓ તમારા માટે ખૂબ જ ફાયદાકારક નિવડી શકે છે. કેમકે પોસ્ટ ઓફિસે ભારત સરકારની સૌથી મોટી સંસ્થાઓમાંની એક સંસ્થા છે. તો આજે આપણે અહીં એક પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં તમે રોકાણ કરીને સારું એવું વળતર મેળવી શકો છો.

Post Office TD Scheme

મિત્રો આજે અમે પોસ્ટ ઓફિસની જે સ્કીમની વાત કરવા જઈ રહ્યા છે તેનું નામ છે ટાઈમ ડિપોઝિટ સ્કીમ જેમાં તમારે પાંચ વર્ષ માટે રોકાણ કરવું પડશે અને પાંચ વર્ષના રોકાણ પર તમને મોટું વ્યાજ મળશે. જેથી તમે સારું એવું વળતર મેળવી શકશો તો આવો જાણીએ આ સ્કીમ વિશે સંપૂર્ણ માહિતી

પોસ્ટ ઓફિસ દ્વારા રોકાણ માટે વિવિધ ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં તમે તમારા સમય મર્યાદા મુજબ કોઈપણ સ્કીમની પસંદગી કરીને તેમાં રોકાણ કરી શકો છો અને આજે અમે જે પોસ્ટ ઓફિસ ને સ્કીમ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેમાં કોઈપણ નાગરિક પાંચ વર્ષ માટે રોકાણ કરીને 7.5 ટકા સુધીનું વ્યાજ મેળવી શકે છે અને આ વ્યાજ પર કોઈ પણ પ્રકારનો ટેક્સ વગેરે ભરવાનું રહેતું નથી જેથી કરીને રોકાણ કારોને ડબલ ફાયદો થાય છે.

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં તમારે એક જ વાર પૈસા જમા કરાવવાના રહેશે. ત્યારબાદ તમને દર વર્ષે તમારો વ્યાજ દરો બદલતું રહેશે અને તમારા પૈસા પણ સુરક્ષિત રહેશે જેથી તમે ભવિષ્યમાં સરળતાથી મોટું એવું વળતર મેળવી શકો છો.

જાણો તમને કયા સમયગાળા પર કેટલું વ્યાજ મળશે

પોસ્ટ ઓફિસ નો ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં જો તમે એક વર્ષના સમયગાળા માટે રોકાણ કરશો તો તમને 6.9% ના દરે વ્યાજ મળે છે. પરંતુ જો તમે પાંચ વર્ષ માટે રોકાણ કરો છો તો તમને પોસ્ટ ઓફિસ દ્વારા 7.5 ટકાનો વ્યાજ દર આપવામાં આવે છે. જે તમારી રોકાણની રકમ અને સારો એવો વળતર અપાવી શકે છે.

પોસ્ટ ઓફિસની આ ખાસ સ્કીમમાં તમે સિંગલ અથવા સંયુક્ત ખાતુ પણ ખોલાવી શકો છો અને આ સ્કીમમાં ઓછામાં ઓછા 100 રૂપિયા રોકાણથી તમે શરૂઆત કરી શકો છો. તો જો તમે આ સ્કીમમાં 10 લાખની ફિકસ રકમ સાથે રોકાણ કરો છો. તો તમને પાંચ વર્ષ પછી 4,49,498  રૂપિયાનું વ્યાજ મળશે. જે તમારી રોકાણના અડધા કહી શકાય એટલે કે તમે મેચ્યોરિટી સમયે કુલ ૧૫ લાખથી થોડી ઓછી રકમ વળતર તરીકે મેળવી શકશો. આ વળતર પર તમને કલમ 80c  મુજબ કોઈપણ પ્રકારનો ટેક્સ ભરવાનો રહેશે નહી.

તો મિત્રો જો તમે એક સાથે મોટી રકમનું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો તમારે માટે પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝીટ સ્કીમ સૌથી ઉત્તમ રોકાણ માટેની યોજના ગણી શકાય છે અને જો તમે મંથલી હપ્તા ભરીને પણ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે પોસ્ટ ઓફિસની અન્ય કેટલીક સ્કીમો પણ તમને સારું એવું વળતર અપાવી શકે છે જેથી કરીને તમારે તેના પર થોડા માહિતગાર થવું જરૂરી છે.

Read More:- Strange Trees In World: આ ઝાડ 400 વર્ષથી વગર પાણી રણમાં લીલું છમ, જાણો દુનિયાના અજીબ ગરીબ ઝાડ

Leave a Comment