GCAS Portal: નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 12 ની પરીક્ષાના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. એપ્રિલ માસના ત્રીજા અઠવાડિયામાં ધોરણ 12 ની પરીક્ષાનું તમારું પરિણામ પણ તમારા હાથમાં આવી જશે. મિત્રો હવે જો તમે ધોરણ 12 પછી આગળ કોલેજનો કોઈપણ ફેકલ્ટીનો અભ્યાસ કરવા ઈચ્છો છો, તો તે માટે તમારે GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું પડશે. રજીસ્ટ્રેશન કર્યા વગર તમને કોલેજના અભ્યાસ માટે પ્રવેશ મળશે નહી.
Gujarat Common Admission Portal
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોલેજમાં પ્રવેશ વિદ્યાર્થીઓને સરળતા રહે અને પ્રવેશ પ્રક્રિયાના સરલીકરણ માટે ટેક્નોલોજીનો સમન્વય કરી પ્રવેશ પ્રક્રિયામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. તે મુજબ તમારે GCAS એટલે કે Gujarat Comman Admission Portal પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરવું પડશે.તો જ તમને 2024 ના જૂનથી શરૂ થતા અભ્યાસ માટે કોલેજના હાયર એજ્યુકેશન જેવાકે સ્નાતક કક્ષા,અનુસ્નાતક કક્ષા કે પીએચડી કે પછી કોઈ પણ ફેકલ્ટીના વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ગુજરાતની 15 જેટલી યુનિવર્સિટિની સરકારી કોલેજો,ગ્રાન્ટેડ કોલેજો કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં એડમિશન માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા ખૂબ સરળ છે. જે અમે અહી સ્ટેપબાય સ્ટેપ આપને સમજાવીશું આપ આ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.
GCAS Portal ના ફાયદા :
ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલું આ GCAS પોર્ટલ ઉપયોગ કરવા માટે માટે ખૂબ જ સરળ છે. તેમાં સારી રીતે રજીસ્ટ્રેશન કરી શકાય તેવું છે. તે અંગ્રેજી અને ગુજરાતી એમ બે ભાષામાં બનાવવામાં આવેલું છે. કોઈપણ વિધાર્થી ઘેર બેઠાં સરળતાપૂર્વક તેના પર રજીસ્ટ્રેશન કરી શકશે.
વિદ્યાર્થીઓ ગુજરાતની વિવિધ 15 યુનિવર્સિટીઓ અને લગભગ 2548 કોલેજોમાં એક સાથે અનેક અભ્યાસક્રમો માટે તેના પર રજીસ્ટ્રેશન કરી શકશે. તેમજ એક વખત જ ઓનલાઈન ગેટવે મારફત ફી ભરવાનો ફાયદો. વિદ્યાર્થીએ દર્શાવેલ કોલેજમાં પ્રવેશ ના મળવાના કિસ્સામાં વિદ્યાર્થીને બીજી તકો પણ આપવામાં આવશે. એટલે કે GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાથી વિદ્યાર્થીઓએ દરેક કોલેજોમાં ધક્કા ખાવાથી મુક્તિ મળે છે.
એક જ જગ્યાએથી એડમિશન ફોર્મ ભરવાની તક મળે છે. તેમજ વિદ્યાર્થીને એડમિશન સંબંધી અને અભ્યાસક્રમ સંબંધી તમામ માહિતી તેમણે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આપવામાં આવેલા ઈમેલ આઇડી અને ફોન મેસેજ દ્વારા પૂરી પાડવામાં આવશે. આમ પ્રવેશ સંબંધી તમામ માહિતી પણ આ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાની રીત :
GCAS Portal પર જાઓ: વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરવા માટે google chrome બ્રાઉઝરમાં GCAS સર્ચ કરવાથી તેમને ગુજરાત કોમન એડમિશન સર્વિસ ( Gujarat Comman Admission Portal ) નામનું પોર્ટલ મળશે. તેના પર ક્લિક કરી જીસીએસ ની વેબસાઈટ ઓપન થશે.
રજીસ્ટ્રેશન લિંક શોધો: તેમાં પેજના મથાળે જમણી બાજુએ પહેલેથી રજીસ્ટ્રેશન થયેલ અને નવા અરજદારો માટે એપ્લાય નામની બે ટેબ દેખાશે. જેમણે હજુ સુધીરજીસ્ટ્રેશન કર્યું નથી તેમણે Apply Now ઉપર ક્લિક કરવી.
રજીસ્ટ્રેશન ફોર્મ ભરો: ત્યારબાદ ક્લિક કરવાથી ફોર્મ ઓપન થશે તેમાં આપવામાં આવેલી તમામ વિગતો કાળજીપૂર્વક ભરવી. વિદ્યાર્થીઓએ પોતાનું નામ ધોરણ 12 ની માર્કશીટ મુજબ રાખવું. તેમજ જન્મ તારીખ ધોરણ 10 ની માર્કશીટમાં દર્શાવ્યા મુજબની ભરવી.
Read More:- GSEB HSC Result 2024: ધોરણ 12 ના પરિણામો તપાસો, રીઝલ્ટ તારીખ અને પુરક પરીક્ષાની માહિતી મેળવો
ત્યારબાદ માગેલ તમામ માહિતી કાળજી પૂર્વક ભરવી. ફોન નંબર અને ઇમેલ આઇડી પણ દર્શાવવાનું છે. ફોન નંબર ચાલુ હોય તેવો જ દર્શાવવો જેથી પ્રવેશ સંબંધી તમામ સૂચના મેસેજ દ્વારા મળતી રહે. તેમજ ઈમેલ આઇડી પણ સાચું જ દર્શાવવાનું રહેશે.
ત્યારબાદ GCAS Portal તરફથી આપવામાં આવેલા યુઝરનેમ અને OTP ની મદદ થી તમારેયુઝર આઇડી બનાવવાનું રહેશે, અને તરત જ પાસવર્ડ બદલી નાખવો પડશે.
જરુરી ડોક્યુમેન્ટ અપલોડ કરો: તમારે અપલોડ કરવાના તમામ ડોક્યુમેન્ટ્સ સહિત લાગુ પડતાં જાતિનો દાખલો અને ડીસેબલ સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો અપલોડ કરવાનાં રહેશે ફોર્મ સંપૂર્ણ ભરાઈ ગયા પછી ફરીથી એક વખત ચકાસણી કરી સબમિટ કરવું જોઈએ.
પોર્ટ્લ પર લોગીન થાઓ: આપવામાં આવેલા યુઝરનેમઅને પાસવર્ડથી લોગીન થઈ તમારે યુનિવર્સિટી કોલેજ અને અભ્યાસક્રમ દાખલ કરવો પડશે. વિદ્યાર્થીઓ એક સાથે ઘણી કોલેજો પસંદ કરી શકશે.
ઓનલાઈન ફી ભરો: ત્યારબાદ ઓનલાઇન ગેટવે ની મદદ થી ફી પણ ભરવી પડશે. ત્યારબાદ વિદ્યાર્થી દ્વારા ફાઇનલ સબમિશન કરવામાં આવતાં વિદ્યાર્થીને અરજી ફોર્મ વિદ્યાર્થીએ આપેલા ઈ-મેલમાં અરજીની pdf તેને મળશે.
તેમજ વિદ્યાર્થીની અરજી વિદ્યાર્થીએ પસંદ કરેલ દરેક કોલેજને મોકલવામાં આવશે. કોલેજ કોલેજ દ્વારા મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે. અને મેરીટ માં આવનાર વિદ્યાર્થીને તેની જાણ પણ કરવામાં આવશે. કોલેજ દ્વારા જાણ થતાં વિદ્યાર્થીઓએ જે તે કોલેજમાં જઈ પોતાના ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવી જરૂરી ફી ભરવી પડશે. જો પસંદ કરવામાં આવેલ કોલેજમાં વિદ્યાર્થીને એડમિશન મળતું નથી તેવા વિદ્યાર્થીને બીજા રાઉન્ડની તકો પણ પૂરી પાડવામાં આવશે. આમ આ પોર્ટલ ઘરે બેથાં વિદ્યાર્થીને પ્રવેશ મેળવવા માટેની ઉત્તમ તક પુરી પાડે છે.
Read More:- SSC CHSL Notification: સ્ટાફ સિલેક્શન કમિશનમાં વિવિધ 3712 જગ્યાઓ માટે આવી ભરતી, આહિથી કરો અરજી
મિત્રો ફોર્મ ભરવા સંબંધી કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો સામે હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકો છો અથવા કોમેન્ટમાં તમે અમને પણ જણાવી શકો છો
Hii sir ji ki call yet hu ye w w r y a b and y u n me a
Collage
Admission
Chahiye
Zzzzxx
Hii zzzzeee trrr ooo