Gujarat Weather Monsoon: મિત્રો ગુજરાતમાં 11 જુનાના રોજ ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતી થઈ હતું પરંતુ ત્યારબાદ ચોમાસું ધીરે ધીરે થંડુ પડી ગયું હતું અને લોકો પણ અત્યારે ચોમાસાની રાહ જોઈને બેઠા છે ત્યારે અમે તમને જણાવી દઈએ કે આવનારા દિવસોમાં ફરીથી ચોમાસુ સક્રિય થવાનું છે. તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં સાયક્લોન સિસ્ટમ સક્રિય થશે જેની અસર કયા જિલ્લાઓમાં જોવા મળી શકે તેને સંપૂર્ણ માહિતી આજે આપણે આ લેખના માધ્યમથી મેળવીશું.
Gujarat Weather Monsoon: ગુજરાતમાં નબળું પડેલું ચોમાસું ખૂંખાર બનશે
મિત્રો તાજેતરમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ ની એન્ટ્રી થશે અને આ સાથે તાપમાનમાં પણ થોડો ઘટાડો જોવા મળી શકે છે. કેમકે અત્યારે ગરમીના લીધે સમગ્ર રાજ્યનું વાદળછાયું વાતાવરણ પર રહે છે. જેથી કરીને બફારાનો સમસ્યાથી લોકો ત્રાહીમામ થઈ ગયા છે. જ્યારે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગની નવી આગાહી મુજબ હવે શનિવારના રોજ એટલે કે તારીખ 21 જૂન પછી રાજ્યમાં ઘણા મોટાભાગના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે. તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજથી વાદળછાયુ વાતાવરણ રહેશે જેના લીધે આગામી દિવસોમાં વરસાદી ઝાપટાઓ પડવાની સંભાવના રહેલી છે.
વધુમાં હવામાન વિભાગના નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવેલ છે કે રવિવારથી લઈને મંગળવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામશે. તેમજ મધ્ય ગુજરાતના અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ અને મહેસાણા જેવા જિલ્લાઓમાં પણ છુટો છવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવેલી છે. જ્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ પર સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવેલ છે.
અત્યારે વાતાવરણમાં થોડો પલટો આવ્યો છે કેમ કે તાપમાનમાં 40 ડિગ્રીથી નીચે જવાથી લોકોને મોટી રાહત મળી છે પરંતુ તેના લીધે હવે બફારા જેવું વાતાવરણ દિવસ દરમિયાન રહેતું હોય છે. જેથી કરીને લોકોને વરસાદી માહોલની રાહ જોઈ રહ્યા છે તો તમને જણાવી દઈએ કે આ વર્ષે ચોમાસુ થોડું દૂર જતા આગામી દિવસોમાં વરસાદી માહોલ જામી શકે છે.
એક સાથે દેશમાં 6 સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયા
હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં કરાયેલી આગાહીમાં ભારત દેશમાં કુલ છ સાયક્લોન સિસ્ટમ સર્જાશે જેના લીધે પવનોની ગતિ પણ વધશે અને ભેજવાળા પવનોનું પ્રમાણ વધ્યું છે. તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં આજથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના લીધે આગામી પાંચ થી છ દિવસમાં ઉત્તર ગુજરાતમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રીય થઈ શકે છે અને જેના લીધે ચોમાસાની વેગ મળવાના પણ સંકેત આપવામાં આવી રહ્યા છે.
હવામાન વિભાગના નિષ્ણાંત દ્વારા પણ આગાહી કરવામાં આવેલી છે કે આગામી પાંચ થી છ દિવસમાં અરબ સાગરમાં સાયકલોન સિસ્ટમ સક્રિય થશે જેના લીધે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી, હિમતનગર, પાટણ, મહીસાગર જવા જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદ પડવાની સંભાવના વ્યકત કરાઈ છે.
તો આવનારા દિવસોમાં શું હજુ પણ ખેડૂતોને તેમજ સામાન્ય નાગરિકોને વરસાદની રાહ જોવી પડશે કેમકે આ વર્ષે ચોમાસુ થોડું ધીમું પડી ગયું છે. જેના લીધે ખેડૂતોનો પણ પોતાની વાવણીની પ્રક્રિયાને થોડા દિવસ ઠેલવી પડે છે અને સામાન્ય નાગરિકોને પણ ગરમીના લીધે વરસાદી માહોલને રાહ જોઈને બેઠા છે. તો મિત્રો હજુ પણ પાંચ થી છ દિવસ સુધી તમારે ચોમાસુ બેસવાની રાહ જોવી પડી શકે છે.
Read More:- Free Ration Update: હવે આ રાશનકાર્ડ ધારકોને 10 કિલોની બેગ પોતાના ઘરે બેઠા મળશે, સરકાર કરશે હોમ ડિલિવરી