How to get Fire NOC : ફાયર એનઓસી મેળવવાની પ્રોસેશ અને ફાયર સેફ્ટી ઈન્સ્ટોલેશન કેવી રીતે કરવું જાણો અહીથી.મિત્રો થોડા દિવસો અગાઉ આપણા ગુજરાતના રાજકોટના ગેમિંગ ઝોનમાં આગ લાગવાથી કેટલાંય માસૂમ બાળકો સહિત અનેક લોકોએ તેમના જીવ ગુમાવ્યા હતા. આગની આ ઘટનાથી અનેક હસતા ખેલતા પરિવાર પર આભ ફાટી પડ્યું અને સમગ્ર ગુજરાત અને દેશના લોકોને દુખદ આંચકો લાગ્યો. દરેક વ્યક્તિ ઇચ્છે છે હવે ક્યારેય આવી ઘટના ના બને. આગકાંડની આવી ઘટનામાં ઘણા બધા લોકોને પોતાના જીવ ગુમાવવા પડે છે. જેના માટે જવાબદાર તંત્ર પણ ઊંધતું દેખાઈ રહ્યું હતું. તેવું સાબિત થયું છે પરંતુ આ ઘટના બાદ હવે તંત્ર પણ જાગી ગયું છે. જો આપના ધંધાના સ્થળે નિયમોનુસાર ફાયર NOC અને બીયું નથી તો આપે તરતજ કાર્યવાહી કરવી જોઈએ તે અતિ જરૂરી છે.
અને ફાયર સેફ્ટી માટે આપે હજુ સુધી કાર્યવાહી કરી નથી તો આપે તાત્કાલિત આ કામ વહેલી તકે શરૂ કરી દેવું જોઈએ અને આપની નજીકની ફાયર વિભાગની કચેરીનો સંપર્ક કરવો જોઈએ. ફરીથી આવી ઘટનાઓ ટાળવા સરકાર અને આપણા સૌએ સાવચેતી અને ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવું જોઈએ. હવે શાળાઓ, મોટી હોસ્પિટલ, અને રેસ્ટોરન્ટ ,શોપીંગ મોલ જેવી જગ્યાઓ ઉપર તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. અને તેમની પાસે ફાયર એનઓસી ના હોવાને કારણે આવી તમામ જગ્યાઓને સીલ મારવામાં આવી રહયા છે. ત્યારે તમામ નાગરિકોએ પોતાનો ધંધો ચાલુ કરતાં પહેલાં જાણી લેવું જોઈએ કે ફાયર એન.ઓ .સી. માટેની મંજૂરી માટેની પ્રોસેસ કેવી રીતે કરવી અને એનઓસી કેવી રીતે મેળવવું. તેના માટે આજે આપણે આલેખ લઈને આવ્યા છીએ. જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક થઈ શકે છે.
ફાયર NOC ની મેળવવાની પ્રોસેસ કેવી રીતે કરશો?
મિત્રો ફાયર NOC મેળવવા માટે નાગરિકોએ સૌપ્રથમ જ્યારે તેઓ પોતાના બિલ્ડીંગ અથવા હોસ્પિટલનું બાંધકામ કરે છે. ત્યારે તેઓ બાંધકામના સ્ટ્રક્ચર ની જરૂરિયાત મુજબ ફાયર સેફ્ટીના સાધનો બિલ્ડીંગમાં ઇન્સ્ટોલ કરવા જરૂરી છે. તેમ જ આ કામ કર્યા બાદ યોગ્ય નિયમો મુજબ સાધનો યોગ્ય જગ્યાએ એનો યોગ્ય અંતરે લગાડવાના જરૂરી રહેશે. અને ત્યારબાદ તમારે ફાયર વિભાગ અને એનઓસી માટે અરજી કરવાની રહેશે. ફાયર વિભાગ દ્વારા પણ તેમના સંબંધિત અધિકારી દ્વારા સ્થળ વિઝિટ દ્વારા તમારા બિલ્ડીંગની મુલાકાત લેવામાં આવશે. જેમાં ની જો તમે ફાયર સેફટી ના નિયમો મુજબ યોગ્ય જગ્યાએ સાધનો લગાવે છે. અને યોગ્ય પ્રમાણમાં તમામ ફાયર સેફ્ટીના ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો ઇન્સ્ટોલ કર્યા છે, તો તેમના પંચ જવાબ આધારિત સંબંધિત અધિકારી દ્વારા તમને એનઓસી આપવામાં આવશે.
ફાયર સેફ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ ઈન્સ્ટોલેશન સમય મર્યાદા :
તાજેતરમાં ફાયર વિભાગ દ્વારા તમામ હોસ્પિટલો, શાળાઓ, થિયેટર,શોપીંગ મોલ,ગેમ ઝોન અને શૈક્ષણિક કોલેજોમાં ફાયર સેફ્ટી માટે જરૂરી સાધનો ઇન્સ્ટોલ કરેલા છે કે નહીં તે માટે તપાસની કામગીરી વાત કરવામાં આવી છે. અને જો કોઈ પણ શૈક્ષણિક સ્કૂલ અથવા હોસ્પિટલ નું એનઓસી ધરાવતા હોય પરંતુ જરૂરી સાધનો હજુ સુધી ઇન્સ્ટોલ કરેલા નથી તો તેમને 60 દિવસની અંદર આ તમામ સાધનો ઇન્સ્ટોલ કરવા માટે સૂચના આપવામાં આવેલ છે. કેમકે શૈક્ષણિક અને આરોગ્યને લગતી એકમોમાં જરૂરિયાતોને ધ્યાન રાખીને આ નિર્ણય લેવામાં આવ્યું છે.
ઉપરોક્ત શાળાઓ અને હોસ્પિટલના નિર્ણય બાદ હવે શહેરી વિસ્તારમાં આવેલી હોટલો અને પાર્ટી પ્લોટના એસોસિયન દ્વારા પણ મહાનગરપાલિકાઓમાં સંબંધિત ફાયર સેફટીની ઓફિસ છે. ત્યાં રજૂઆત કરવામાં આવી છે કે અમને પણ થોડો સમય આપો જેથી કરીને અમે ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરી શકીએ. અને જો અમારા હોટેલ અને પાર્ટી પ્લોટોને સીલ મારવામાં આવે તો ઘણા બધા લોકોની રોજગારી અટકી શકે છે. જેથી કરીને જરૂરી આપેલ માર્ગદર્શન મુજબ અમે સમય મર્યાદામાં તમામ હોટલ અને પાર્ટી પ્લોટમાં ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરી દેવામાં આવશે.
મિત્રો,જ્યારે મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં કેટલાક એકમોમાં તેમની ઓફિસો અને હોટલ વગેરેને સીલ કરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ તેઓના એસોસીએશન દ્વારા કરવામાં આવેલ મુદત વધારાની માગણીને લઈને હાલ ચર્ચા વિચારણા શરૂ થઈ ગઈ છે. જેથી કરીને તમામ લોકોએ પોતાની ઓફિસ અથવા હોટલમાં આવનારા દિવસોમાં ફાયર સેફ્ટી માટેના સાધનો વસાવી લેવા જોઈએ. તેમજ તેના માટે સંબંધિત કચેરી ખાતે ફાયર એનઓસી માટેની ઓનલાઈન અરજી પણ કરી દેવી જરૂરી છે.
Read More : Gujarat Weather Monsoon: ગુજરાતમાં નબળું પડેલું ચોમાસું ખૂંખાર બનશે, જાણો હવામાન વિભાગની આગાહી