Unjha Nagarpalika Bharti : ઊંઝા નગરપાલિકામાં ઓછું ભણેલાઓ માટે પરીક્ષા વગરની બંપર ભરતી, સાતમા પગારપંચનો લાભ અને કાયમી નોકરી

Unjha Nagarpalika Bharti  2024 : ઊંઝા નગરપાલિકા દ્વારા માત્ર લખી વાંચી શકતા ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.જે મિત્રોનો અભ્યાસ ઓછો છે.અને સારી નોકરીની શોધમાં છે.તેમના માટે ઊંઝા નગરપાલિકાની આ જાહેરાત ખૂબ ઉપયોગી છે.

મિત્રો ઊંઝા નગર પાલિકા દ્વારા સફાઈ કામદાર અને ડ્રેનેજ સફાઈ કામદાર માટે 73 જગ્યાઓની  ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. અહી અમે તમને અરજી કરવા વિશેની સંપૂર્ણ માહિતી ઉપરાત પગાર,શૈક્ષણિક લાયકાત અને પરીક્ષા પધ્ધતિ અને પરીક્ષા ફી વિશે તેમજ અરજી ફોર્મ અને ઊંઝા નગરપાલિકાના હેલ્પ લાઇન નંબર  જણાવવા જઈ રહ્યા છીએ આપ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.

ઊંઝા નગરપાલિકા ભરતી :

ઊંઝા નગર પાલિકામાં સફાઈ કામદાર/સ્વિપર/ડ્રેનેજ સફાઈ કામદારની 73 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.અહીથી તમે અરજીને ડાઉનલોડ કરી શકો છો અથવાતો અરજી ફોર્મ તમે ઊંઝા નગરપાલિકાની કચેરીમાંથી રૂપિયા 5 ભરીને પણ મેળવી શકશો.અરજી ફોર્મ સુવાચ્ય અક્ષરે સંપૂર્ણ ભરી સાથે ભરવાની થતી ફીનો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડીને કવર પર સફાઈ કામદાર અરજી એમ લખીને ટપાલ દ્વારા રજીસ્ટર પોસ્ટ એ.ડી. થી ચીફ ઓફિસર નગરપાલિકા ઊંઝાને નિયત સમયમાં એટલેકે સમાચાર પત્રોમાં જાહેરાત પ્રસિધ્ધ થયેથી 1 માસમાં એટલેકે 14/04/2024 પહેલાં નગરપાલિકાને મળી જાય એ રીતે અરજી મોકલવાની રહેશે. અરજી કરતાં ઉમેદવારોએ અહીથી ઊંઝા નગર પાલિકાની જાહેરાતનું નોટિફિફેશન વાંચી લેવું જરૂરી છે.  

શૈક્ષણિક લાયકાત :

ઊંઝા નગરપાલિકાની જાહેરાતમાં જણાવ્યા અનુસાર માત્ર લખી વાંચી શકે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ હોઈ ઉમેદવારોએ પોતે જેટલું ભણેલા હોય તેનું લાયકાતનું પ્રમાણપત્ર અથવા શાળા છોડયાઓનો દાખલો (ઓછું ભણેલા માટે )જોડાવો જરૂરી ગણાશે.

વય મર્યાદા :

ઊંઝા નગરપાલિકાની સફાઈ કામદારની જગ્યા માટે સરકારશ્રીના નગર પાલિકાના ભરતી નિયમો અનુસાર વય મર્યાદા અનુસાર ઉમેદવારની વય તારીખ 01/03/2024 ની સ્થિતિએ ગણવાની રહેશે.

પગાર ધોરણ :

ઉમેદવારોને ઊંઝા નગર પાલિકા સફાઈ કામદાર જગ્યા માટે પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રૂપિયા તથા ત્યારબાદ સાતમા પગાર પાંચ અનુસાર  14800-47100 પે મેટ્રિક્સ લેવલ 1 મુજબ અને સરકારના વખતો વખતના નિયમો અને નામદાર કોર્ટના ચુકાદોઓ મુજબ પગાર અને અન્ય સવલતો આપવામાં આવશે.

અરજી ફી :

ઊંઝા નગર પાલિકા દ્વારા સફાઈ કામદારની 73 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. આ જગ્યાઓ પૈકી અનામત સંવર્ગના ઉમેદવારો માટે કેટલીક જગ્યાઓ અનામત રાખવામાં આવેલ છે. અરજી ફીની વાત કરવામાં આવેતો માત્ર બીન અનામત એટલે કે સામાન્ય સંવર્ગમાં આવતા ઉમેદવારોએજ રૂપિયા 300 નો ડિમાન્ડ ડ્રાફ્ટ ભરેલી અરજી સાથે જોડાવાનો રહેશે. અનામત સંવર્ગમાં આવતા અનુ.જાતિ, અનુ.જન.જાતિ વગેરે કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહી.  

અગત્યની લિંક્સ :

જાહેરાતનું સત્તાવાર નોટિફિકેશન જોવા માટેઅહી ક્લિક કરો
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટેઅહી ક્લિક કરો
 હોમપેજ પર જવા માટે અહી ક્લિક કરો

સામાન્ય સૂચનો :

ભરતી અંગે ઊંઝા નગર પાલિકાનો નિર્ણય આખરી ગણવામાં આવશે.જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓ માટે અનામત જગ્યાઓ, તેમજ પસંદગીઅંગેની પાત્રતા સહિતની સામાન્ય શરતો જોવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે સત્તાવાર નોટિફિકેશન જોવા વિનંતી છે. છતાં માહિતીની જરૂર હોયતો ઊંઝા નગર પાલિકા હેલ્પ લાઇન અથવા રૂબરૂ સંપર્ક કરવા વિનંતી છે.

આ પણ વાંચો : LPG Subsidy: 1 એપ્રિલથી ગેસ સબસિડીમાં 300 રૂપિયાનો વધારો થશે, કરોડો લોકોને ફાયદો

Leave a Comment