Mango Price Today: ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર અને રાજાપુરી કેરીના આજના ભાવ જાણો

Mango Price Today: ગોંડલ માર્કેટ યાર્ડમાં કેરીની આવકો અને ભાવ વિશે આપણે જાણીએ ગુજરાતમાં ફળ માર્કેટમાં પણ ગોંડલ માર્કેટ યાર્ડ મહત્વનું સ્થાન ધરાવે છે ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેત ઉત્પાદનની વિવિધ જણસીઓ ઉપરાંત મસાલા પાકો અને ફળ પાકોની મોટા પાયે હરાજી થાય છે.  આજરોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં કેરીની આવકોમાં બમ્પર વધારો જોવા મળ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર અને રાજાપુરી કેરીનું મોટા પાયે  વેચાણ કરવામાં આવે છે. 

ગોંડલ માર્કેટયાર્ડમાં કેરીના ભાવ – Mango Price Today

આજરોજ ગોંડલ માર્કેટયાર્ડમાં કેરીની આવક 19,856 બોક્સ કેરીની થઈ હતી. જ્યારે એક બોક્સના કેરીના ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીના ભાવ રૂપિયા 600 થી રૂપિયા 1150 બોલાયા હતા. રાજાપુરી કે રાજાપુરી કેરીના ભાવની વાત કરવામાં આવે તો આજરોજ ગોંડલ માર્કેટયાર્ડમાં રાજાપુરી કેરીની આવક 214 બોકસની થઈ હતી. જ્યારે રાજાપુરી કેરીના ભાવ 800 થી 1000 જોવા મળ્યા હતા. 

જ્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવક 17755 બોક્સ કેરીની આવક થઈ હતી જ્યારે કેસર કેરીનો ભાવ આજ રોજ રૂપિયા 1200 થી 2300નો રહ્યો હતો. 

પોરબંદર માર્કેટયાર્ડના  કેરીના ભાવ :

ગુજરાતમાં કેરીના માર્કેટ યાર્ડમાં પોરબંદર, તલાલા ગીર, અમરેલી, તેમજ ગોંડલ મહત્વનું સ્થાન ધરાવે છે. 14 મેના રોજ પોરબંદર  માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક 8000 બોક્સ ની થઈ હતી જ્યારે આજરોજ કેસર કેરીની આવક માં મોટો ઘટાડો જોવા મળી રહ્યો હતો. 

કેરીના  બોક્સની આવક માત્ર 3000 જેટલી નોંધાઈ હતી તેમજ અન્ય વિસ્તારોમાંથી કેરીનાં  1800 બોક્સ વેચાણ માટે આવ્યા હતા. ભાવમાં ખાસ કોઈ ફેરફાર જોવા મળ્યો હતો નહીં. પોરબંદર માર્કેટ યાર્ડમાં ગીર ગઢડા, બરડા, અને કચ્છની કેસર કેરીનું મોટા પાયે વેચાણ થાય છે. આ ઉપરાંત આફૂસ અને  રત્નાગીરી વગેરે કેરીની પણ આવકો જોવા મળી રહી છે. આજે કેસર કેરીની 3000 બોક્સ ની આવક થઈ હતી જ્યારે કેરીનો ભાવ ₹700 થી 1000 જોવા મળ્યો હતો.

મહેસાણા માર્કેટયાર્ડના કેરીના ભાવ : 

આજરોજ મહેસાણા ફ્રુટ માર્કેટ યાર્ડ માં કેરીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. મહેસાણા ફ્રુટ માર્કેટ યાર્ડમાં ગુજરાત સિવાય ભારતના વિવિધ રાજ્યો જેવા કે આંધ્ર પ્રદેશ હૈદરાબાદ વિજય વાળા વગેરે જગ્યાએથી મોટા પાયે કેરી લાવવામાં આવે છે મહેસાણા માર્કેટ યાર્ડમાં કેસર બદામ અને તુંતાપુરી નું વેચાણ મોટાભાઈ થતું હોય છે. મહેસાણા હોલસેલ બજારમાં કેરીના ભાવ ની વાત કરવામાં આવે તોરૂપિયા 65 થી ₹100 સુધી કિલોના ભાવે વેચાણ થઈ રહેલું છે એટલે કે ૧૦ કિલોના એક બોક્સ ની કિંમત રૂપિયા 600 થી 1000 જોવા મળી રહ્યા છે.

છેલ્લા બેત્રણ દિવસમાં વાતાવરણમાં પલટો આવતાં વાવાઝોડું અને ક્યાક વરસાદ થવાને લીધે કેરીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. ભારે વાવાઝોડાના કારણે અપરિપકવ ફળ ખરી પાડવાના લીધે પાછળથી ઉત્પાદનમાં ઘટાડો થવાથી ભાવમાં ફેર જોવા મળી શકે છે. 

Read More:- Loco Pilot Recruitment: ભારતીય રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલોટ ની જગ્યા માટે ભરતી

Leave a Comment