Price of Mango: કેરીના ભાવમાં ફરી થોડો ઘટાડો જોવા મળ્યો, જાણો આજના કેરીના ભાવ

Price of Mango: ગુજરાતમાં વખણાતી કેસર સ્વાદના રસીયાઓ અને આબાલ વૃધ્ધ સૌની પહેલી પસંદ હોય છે. બહારથી લીલીછમ દેખાતી અંદરથી પ્યોર કેસરી અને સાકર કરતાં પણ મીઠી હોવાથી ભારત સહિત સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. શિયાળામાં ઓછી ઠંડી અને કમોસમી વરસાદ અને બગડેલા હવામાનના કારણે કેરીના ઉત્પાદનમાં ઘટાડો હોવાનું પણ ઘણા ખેડૂતો જણાવી રહ્યા છીએ. 

Price of Mango in Gujarat

ઉનાળામાં કેરી ગીર સોમનાથના તલાળા પંથક અમરેલી જીલ્લો, કચ્છ, અને ભાવનગર સહિતના વિવિધ જિલ્લાઓમાં કેરીનું ઉત્પાદન થતાં હવે બજારમાં કેરીની આવકો વધતાં ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહેલ છે. આ ઉપરાંત ગુજરાતના સૌરાષ્ટ્ર સિવાયના અને મહારાષ્ટ્રનાં રત્નાગીરી વગેરે જિલ્લામાંથી કેરી માર્કેટમાં આવી રહી છે. જો કેરીનું ઉત્પાદન ઓછું થશેતો નજીકના સમયમાં કેરીના ભાવમાં વધારો પણ થઈ શકે છે. કેટલાક ખેડૂતોએ કેસર કેરીનું ઉત્પાદન નાં મળતાં તેમનાં આંબાવાડીયા કાઢી નાખ્યાં હોવાના સમાચાર પણ મીડિયાના માધ્યમથી જાણવા મળી રહ્યા છે.  

 હાલમાં તાલાલા,જુનાગઢ,અમરેલી,જામનગર,ગોંડલઅને ભાવનગર જિલ્લામાં પણ કેરીની આવકો બજારમાં આવવા માંડી છે. અને બજારમાં કેરીનું વેચાણ જોવા મળી રહ્યું છે. ભાવની વાત કરવામાં આવે તો ભાવનગરમાં કેસર કેરીનો ભાવ 20kg ₹1300 થી રૂપિયા 2700  સુધી જોવા મળી રહેલ છે. ભાવનગર જિલ્લામાં મહુવા જેસર તળાજા વગેરે સેન્ટરમાં કેરીના પુષ્કળ બગીચાઓ આવેલા છે. તેમજ કેસર સહિત વિવિધ પ્રકારની કેરીઓનું હાલમાં ભાવનગર માર્કેટયાર્ડમાં  વેચાણ થઈ રહ્યું છે

ગોંડલ માર્કેટ યાર્ડમાં આજરોજ કેરીની આવક અને ભાવ વિશે જાણીએ રાજાપુરી,કેસર અને આફૂસ કેરીની આવકો થઈ છે. રાજાપુરી કેરીની આવક આજરોજ 7540 KGની રહી હતી.  જ્યારે  કેસર કેરીની આવક 92255 KG ની થઈ હતી. જુનાગઢ માર્કેટયાર્ડમાં કેરીના ભાવ 800 થી 2800 નો રહ્યો હતો જ્યારે કેસર કેરીની આવક 415 ક્વિન્ટલની રહી હતી. 

 જ્યારે આફૂસ કેરીની આવક 3300 KG ની થઈ છે. ગોંડલ માર્કેટયાર્ડમાં મહારાષ્ટ્રના રત્ના ગીરી  વગેરે જિલ્લામાંથી કેરીની આવકો મોટા પ્રમાણમાં થઈ રહી છે. જ્યારે ગોંડલ માર્કેટમાં આજરોજ કેરીના ભાવ જોઈએ તો આફૂસ કેરી 1800 થી 4000 ના ભાવ રહ્યા હતા.જ્યારે આફૂસ કેરીના સરેરાશ ભાવ 2900 રૂપિયાનો રહ્યો છે. 

જ્યારે રાજાપુરી  કેરીનોભાવ 800 થી 1000 રૂપિયાનો રહ્યો છે. જ્યારે રાજાપુરી કેરીનો સરેરાશ ભાવ 900 રૂપિયાનો રહ્યો છે. 

ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીનો ભાવ રૂપિયા 14000 થી 2400 રૂપિયા સુધીનો રહયો છે.જ્યારે કેસર કેરીનો સરેરાશ ભાવ આજરોજ રૂપિયા 1900 નો રહ્યો છે. 

Read More:- Gondal Market Yard Price: ગોંડલ માર્કેટયાર્ડમાં આજે ધાણા, લસણ, ડુંગળી અને સુકાં મરચાં જેવા મસાલા પાકોના ભાવ આટલા રહ્યા

Leave a Comment