ગુજરાતનાં એરંડાનાં પીઠાં ગણાતાં માર્કેટ યાર્ડો એરંડાની આવકોથી છલકાયાં પરંતુ ભાવ તળિયે જતાં ખેડૂતોમાં નિરાશાનું વાતાવરણ શું આવકો વધવાથી ભાવમાં જોવા મળી રહ્યો છે ઘટાડો
આજ રોજ ગુજરાતનાં એરંડાનાં પીઠાં ગણાતાં માર્કેટ યાર્ડમાં એરંડાની આવકો મોટા પ્રમાણે રહેવા પામી હતી.જ્યારે ભાવમાં મોટો ઘટાડો થતાં ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વિવિધ એરંડા પીઠાના માર્કેટ યાર્ડમાં એરંડાની આવકોમાં મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે એરંડાના પાવો સતત ઘટી રહ્યા છે.
ગુજરાતમાં ગત વર્ષની સરખામણીમાં એરંડાનું ઉત્પાદન પ્રમાણમાં ઓછું હોવાનું પ્રગતિશીલ અને જાણકાર ખેડૂતો સહિત જાણકારો માની રહ્યા છે. ત્યારે કેટલાક અનુભવી એવું જણાવી રહ્યા છે કે એરંડાના પાક માં કોઈ ઘટાડો જોવા મળશે નહીં. હાલમાં એરંડાની સીઝન પૂર્ણતાને આરે છે જ્યારે ઘણા ખરા ખેડૂતોએ એક મહિના પહેલાં જ એરંડાના પાકને કાઢીને ઉનાળુ બાજરીનું વાવેતર કરી દીધું છે. હાલમાં ગુજરાતમાં એરંડાની આવકો મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. આજના આ આર્ટિકલમાં અમે આપને ગુજરાતના એરંડા પીઠાંના વિવિધ માર્કેટ યાર્ડમાં એરંડાની કેટલી આવક રહી અને ખેડૂતોને એરંડાના કેટલા ભાવ મળ્યા તે વિશે આપણે જાણીએ.
ગુજરાતનાં માર્કેટયાર્ડો એરંડાની આવકોથી છલકાયાં
આજરોજ ગુજરાતના એરંડા પીઠાંના વિવિધ માર્કેટ યાર્ડમાં એરંડાની કુલ આવકો 1,73,300 ગુણીની જોવા મળી રહી છે. જ્યારે ગુજરાતમાં વિવિધ માર્કેટયાર્ડમાં એરંડાનો સરેરાશ ભાવ 1081 થી 1109 રૂપિયા ખેડૂતોને મળ્યો છે. ઉંચા ભાવની આશા રાખીને બેઠેલા ખેડૂતોએ સિઝન પૂર્ણ થતાં અને ઉનાળાની લગ્ન સિઝન શરૂ થતાં તેમનો એરંડાનો પાક છેવટે વેચવા માટે કાઢતાં ગુજરાતનાં એરંડા પીઠાનાં માર્કેટયાર્ડો એરંડા થી ઉભરાઈ રહ્યા છે. જ્યારે એરંડાના ભાવ છેક તળિયે પહોંચતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.
આજરોજ ગુજરાતના એરંડાનું મહત્વનું ગણાતું કડી માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 10,800 ગુણીની રહી હતી. જ્યારે કડી ગંજ બજારમાં એરંડાનો ભાવ ₹1,088 થી રૂપિયા 1180 જોવા મળ્યો હતો.જ્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 7,500 ગુણીની રહી છે. જ્યારે આજનો એરંડાનો ભાવ ₹1,095 થી ₹1,115 ખેડૂતોને મળ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના થરા માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 1670 ગુણીની રહી છે. જ્યારે થરા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને એરંડાના ભાવ રૂપિયા 1,085 થી ₹1,15 મળ્યા હતા. દિયોદર માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 4400 ગુણીની રહી છે. જ્યારે દિયોદર ગંજ બજારમાં એરંડાના ભાવ 1080 થી રૂપિયા 1110 ખેડૂતોને મળ્યા છે.
આજરોજ રાધનપુર માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 5000 ગુણની રહી હતી. જ્યારે રાધનપુર માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ ₹1,095 થી ₹1117 રહ્યા હતો. જ્યારે થરાદ માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 8500 ગુણીને રહી છે. જ્યારે થરાદ માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ ₹1,080 થી રૂપિયા 1110 રહ્યા હતા. આજરોજ હારીજ માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 7300 ગુણીની રહી છે. જ્યારે હારીજ ગંજ બજારમાં એરંડાનો ભાવ ₹1060 થી રૂપિયા 1105 ખેડૂતોને મળ્યો છે.
આજરોજ પાટણ માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 18070 ગુણની નોંધાય છે. જ્યારે પાટણ માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ ₹1,080 થી રૂપિયા 1120 ખેડૂતોને મળ્યા હતા. સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં આજરોજ એરંડાની આવક 5100 ગુણની રહી હતી. જ્યારે સિદ્ધપુર ગંજ બજારમાં એરંડાનો ભાવ ₹1,075 થી રૂપિયા 1119 ખેડૂતોને મળ્યો હતો.
જ્યારે વિસનગર માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 6,500 ગુણીની રહી હતી. જ્યારે એરંડાનો ભાવ વિસનગર માર્કેટ યાર્ડમાં રૂપિયા 1080 થી રૂપિયા 1110 નો રહ્યો હતો.
ગુજરાતના માર્કેટયાર્ડના આજના એરંડાના ભાવ
માર્કેટ યાર્ડનું નામ | ભાવ (ઊંચા ) |
ભીલડી માર્કેટ યાર્ડ | 1105 |
લાખણી માર્કેટ યાર્ડ | 1110 |
મહેસાણા માર્કેટ યાર્ડ | 1095 |
કાલોલ માર્કેટ યાર્ડ | 1103 |
માણસા માર્કેટ યાર્ડ | 1112 |
વિજાપુર માર્કેટ યાર્ડ | 1141 |
હીમતનગર માર્કેટ યાર્ડ | 1107 |
રાજકોટ માર્કેટ યાર્ડ | 1078 |
તલોદ માર્કેટ યાર્ડ | 1100 |
દહેગામ માર્કેટ યાર્ડ | 1085 |
મોડાસા માર્કેટ યાર્ડ | 1100 |
ગોજારિયા માર્કેટ યાર્ડ | 1100 |
પાંથાવાડા માર્કેટ યાર્ડ | 1109 |
ડીસા માર્કેટ યાર્ડ | 1095 |
પાલનપુર માર્કેટ યાર્ડ | 1117 |
Read More:- Price of Mango: કેરીના ભાવમાં ફરી થોડો ઘટાડો જોવા મળ્યો, જાણો આજના કેરીના ભાવ
મિત્રો,નમસ્કાર અમોને વિવિધ માધ્યમઓ અને માર્કેટયાર્ડ સાથે જોડાયેલ અગ્રણી વેપારીઓ દ્વારા મળેલી માહિતી આપની જાણકારી માટે અમે રજૂ કરીએ છીએ. અમે ભાવ વધવા કે ઘટવા વિશે અથવા માલ વેચવો કે સ્ટોક કરવો તે બાબતે કોઈ અભિપ્રાય આપતા નથી. આ લેખ માત્ર સામાન્ય જ્ઞાન માટે લખવામાં આવેલ છે. અમારો આજનો એરંડાના ભાવ વિશેનો લેખ આપને જરૂર ગમ્યો હશે આપ આપના અભિપ્રાય કોમેંટમાં જણાવશો આપનો ખૂબખૂબ આભાર !