APY: મિત્રો દરેક વ્યક્તિ પોતાની વૃદ્ધાવસ્થામાં પોતાને સારું પેન્શન મળે અને પોતાનો જીવનના અંતિમ વર્ષો સારી રીતે જીવી શકે તે માટે તેઓ પેન્શન પર આધાર રાખતા હોય છે. તમે જાણો છો કે કોઈપણ સરકારી નોકરી કરતો વ્યક્તિ તેના અંતિમ વર્ષોમાં આરામથી જીવન ગુજરી શકે છે, કેમ કે તેઓને સરકાર દ્વારા રિટાયરમેન્ટ પછી પણ સારું એવું પેન્શન આપવામાં આવતું હોય છે. અને તેઓ ગુજરી ગયા પછી તેમના પત્નીને તેમનું પેન્શન મળતું હોય છે, જેથી કરીને તેમનું કુટુંબ સારી રીતે જીવન ગુજારી શકે છે.
તો આજે આપણે સામાન્ય નાગરિકને પોતાની વૃદ્ધાવસ્થાની ઉંમરમાં શું પેન્શન મળી શકે તેના વિશે આ લેખમાંથી ચર્ચા કરીશું. જો તમે સરકારી નોકરી નથી કરતા પરંતુ તમે તમારી વૃદ્ધાવસ્થાની ઉંમરમાં એટલે કે 60 વર્ષ પછી દર મહિને 5000 નું પેન્શન મેળવવા માંગો છો. તો તમારા માટે આ લેખ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે, સરકાર દ્વારા એ કેવી પેન્શન યોજના સ્કીમ ચાલુ કરવામાં આવે છે જેમાં તમે દર મહિને 5,000 નો પેન્શન મેળવી શકશો અને જેનું રોકાણ નજીવા માત્ર છે.
અટલ પેન્શન યોજના – APY
મિત્રો આ યોજના સામાન્ય નાગરિક થી લઈને મોટા લોકો સુધી સૌ કોઈ ને પોતાના વૃદ્ધાવસ્થા પેન્શનની ખાતરી આપે છે. તો આ યોજનામાં તમે માત્ર ઓછું રોકાણ કરીને દર મહિને 5000 રૂપિયા નું પેન્શન કેવી રીતે મેળવશો તેની માહિતી તમે આ લેખના અંત સુધી મેળવી શકશો, અને તમે આ યોજનામાં જો આજ થી રોકાણ ચાલુ કરો છો તો તમને પણ ખબર નહીં હોય કે તમારી રોકાણની રકમ ક્યારે તમારા ખાતામાંથી જમા થઈ ગઈ. કેમ કે આ અટલ પેન્શન યોજનાના પ્રીમિયમ તમારા મહિનાના ખર્ચના 10% થી 5% હોઈ શકે, તો મિત્રો આ યોજનામાં જો તમે રોકાણ કરવા માગતા હોય તો યોજના પાત્રતા મુજબ તમારી ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ
APY માં કેટલું રોકાણ કરીને દર મહિને 5,000 નું પેન્શન મેળવી શકાશે?
મીત્રો, અટલ પેન્શન યોજના ( APY) માં તમે દર મહિને માત્ર 210 રૂપિયાના રોકણ કરીને શરૂઆત કરી શકશો. એટલે કે દૈનિક 7 રૂપિયાનું રોકાણ પર તમને સરકાર તરફથી ₹5,000 નું પેન્શન નો લાભ મળશે.
મિત્રો આ યોજનાના રોકાણનો સમયગાળાની વાત કરીએ તો તમે અટલ પેન્શન યોજનામાં તમારી ઉંમર 18 વર્ષની થાય ત્યારથી જ રોકાણની શરૂઆત કરી શકો છો. અને 40 વર્ષની ઉમર સુધી તમે આમાં ખાતું ખોલાવી શકો છો. આ યોજનામાં રોકાણનો સમયગાળો 20 વર્ષનો છે. જેથી તમારે 20 વર્ષ સુધી દર મહિને 210 રૂપિયા જમા કરાવવાના રહેશે, તો તમે 60 વર્ષની ઉંમર પછી દર મહિને 5000 રૂપિયાનો પેન્શન મેળવવા લાયક ગણાશે. વધુમાં જો તમે આ યોજનામાં મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરીને શરૂઆત કરી શકો છો, તો તમને 60 વર્ષ પછી દર મહિને ₹1,000 ને પેન્શનની રકમ મળશે.
આવકવેરામાંથી છૂટ મળશે
મિત્રો જો અટલ પેન્શન યોજના (APY) અંતર્ગત તમે આજથી રોકણ શરૂ કરશો તો તમને 1.5 લાખ સુધીના રોકાણ પર આ ઈન્કમટેક્સની કલમ 80c હેઠળ આવકવેરામાંથી છૂટ મળશે, જેથી કોઈપણ સામાન્ય વ્યક્તિ જો યોજનામાં રોકાણ કરવા માગતો હોય તો તેમને ઇન્કમટેક્સ ભરવું નહીં પડે અને પેન્શન નો લાભ પણ મળી શકશે.
અટલ પેન્શન યોજના વિશે વધુ જાણીએ તો અત્યાર સુધી દેશમાં પાંચ કરોડથી વધુ લોકો આ યોજના અંતર્ગત પેન્શન મેળવી રહ્યા છે. અને જો પેન્શન ધારકનું મૃત્યુ થાય તો તેવા કિસ્સામાં તેની પેન્શનની રકમ તેની પત્નીને આપવામાં આવશે પરંતુ જો પતિ અને પત્ની બંને મૃત્યુ પામે તો તેને પેન્શનની સંપૂર્ણ રકમ એક સાથે તેના વારસદારને પરત કરવામાં આવશે.
તો મિત્રો તમને કેવી અટલ પેન્શન યોજના કેવી લાગી? શું તમે પણ આયોજનમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજથી જ તમે આ યોજનામાં માત્ર 42 રૂપિયા નાના રોકાણ થી શરૂઆત કરી શકો છો અને તમારી વૃદ્ધાવસ્થામાં પેન્શન નો લાભ મેળવી શકશો.
Read More:- IB Recruitment 2024: ઈન્ટેલિજન્સ બ્યુરોમાં 660 જગ્યાઓ માટે બંપર ભરતીની જાહેરાત, વિગવાર માહિતી જુઓ અહીથી.
મિત્રો, આવી રોકાણ વિશેની સ્કીમો માટે જો તમે વધુ માહિતી મેળવવા માંગતા હો તો તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈને રોકાણો વિશેની સ્કીમમાં સંપૂર્ણ માહિતી સૌ પ્રથમ મેળવી શકશો, આભાર.