Increase Milk Production: ઉનાળામાં ભેંસનું દૂધ ઓછું થયું, ભેંસનું વધુ દૂધ વધારવાની આ છે દેશી દવા, ડોલ ભરેની દૂધ નિકળશે

Increase Milk Production: નમસ્કાર મિત્રો ! ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. અને ક્યારેક ક્યારેક હવામાનમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પણ પહોંચી જાય છે. ત્યારે આપણા  દુધાળા પશુઓને પણ ગરમીથી રક્ષણ આપવા માટે વિશેષ કાળજી રાખવાની જરૂરી બને છે. સામાન્ય રીતે ઘણા પશુપાલકો ઉનાળા દરમિયાન તેમના પશુનું દૂધ ઘટી જવાનું જણાવતા હોય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Increase Milk Production

મિત્રો અમે અહીં આપને  ઉનાળા દરમિયાન પશુની જાળવણીની કેટલીક ટિપ્સ આપને જણાવી રહ્યા છીએ, તે મુજબ આપને અનુકૂળ ફેરફાર કરી પશુની દૂધ આપવાની ક્ષમતામાં વધારો કરી શકશો. તેમજ તમારું પશુ ઉનાળા દરમ્યાન બિમાર પડવાની શક્યતાઓ ઘટી જશે. તો ચાલો મિત્રો ઉનાળામાં પશુની કાળજી માટે આપણે કરવાના ઉપાયો વિશે જાણીએ.  

પીવા માટેનું સુધ્ધ પાણી

પશુ પાલક મિત્રો,પશુને ઉનાળા દરમિયાન પુષ્કળ પાણીની જરૂર હોય છે. જેમ આપણને પણ ઉનાળામાં વારંવાર તરસ લાગે છે અને પાણી પીવું પડે છે. એવી જ રીતે પશુને પણ ગરમીને કારણે પાણીની ખૂબ જરૂર પડે છે. વળી દૂધમાં પણ પાણીનું પ્રમાણ 80% હોય છે એટલે સહેજ પણ આપણે સમજી શકીએ કે પશુને થતી પાણીની કમી દૂધ ઉત્પાદન અને તેના સ્વાસ્થ્ય ઉપર પડે છે. સામાન્ય રીતે શિયાળા દરમિયાન પશુ વધુમાં વધુ બે વખત પાણી પીવે છે. પરંતુ ઉનાળા દરમિયાન પશુને ઓછામાં ઓછું ત્રણથી ચાર વાર પાણી પીવડાવવું જોઈએ. પશુ પોતાની પાણી પીવાની ટેવ અનુસાર જ પાણી પીવે છે. જો તમે પશુ માટેનો તબેલો ધરાવવો છો અને તેમાં ઓટોમેટિક પાણીનાં ટબ મુકેલ છે તો પ્રશ્ન રહેતો નથી. પરંતુ તમે અવાડામાં અથવા હોજમાં તમારા પશુને પાણી પીવડાવો છો તો નીચે આપેલ સમય મુજબ ચાર વખત પાણી પીવડાવવાનું રાખશો.

  • સવારે છ કલાકે પાણી પીવડાવ્યા પછી દૂધ દોહન દોહન કરવું જોઈએ. ત્યારબાદ બપોરે 12:00 કલાકે અને  સાંજના પાંચ કલાકે અને રાત્રે 8:00 કલાકે તમારા પશુને પાણી આપવું જોઈએ.
  • ઘણી વખત અવાડાની ગંદકી અને વાસ આવવાના કારણે પશુ પાણી ઓછું પીવે છે માટે અવાડો અથવા પાણીનાં તબ ચોખ્ખાં અને પાણી નિયમિત અને તાજું ભરવું જોઈએ.
  • અવાદના ઉપરના ભાગને ઢાંકવો જોઈએ તેમજ છોયડો આવવો જોઈએ જેથી ઉનાળામાં પાણી ઠંડુ રહે.

પશુનું રહેઠાણ (કોઢ )

ઉનાળા દરમિયાન પશુનું રહેઠાણ પણ ગરમી સામે રક્ષણ મળે તે પ્રકારનું રાખવું જોઈએ. તેની કોઢ ને હંમેશા ચોખ્ખી રાખો. જો કોઢનું છાપરું  લોખંડના પતરા કે ગરમી લાગે તેવું હોયતો  હોવાનું વધારાનું ઘાસ નાખીને છતને ઠંડી રાખો. આ ઉપરાંત બપોરે તમારા દુધાળા પશુને પાણીથી નવડાવવું જોઈએ. અથવા કોઢમાં પાણીનો છંટકાવ કરવો જોઈએ.

SBI Solar Rooftop Loan: SBI સસ્તા વ્યાજ દરે સોલર પેનલ લગાવવા માટે આપી રહી છે લોન

ઘણા ખેડૂતો દ્વારા પશુઓ માટે પંખાની સુવિધા પણ કરવામાં આવેછે. જો અનુકૂળતા હોય તો તમે પણ પશુની કોઢમાં અથવા તબેલામાં પંખા ની વ્યવસ્થા કરી શકો છો. અથવા ખાસ  ટટ્ટી લગાવી ઠંડક કરી શકો છો.

ઉનાળામાં ઘાસચારાની પસંદગી

ઉનાળાની સિઝનમાં પશુઓને લીલો ઘાસચારો વધુ પ્રમાણમાં આપવામાં આવે તો પાણીની જરૂરિયાત પૂરી કરી શકાય છે. લીલા ઘાસચારામાં રહેલું પાણી તેની પાણીની જરૂરિયાતને પૂરી કરશે ઉનાળા દરમિયાન દુધાળા પશુને લીલા ઘાસ ચારામાં રજકો, મકાઈ, ઘાસચારાની જુવાર, વગેરે લીલો ઘાસચારો તેમજ સૂકા ઘાસચારાને બદલે સાઇલેજ નો ઉપયોગ  વધુ માત્રામાં કરવો જોઈએ.

મીનરલ મિક્સ અને પશુ દાણ

Increase Milk Production: આજકાલ બજારમાં વિવિધ પ્રકારના ખનીજ દ્રવ્યો એટલે કે મિનરલ મિક્સ અને  પશુ દાણ ની અનેક વેરાયટીઓઉપલબ્ધ છે. પશુપાલક મિત્રો આપ  સ્ટાન્ડર્ડ અને ક્વોલીટીનું મિનરલ મિક્સ અને સારી ગુણવત્તા વાળા દાણની પસંદ કરીને પછીજ ખરીદી કરવી જોઈએ. હલકી ગુણવત્તાવાળા પશુ આહારનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

Mango Price in Gujarat: કેસર કેરીની આવક શરૂ, જાણો આજના કેસર કેરીના તાજા બજાર ભાવ

વિયાણ પછી પૂરક આહાર

Increase Milk Production: પશુના વિયાણ પછી 15 દિવસ સુધી તમે તેલ, દેશી ગોળ, અને ઘઉના ભૈડણને  મિક્સ કરીને  દરરોજ સાંજે 500 ગ્રામ ની માત્રામાં 15 દિવસ સુધી આપવાથી પશુની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે. દૂધ ઉત્પાદનની ક્ષમતામાં પણ વધારો કરશે. તેમ છતાં જ્યારે પશુને  ખોરાક નાખાવાના  અથવા બીમારીના લક્ષણ દેખાય તો ડોક્ટરની વિઝીટ કરાવી સારવાર કરાવવી જોઈએ.  તેમજ બીમાર પશુને સામૂહિક અવાડામાં પાણી પીવડાવવાને બદલે અલગ વાસણમાં પાણી આપવું જોઈએ

દૂધ દોહનમાં કાળજી

મિત્રો દૂધ દોહતી વખતે પણ કેટલીક કાળજી રાખવી જોઈએ. જેમકે દૂધ દોહતાં પહેલાં ચોખ્ખા હુફાળા પાણીથી હાથ ધોઈ પશુના આઉ અને આંચલને બરાબર સાફ કરવા જોઈએ તેમજ દૂધ દોહયા પછી પણ તરતજ હુફાળા પાણીથી આઉ અને આંચળ બરાબર ધોવા જોઈએ. જેથી આંચળ પર રહેલું દૂધ દૂર થશે. જેથી આંચળ બંધ થવો આંચલનું ઇંફેશન થવાની શકયતો ઘટશે.

આ પણ વાંચો : Bamboo Cultivation: એક વખત વાવો 40 વખત લણો, ખેડૂત મિત્રો આ ખેતી અપનાવો, ધૂમ કમાણી સાથે આપની જમીન પણ સુધારશે

ઉનાળા દરમ્યાન આપના પશુને ગરમીથી બચાવવા માટે પૂરતું પાણી, લીલો ઘાસચારો, પશુને બાંધવાની જગ્યા હવા ઉજાસ અને ઠંડક આપે તેવી,અનુકૂળ, અને ઉત્તમ ગુણવત્તાનું પશુ દાણનો ઉપયોગ કરવાથી ઉનાળામાં પણ પશુઓની દૂધ ઘટશે નહી અને આપનું પશુ પણ સ્વસ્થ રહેશે. પરંતુ દૂધ ઉત્પાદન માટે પશુની ઓલાદ,આબોહવા અને પશુનો ખોરાક પણ અગત્યનો ભાગ ભજવે છે.

જો મિત્રો તમને અમારો આ Tips to Increase Milk Production નો લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે સેર કરો અને વધુ માહિતી માટે અમારા વોટસએપ ગ્રૂપમાં જોડાઓ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment