KVS Admission 2024: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) એ શૈક્ષણિક સત્ર 2024-25 માટે ધોરણ 1 થી 12 સુધીના પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. અહીં પ્રવેશ પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો અને જરૂરી દસ્તાવેજો અંગેની જરૂરી માહિતી આ લેખના માધ્ય્મથી મેળવીશું.
ધોરણ 1 માટે, નોંધણી પ્રક્રીયા 1 એપ્રિલથી જ શરૂ થઈ ગઈ છે અને 15મી એપ્રિલ સુધી ચાલુ રહેશે, પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી હાથ ધરવામાં આવી રહી છે. જો કે, ધોરણ 2 થી 12 (વર્ગ 11 સિવાય) માટે પ્રવેશ ઓફલાઇન હાથ ધરવામાં આવશે. ધોરણ 11 માટે નોંધણી પ્રક્રિયા ધોરણ 10ની બોર્ડ પરીક્ષાના પરિણામોની જાહેરાતના દસ દિવસ પછી શરૂ થશે.
KVS Admission 2024 માટે અગત્યની તારીખો
- ધોરણ 1 પ્રવેશ માટેની તારીખ: એપ્રિલ 1, 2024 (સવારે 10:00 વાગ્યાથી)
- વર્ગ 1 માટે KVS ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ, 2025 (સાંજે 5:00 વાગ્યા સુધી)
- ધોરણ ૨ થી ૧૨ સુધીના એડમિશન માટેની તારીખ :- 1 એપ્રિલ, 2024 થી 10 એપ્રિલ, 2024
ઉપતોક્ત તારીખિઓ મુજબ કેન્દ્રીયા વિધાલયમાં એડમીશન મેળવવા માંગતા વિધાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી અરજી કરી શકે છે. જેમાં નોંધાયેલા ઉમેદવારોની પ્રથમ પ્રતિક્ષા યાદી એપ્રિલ 19, 2024, બીજી પ્રતિક્ષા યાદી એપ્રિલ 29, 2024 અને ત્રીજી યાદી મે 8, 2024 ના રોજ જાહેરા કર્વામાં આવશે. જો ઓફલાઈન નોધણીની જાહેરાત મુજબ પુરતી અરજીઓ ઓનલાઇન પ્રાપ્ત ન થાય તો પુન: નોંધણી મે 8, 2024 થી મે 15, 2024 સુધી ફરિથી ખુલી શકે છે. પ્રવેશ યાદીની વધુ માહિતી માટે તમે ઓફિશિયલ જાહેરાત વાંચી શકો છો જેની લિંક અમે નિચે સેર કરેલ છે.
કેન્દ્રીય વિદ્યાલય પ્રવેશ 2024-25 માટે જરૂરી દસ્તાવેજો
જન્મ પ્રમાણપત્ર અથવા જન્મ તારીખનો પુરાવો
બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
રહેઠાણનો પુરાવો
SC/ST/OBC પ્રમાણપત્ર
BPL પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
સિંગલ ગર્લ ચાઈલ્ડના કેસમાં એફિડેવિટ
સેવા પ્રમાણપત્ર (કર્મચારીઓના બાળકો માટે)
દાદા દાદી સાથે બાળકના માતાપિતાના સંબંધનો પુરાવો
KVS પ્રવેશ 2024 માટે અરજી કરવી । KVS Admission 2024 Online Apply
- kvsonlineadmission.kvs.gov.in પર કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- હોમપેજ પર નોંધણી લિંક પર ક્લિક કરો.
- ત્યારબાદ જરૂરી માહિતી વાંચી અને આગળ વધો બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે KVS પ્રવેશ અરજી ફોર્મ ખુલશે જે નુચે મુજબનુ રહેશે.
- ફોર્મમાં માગ્યા મુજબની જરૂરી વિગત દાખલ કરો અને આગળ વધો.
- ત્યારબાદ જરૂરી દસ્તાવેજો યોગ્ય કદમાં અપલોડ કરો.
- સબમિશન કરતા પહેલા ફોર્મમાં ભરેલી બધી વિગતો બે વાર તપાસો.
- છેલ્લે KVS એડમીશન ફોર્મ સબમિટ કરો.
KVS દ્વારા અધિકૃત સૂચના મુજબ, વર્ગ 1 ના પ્રવેશ માટેની પ્રથમ પસંદગી અને પ્રતિક્ષા યાદી 19મી એપ્રિલે બહાર પાડવામાં આવશે. ત્યારબાદ બીજી યાદી 29મી એપ્રિલે અને ત્રીજી યાદી 8મી મેના રોજ બહાર પાડવામાં આવશે. પ્રવેશ સંબંધિત વધુ માહિતી માટે, માતા-પિતા સત્તાવાર KVS વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
Read More:- Navodaya Waiting List 2024: નવોદય વિધાલય વેઈટિંગ લિસ્ટ ચેક કરો ઓનલાઈન, જાણો સંપૂર્ણ માહિતી
આ પગલાંને અનુસરીને અને નિર્ધારિત સમયરેખાઓનું પાલન કરીને, વાલીઓ શૈક્ષણિક સત્ર 2024-25 માટે કેન્દ્રીય વિદ્યાલયોમાં તેમના બાળકો માટે સરળ પ્રવેશ પ્રક્રિયાની ખાતરી કરી શકે છે. વધુ માહિતી માટે ઓફિશીયલ નોટિફેકશન વાંચો જેની લિંક નિચે આપેલ છે.
KVS પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |