ગુજરાતમાં હિટવેવ: ગુજરાતમાં ગરમીનો પારો વધવાની શક્યાતઓ દર્શવતા અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ આગાહી મુજબ કહેવાયું કે ગુજરાતીઓ સાચવજો અને આ લેખને અંત સુધી વાંચજો જેથી કરીને તમે પણ હિટવેવથી બચી શકો.
મિત્રો ગુજરાતના હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવેલ છે કે ગુજરાતમાં ગરમીનો પારો આવનારા દિવસોમાં ઉચકાશે અને તાપમાન 39 ડિગ્રી થી 43 ડિગ્રી સેલ્સીયસ સુધી ગુજરાતના વિવિધ શહેરોમાં વધશે. જેથી કરીને ઉષ્ણતાપમાનમાં ફેરફાર જોવા મળેશે. તો કેટલાક દિવસો ગરમી અને ક્યારેક વાદળછાયું વાતાવરણ પર રહેશે જેથી લોકોએ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું તે સંપૂર્ણ માહિતી આજે આપણે આ લેખના માધ્યમથી મેળવીશું.
ગુજરાતમાં હિટવેવ ની આગાહી
મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલભાઈ પટેલ દ્વારા વાતાવરણમાં થનાર ફેરફાર વિશેની માહિતીની આગાહી તેઓ દ્વારા અગાઉથી જ વાતાવરણના બદલાવો પોતાના નિવેદન દ્વારા જાહેર કરે છે અને તેઓ દ્વારા જાહેર કરવામાં આવેલ ઘણા બધા નિવેદનો સાચા પણ પડ્યા છે. જેથી લોકો તેમને આગાહી વાંચવામાં રસ ધરાવતા હોય છે તો આજે આપણે અંબાલાલની ગુજરાતમાં ગરમીની સિઝન કેવી રહેશે તેના વિશે શું આગાહી કરી છે તેની માહિતી મેળવીશું.
મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાતના કેટલાક જીલ્લાઓ જેમ કે મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં ગરમીનો પારો 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ રહેશે. તેમ જ કચ્છના કેટ્લાક ભાગોમાં ગરમીનું પ્રમાણ 40 થી 42 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.
જ્યારે રાજકોટ, મોરબી, ધાંગ્રધામાં 41 થી 43 ડિગ્રી આસપાસ ગરમીનો પારો રહેવાની શક્યતા છે, અને જો સૌરાષ્ટ્રના જુનાગઢ અને દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો ત્યાં 42 થી 43 ડિગ્રી સુધી ઉષ્ણતાપ્પન કરવાની શક્યતા વ્યક્ત કરી છે.
અંબાલાલ ની આગાહી મુજબ જો ગુજરાતના દક્ષિણ જિલ્લાઓની વાત કરીએ તો વલસાડ, તાપી વગેરે જિલ્લાઓમાં ઉષ્ણતાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો આગાહી કરેલ છે/
અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર જેવા શહેરોમાં આ વખતે 42 ડિગ્રી સેલ્સીયસ સુધી રહેવાની અંબાલાલ પટેલ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે પરંતુ આ તાપમાનને સંપૂર્ણ વિગત માત્રને માત્ર એપ્રિલ મહિનાની અંત સુધી અને મે મહિનાની શરુઆતની વાત છે. જ્યારે આવનારા મહિનાઓમાં ઉષ્ણતાપમાન કેટલું રહેશે તે અંગે હજુ સુધી કોઈપણ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ગરમીનો પારો આ વખતે સતત વધતો જશે જેથી તમે નીચે આપેલા ગરમીના બચાવનો સરળ ઉપાય વાંચી અને ગુજરાતમાં હિટવેવ થી કેવી રીતે બચવું તેની માહિતી મેળવી શકો છો.
ગુજરાતમાં હિટવેવથી બચવાના સરળ ઉપાયો
- મિત્રો ગરમીથી બચવા માટે તમારે બપોર બાઈક પર અથવા ચાલતા બહારગામ જવાનું ટાળો અને જો બહાર નીકળો છો તો શરીરને સુતરાઉ કાપડથી ઢાંકીને રાખો.
- મિત્રો ગરમીની સિઝનમાં દિવસ દરમિયાન બંને તેટલું પાણી પીવું અને જો ફ્રીજ કરતા તમે ઠંડા માટલાનું પાણીનું પીવાનો આગ્રહ રાખશો તો તે સૌથી બેસ્ટ છે.
- કેરી જેવા ફળોનું સેવન ગરમીથી રાહત મેળવી શકો છો, જે તમારા શરીરને ઠંડક રાખે છે અને તમારા શરીરમાં રહેલી ગર્મીને દુર કરવામાં મદદ કરે છે.
- વૃદ્ધો અને નાના બાળકોને ગરમીની સિઝનમાં બહાર નીકળવાનું ટાળો કેમ કે બપોરના હિટવેવ હોવાથી આ લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તરત બીમાર થવાનો સંભાવના રહે છે.
તો મિત્રો ઉપરોક્ત આપેલી માહિતી થી તમે હિટવેવથી બચી શકો છો, અને આવનારા મહિનાઓમાં ગરીમોનો પાર હજુ વધશે જેથી કરીને બપોરના સમય દરમિયાન બહાર જવાનું ટાળો. આભાર.