વિશ્વનો પ્રથમ મોબાઈલ કોણે બનાવ્યો, ભારતમાં પ્રથમ મોબાઈલ ક્યારે આવ્યો?

વિશ્વનો પ્રથમ મોબાઈલ: મિત્રો અત્યારના આધુનિક યુગમાં તમે હવે જોઈ શકો છો કે મોબાઇલમાં નવી ટેકનોલોજી દિવસે દિવસે એડ થતી જાય છે. તેમ વિવિધ સુવિધાઓ પણ મોબાઈલ દ્વારા એક્સેસ કરી શકાય છે, તો તમે શું વિચાર્યું હતું કે તમે જ્યારે નાના હતા ત્યારે આ સ્માર્ટફોનની ટેકનોલોજી આટલે બધે વધી જશે. ત્યારે એવું વિચારમાં આવતો હશે કે વિશ્વનો પ્રથમ મોબાઈલ કોણે બનાવ્યો હશે અને કેવી રીતે બનવ્યો હશે. તો આજે આપણે આ લેખના માધ્યમથી તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું

મિત્રો 1900 ના દશકમાં એવું કોઈને તો વિચાર્યું હશે કે ભવિષ્યમાં હજારો કિલોમીટર દૂર બેઠા બેઠા પણ એક વ્યક્તિ બીજા વ્યક્તિથી વિડિયો ચેટ અને કોલ દ્વારા ઘરે બેઠા બેઠા વાત કરી શકશે. ત્યારે આ આધુનિક ટેકનોલોજીના જમાનામાં આ બધું જ શકય બન્યું છે. જેના લીધે 21 મી સદીના લોકો હજુ પણ નવી AI ટેકનોલોજી યુગ તરફ આગળ વધી રહ્યા છે. તો આપણે જાણવું જોઈએ કે આને શરૂઆત ક્યારથી થઈ હતી અને સૌ પ્રથમ ટેલીફોનની શોધ કોણે કરી હતી.

તમને થતું હશે કે જ્યારે આટલી સુવિધાઓ અને ટેકનોલોજી નથી ત્યારે એક રૂમમાં શાંતિથી બેઠેલો માણસ કેવી રીતે મોબાઈલ ફોન વિશે વિચારી શકે અને તેના દ્વારા એકથી બીજા વ્યક્તિની સંપર્ક થાય તેવું કેવી રીતે બનાવવાનું વિચારી શકે. આ સાથે તમને એમ પણ થતું હશે કે આ મોબાઈલ કોણે બનાવ્યો છે ત્યારે આજે આપણે આ બધા પ્રશ્નોનો જવાબ તમને આલેખ માધ્યમથી મળી જશે.

વિશ્વનો પ્રથમ મોબાઈલ કોણે બનાવ્યો?

મિત્રો વિશ્વનું પ્રથમ મોબાઇલ ફોન માર્ટીન કૂપર નામના વ્યક્તિએ બનાવ્યો હતો. જે એક અમેરિકન એન્જિનિયર હતો. આ મોબાઈલ ફોન બનાવવા માટે તેમના દ્વારા લગભગ ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હતો અને જ્યારે આ મોબાઈલ ફોન બનીને તૈયાર થઈ ગયો હતો ત્યારે માર્ટીન કુપરને પણ એમ નહોતું વિચાર્યું કે આવું પણ બની શકે.

મિત્રો વિશ્વનું પ્રથમ મોબાઇલનને 3 એપ્રિલ 1973 ના રોજ ટેસ્ટિંગમાં મુકાયા હતો, જ્યારે તેનો પ્રથમ વખત ઉપયોગ થયો હતો અને આ દિવસથી ઇતિહાસના એક નવા પાંનાની શરૂઆત થઈ હતી. મિત્રો તમને જણાવી દઈએ કે વિશ્વનું સૌથી પ્રથમ ફોન મોટોરોલા કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો અને જે માર્ટીન કૂપરના નામ પરથી જ કંપનીનું નામ રાખવામાં આવ્યું હતું. અને માર્ટીન કૂપર પણ આ કંપનીમાં કામ કરતો હતો અને ત્યારબાદ તેને મોબાઈલ વાયરલેસ ટેકનોલોજી સાથે કેવી રીતે કનેક્ટ કરી અને વાયરલેસ મોબાઇલ બનાવવા પર કામ શરૂ કર્યું હતું અને જેમાં સતત ત્રણ વર્ષ સુધી કામ મહેનત કરીને તે સફળ થયો હતો.

વિશ્વનો પ્રથમ ફોનનું નામ શું હતુ?

મિત્રો જો વિશ્વના પ્રથમ ફોનની વાત કરીએ તો તે Motorola DynaTAC 8000X હતો જેમ માર્ટીન કૂપર દ્વારા બનાવવામાં આવ્યો હતો અને અમે ઉપરોક્ત જણાવ્યું કે આ ફોનમાંથી સૌપ્રથમ કોલ 3 એપ્રિલ 1973 ના રોજ ટેસ્ટીંગમાં કરવામાં આવ્યો હતો અને જે માટે માર્ટીન કૂપર દ્વારા તેના જ એક હરીફ જોયેલ એંગલને કરવામાં આવ્યો હતો અને તે પણ મોબાઈલ ફોન ટેકનોલોજી પર કામ કરી રહ્યો હતો.

મિત્રો આ મોબાઈલ અન્ય વિશેષતા વિશે વાત કરીએ તો પૈસોનો પ્રથમ મોબાઇલ ફોનનું વજન લગભગ બે કિલોગ્રામ હતું અને તેની બેટરી 10 કલાક સુધી ચાર્જ માટે સમય લેતી હતી અને ત્યારબાદ મોબાઈલ ફોનમાં બેટરી માત્ર એક કલાક સુધી જ ચાલતી હતી. જેથી કહી શકાય કે આ ફોન માત્ર શોધ કરતા હોય એ પોતાની શોધને એક સફળતા માટે તેને બનાવ્યું હતું તેને વેચાણ માટે બનાવ્યો ન હતો.

Read More:- ગુજરાતનાં માર્કેટયાર્ડો એરંડાની આવકોથી છલકાયાં, પરંતુ ભાવ તળિયે જતાં ખેડૂતોમાં નિરાશાનું વાતાવરણ

વિશ્વનું પ્રથમ ફોને બ્લેક ફોન હતો અને વર્ષ 1982 માં ફોન ના તમામ પરીક્ષણો પૂર્ણ થતા તેને બજારમાં 2949 ડોલરના ભાવે વેચાણ માટે રજૂ કરવામાં આવેલું હતું.

ભારતમાં પ્રથમ મોબાઇલ ક્યારે આવ્યો

મિત્રો આપણે જાણ્યું કે વિશ્વનું પ્રથમ મોબાઇલ તો વર્ષ 1973 માં લોન્ચ થયો હતો પરંતુ જો ભારતમાં વાત કરીએ તો ભારતમાં વર્ષ 1995 માં પ્રથમ મોબાઈલ લોન્ચ થયો હતો અને 31 જુલાઈ 1995માં ભારતમાં મોબાઇલ ફોન પર પ્રથમ કોલ આવ્યો હતો અને જે ફોન પશ્ચિમ બંગાળના તાત્કાલિન મુખ્યમંત્રી જ્યોતિ બસુએ કોલકાતા થી દિલ્હીના સંચાર મંત્રી સુખરામને કર્યો હતો.

આ ટેકનોલોજી ની શરૂઆત થઈ હતી ત્યારે આ મોબાઈલ ફોનની કિંમત ₹1,00,000 ની હતી અને જે તે સમય માટે સૌથી મોંઘી વસ્તુ કહી શકાય કેમ કે ત્યારે તો સોનાના ભાવ પણ એટલા નોહતા. જ્યારે આજના સમયમાં મોબાઇલ ફોન ને કોઈ વેલ્યુ અને કિંમત જ નથી એમ કે દરેક વ્યક્તિ એક નહીં પણ બે બે મોબાઇલ લઈને ફરતા હોય છે.

તો મિત્રો તમને આ વિશ્વનો પ્રથમ મોબાઈલ વિષેની માહિતી કેવી લાગી અને તેનો અભિપ્રાય કોમેન્ટ બોક્સથી અમને જણાવજો અને જો તમે આવી અવનવી વધુ માહિતી મેળવવા માંગતા હોવ, તો અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો અને અમને Google News પર પણ ફોલો કરી શકો છો, આભાર.

Read More:- Gujarat Summer Vacation Date: રાજ્યમાં ઉનાળુ વેકેશનની તારીખ થઈ જાહેર, કુલ 35 દિવસનું રહેશે વેકેશન

Leave a Comment