મિત્રો અત્યારના ડિજિટલ યુગમાં UPI ટ્રાન્ઝેક્શન ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયું છે . તેમજ અત્યારે ગમે તે વ્યક્તિ ગમે ત્યાં ખરીદી માટે જાય અથવા હોટલમાં ખાવા જાય ત્યારે તેઓ યુપીઆઈથી પેમેન્ટ કરવાનું પસંદ કરી રહ્યા છે અને તમે જાણો છો કે યુવાનોના ખિસ્સામાં હવે પાકીટ દેખાતી નથી કેમકે ઘણા બધા લોકોએ રોકડ રાખવાનું બંધ કરી દીધું છે અને તેઓ ઓનલાઇન ટ્રાન્જેક્શન નો ઉપયોગ કરવાનું પ્રથમ પસંદ કરી રહ્યા છે. ત્યારે ભારતમાં પણ કેટલીક એવી બેન્કો છે. જે તમને ઓનલાઇન ટ્રાન્જેક્શન પર કેશબેકની સુવિધા આપી રહી છે. જેમાં તમે લાભ મેળવીને સારું એવું કેશબેક મેળવી શકો છો.
જો તમે પણ હવે કેશબેકનું લાભ મેળવવા માગતા હોવ, તો તમારે કેટલી અગત્યની ટીપ જાણવી જરૂરી છે. કેમ કે જો તમે આ બાબતોને નહીં સમજો તો તમને જરૂરી કેશબેક ના પણ મળી શકે એટલા માટે તમારે આ કેસબેક મેળવા સારું તમારું પોતાનું બચત ખાતું હોવું જરૂરી છે અને આ પણ DCB Bank માં હોવું જરૂરી છે. કેમકે ડીસીબી બેંક દ્વારા જ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર કેશબેક આપવામાં આવી રહી છે.
Read More:- Net House Subsidy Scheme: ખેડુત ભાઈઓને નેટ હાઉસ પર મળશે 75% સબસીડી, જાણો યોજનાના અન્ય ફાયદા
DCB બેંક દ્વારા UPI ટ્રાન્ઝેક્શન પર 7500 રૂપિયાનું કેશબેક કેવી રીતે મળશે?
જો તમે ડીસીબી બેંકમાં તમારું સેવિંગ એકાઉન્ટ ખોલાવો છો. તો તમને ઘણા બધા ફાયદા મળી શકે છે જેમ કે જો તમે ૫૦૦ રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરશો તો તમને કેશબેક મળશે પરંતુ ધ્યાન દોરવું કે તમારું આ યુપીઆઈ ખાતું તમારા ડીસીબી બેંકના સેવિંગ એકાઉન્ટ સાથે લિંક હોવું જરૂરી છે. તેમજ તમારું આ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઓછામાં ઓછું ₹500 હોવું જોઈએ તો તમારું કેસબેક તમારા ખાતામાં ડાયરેક્ટ જમા થશે.
મિત્રો જો તમારું ખાતું ડીસીબી બેંકમાં છે તો તમે ₹7500 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકશો, જેના માટે તમારે તમારા ખાતામાં ઓછામાં ઓછું સરેરાશ બેલેન્સ 25,000 રાખવું જરૂરી છે. તેમજ તમને દર મહિને 625 રૂપિયા નું કેસબેક મળશે એટલે કે વાર્ષિક તમને 7500 નું કેશબેક મળશે અને જો તમે તમારા ખાતામાં ત્રી-માસિક બેલેન્સ 10,000 રૂપિયા રાખો છો. તો પણ તમને આ કેસબેક ની સુવિધા મળશે એટલે કે તમે તમારા ખાતામાં જેટલી રકમ રાખશો તે પ્રમાણે તમને કેસબેક મળશે.
તમામ ખાતાધારકોને કેશબેકની સુવિધા મળશે
મિત્રો આ ખાનગી બેંક ડીસીબી દ્વારા તેમના તમામ ખાતા ધારકોને આ કેસબેકનું લાભ આપવામાં આવે છે તેમજ જે અગાઉથી જુના ખાતાધારકો હતા તેઓએ પોતાનું ખાતું બદલીને હેપ્પી સેવિંગ એકાઉન્ટમાં કન્વર્ટ કરી દીધું છે. જેથી કરીને તેઓ પણ ઓનલાઇન ટ્રાન્જેક્શન મફતમાં કરીને કેશબેક મેળવી શકે તેમ જ આ બેંક દ્વારા તેમના એટીએમમાંથી અમર્યાદિત ટ્રાન્જેક્શન કરવા પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. જેથી કરીને ઘણા બધા લોકો અત્યારે આ બેંકમાં ખાતું ખોલાવી રહ્યા છે અને આ બેંકની સુવિધા તેમજ વધુ પડતા ચાર્જથી બચવા માટે આ બેંકને પ્રથમ પ્રાયોરિટી આપી રહ્યા છે.
Read More:- તમારા જિલ્લાના સોલાર યોજનાના લાભાર્થીની યાદીમાં તમારું નામ ચેક કરો આ રીતે