Bamboo Cultivation: એક વખત વાવો 40 વખત લણો, ખેડૂત મિત્રો આ ખેતી અપનાવો, ધૂમ કમાણી સાથે આપની જમીન પણ સુધારશે

Bamboo Cultivation : નમસ્કાર ખેડૂત મિત્રો ! આજકાલ ખેતી કરવી ખૂબ જ કઠિન થઈ રહી છે. રાસાયણિક દવાઓ, બિયારણ વગેરેના ખર્ચા વધી ગયા છે. કેટલાક ખેડૂત મિત્રોએ ખેતીની સાથે સાથે આધુનિક ખેતી અપનાવીને આવક વધારવાના પ્રયત્નો કર્યા છે. આધુનિક ખેતીમાં ફલપાક જેમ કે દાડમ, જામફળ, ખારેક જેવા બાગાયતી પાકો અથવા તો ઇમારતી લાકડું આપતાં કિંમતી વૃક્ષો જેવા કે ચંદન, લીમડો, સાગ, મોહગની વગેરે વૃક્ષોની ખેતી કરી રહ્યા છે. પરંતુ ખર્ચાળ ખેતી કરી આવક મેળવવાના પ્રયત્નોમાં ક્યારે નિષ્ફળતા મળતાં ખેડૂતને મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો પણ આવે છે.

Bamboo Cultivation

Bamboo Cultivation: મિત્રો, આજે હું ખેતીની ઓછા ખર્ચે આવક મેળવી શકાય તે માટે ખર્ચાળ વૃક્ષો વાવવાને બદલે વાંસની ખેતી કરી 40 વર્ષ સુધી આવક મેળવવા માટે આ લેખમાં આપને વિગતવાર માહિતી આપી રહ્યો છું. વાંસની ખર્ચ વગરની ખેતી છે. તેમાં દવાઓ અને રાસાયણિક ખાતરનો કોઈ ઉપયોગ કરવો પડતો નથી. પિયત તમારી અનુકૂળતા અને સગવડ મુજબ આપી શકો છો. જંગલી પશુઓ દ્વારા બગાડ થવાની શક્યતા પણ રહેતી નથી. વાંસનો એક છોડ રોપવાથી 40 વર્ષ સુધી એકધારી આવક મળતી રહે છે તેથી દર સિઝનમાં વાવેતર કરવાનો ખર્ચ ખેડૂતને ભોગવવો પડતો નથી.

વાંસની ખેતીની રીત :

  • તમારા ખેતરમાં વાંસની ખેતી કરવા ઇચ્છતા હોતો ઊભા 10 ફૂટને ગાળે વાંસના છોડને રોપવો. બે હાર વચ્ચે 15 ફૂટ અંતર રાખવું.અંતર એટલા માટે રાખવાનું છે કે કટિગ વખતે વાંસ કાઢવામાં તકલીફ ના પડે.
  • તમે વાંસનો વધુ વિકાસ થાય તે માટે છાણિયું ખાતર અનુકૂળતા મુજબ આપી શકો છો.
  • વાંસના છોડને વધુ પિયતની જરૂર નથી.જરૂર પૂરતું પિયત આપી શકો છો.
  • વાંસના એક રોપાની નર્સરીની કિમત 40 થી 45 રૂપિયામાં પડશે.
  • પોલા વાંસને બદલે ભરેલા વાંસની ટૂંડા વેરાયટી સારી રહેશે તેમ છતાં ખેડૂત અભ્યાસ કરી ઇચ્છિત વેરાયટી પસંદ કરી શકે છે.
  • જંગલી રોઝ ભૂંડ વગેરે વાંસના ખેતરને નુકસાન કરતાં નથી.
  • ટપક પધ્ધતિ હોયતો સારું ના હોયતો ધોરીયો અથવા નિક દ્વારા પાણી આપી શકાય.
  • ગમે તે સમયે વાંસ રોફી શકાય પરંતુ કોઈ પણ રોપણી આશ્લેષા નક્ષત્ર શ્રાવણ માસમમાં કરવાથી છોડનો વિકાસ અને આ સમયે થતાં ઝરમરિયા વરસાદથી છોડને પ્રમાણ સાર પાણી મળી રહે છે. રોપો નિષ્ફળ જતો નથી.
  • વાંસ રોપવા માટે 1 ફૂટ બાય 1 ફૂટનો ખાડો કરી વાંસ રોપવો. વરસાદ ના હોયતો પાણી આપવું.

Mango Price in Gujarat: કેસર કેરીની આવક શરૂ, જાણો આજના કેસર કેરીના તાજા બજાર ભાવ

આ ખેતીથી મળતું ઉત્પાદન અને આવક

સામાન્ય રીતે ત્રણ વર્ષની અંદર વાંસના એક છોડમાં ત્રણ ચાર વાંસ ફૂટશે.  નવા ફૂટતા વાંસ પ્રમાણમાં મજબૂત અને જાડા હશે ત્રણ વર્ષે તમે વાંસની કાપણીની શરૂઆત કરી શકશો. વાંસના દરેક ઝૂંડમાથી તમે પરિપકવ વાંસ કાઢતાં છોડ દીઠ તમને એક અથવા બે વાંસ મળશે.પાંચ વર્ષ પછી વાંસના દરેક ઝુંડ માંથી તમને પાંચ કે વધુ વાંસ મળશે. આમ વાંસની સંખ્યા વર્ષો વર્ષ વધતી જશે. તમે 40 વર્ષ સુધી વાંસની આ રીતે કમાણી કરતા રહેશો.

જો એક વિઘા માં વાંસનું વાવેતર કરવામાં આવેતો અંદાજિત 150 રોપા રૂપિયા 45 ના ભાવે લાવતાં રોપાનો ખર્ચ 6745 તેમજ ખાડા કરવાનો ખર્ચ 5 રૂપિયા લેખે 750 રૂપિયા એટલેકે વાવેતરનો ખર્ચ માત્ર વિઘે 7500 થશે હવે બે વર્ષ સુધી આંતર પાક લઈ શકાશે જ્યારે ત્રીજા વર્ષથી એક વાંસનો રોપો 2 વાંસ ઓછામાં ઓછા આપેતો 300 વાંસ મળે 300 વાંસના 120 રૂપિયાના હૉલ સેલ ભાવે વેચાતા 36000 રૂપિયા મળે. વીઘા દીઠ મળે

Bonsai Tree Farming: આ બોંસાઈ છોડનો બિઝનેશ શરુ કરીને મહિને કમાઓ લાખો રૂપિયા, જાણો તેના અઠળક ફાયદાઓ

પાંચ વર્ષે વાંસના દરેક ઝુંડમાંથી 5 કે તેથી વધુ વાંસ મળે એટલે વીઘા દીઠ 150 ᳵ5 =750 વાંસ મળે તેના 120 રૂપિયાના ભાવે વેચતાં 90000 રૂપિયા તેમજ પાંદડાંમાંથી પણ આવક મળે એક વિઘામાંથી મળે આ રીતે દરેક સિઝનમાં વાવેતર ખર્ચ કર્યા વગર ખેડૂતની આવક 40 વર્ષ સુધી મળતી રહે.

વાંસનું વાવેતર જમીન સુધારે :  

આજે ખેતરમાં વારંવાર વાવેતર કરવાથી અને રાસાયણિક ખાતર વગેરે નાખવાથી જમીન અસ્વસ્થ અને મૃતપ્રાય બની રહી છે. વાંસના વાવેતર દરમ્યાન વર્ષો સુધી પાંદડા જમીનમાં સડવાથી સેંદ્રિય ખાતર બનાવે અને વર્ષો સુધી આમ થવાથી જમીન નવસાધ્ય બની ખેડૂતને ફળદ્રુપ જમીન મળે એ સૌથી મોટો ફાયદો ખેડૂતને થાય.  

રાજ્યમાં ઘણા ખેડૂતોએ વાંસની ખેતી અપનાવી છે. જે મિત્રો વાંસની ખેતી કરતાં પહેલાં વાંસના ખેતરની મુલાકાત લઈ ખેડૂતનો અભિપ્રાય પણ લઈ શકે છે. ઉપલેટા તાલુકાના ઘણા ખેડૂત મિત્રોએ વાંસની ખેતી અપનાવી છે. આપ પણ તે ખેડૂત મિત્રોના ખેતરની મુલાકાત કરી શકો છો. અથવા કોમેંટમાં અમને પણ આપના અભિપ્રાય જણાવશો તેવી વિનંતી .

અગત્યની લિંક્સ :

વાંસના રોપા અને માહિતી (નવસારી એગ્રી.યુનિ.)અહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહી ક્લિક કરો

Leave a Comment