Gondal Market Yard Price: ગોંડલ માર્કેટયાર્ડમાં આજે ધાણા, લસણ, ડુંગળી અને સુકાં મરચાં જેવા મસાલા પાકોના ભાવ આટલા રહ્યા

Gondal Market yard Price: ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અહીથી જાણો ધાણા,લસણ,ડુંગળી અને સુકાં મરચાં જેવા મસાલા પાકોના ભાવ : સૌરાષ્ટ્રનાં અગત્યનાં માર્કેટયાર્ડમાં ગોંડલ માર્કેટયાર્ડને અતિ મહત્વનું માર્કેટયાર્ડ ગણવામાં આવે છે. ગોંડલ માર્કેટયાર્ડમાં તમામ પ્રકારના ખેતીના પાકોમાં અનાજ,તેલીબિયાં, કઠોળ પાકો ઉપરાંત મસાલા પાકો જેવા કે ધાણા,જીરું,અજમો,સુવા વગેરે ઉપરાંત સૂકું લસણ,સુકાં મરચાનું પુષ્કળ પ્રમાણમાં ખરીદ વેચાણ કરવામાં આવે છે. આજે આપણે ગોંડલ માર્કેટયાર્ડમાં વિવિધ મહત્વના મસાલા પાકોની આવકો અને બજાર ભાવ વિશે આપણે અહીથી જાણીએ.

Gondal Market yard Price  :

આજરોજ ગોંડલ માર્કેટયાર્ડમાં શાકભાજી અને ફળપાક સિવાય ખેત ઉત્પાદનની 35 જેટલી વિવિધ પ્રકારની જણસીઓ વેચાણ માટે આવેલ છે. એજ ગોંડલ માર્કેટયાર્ડને શ્રેષ્ઠ માર્કેટયાર્ડ હોવાનું ગૌરવ અપાવે છે. સાથે સાથે ખેડૂત મિત્રો દ્વારા  ગોંડલ માર્કેટયાર્ડ પર મૂકવામાં આવેલ ભરોસો છે.

ગોંડલ માર્કેટયાર્ડના ભાવ અને માલની આવકો :

ગોંડલ માર્કેટયાર્ડમાં સૌથી વધુ આવક મગફળીની રહી છે. મગગફળી પછી સૌથી વધુ આવક ધાણાની રહેવા પામી છે. ધાણા તેમજ ધાણીનો આજની આવક 10020 ગુણીની રહી છે જ્યારે ભાવ રૂપિયા ધાણાનો ભાવ 801 થી 1826 રહ્યો છે.જ્યારે ધાણીનો ભાવ 901 રૂપિયાથી 2351 રૂપિયા સુધીનો રહ્યો હતો.

ગોંડલ માર્કેટયાર્ડનો લસણનો ભાવ :

ગુજરાતનાં ગોંડલ માર્કેટયાર્ડ સુકા લસણનું મહત્વનું પીઠું ગણાય છે. ગોંડલ માર્કેટયાર્ડમાં હાલમાં સુકાં લસણની આવક 1860 ગુણી ની આવક રહી હતી જ્યારે સુકાં લસણનો ભાવ ખેડૂતોને રૂપિયા 00 મળ્યો હતો.

ગોંડલ માર્કેટયાર્ડ ડુંગળીનો ભાવ :

લસણ,ડુંગળી અને સુકાં મરચાં માટે પ્રખ્યાત ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની આવક 9820 ગુણી જ્યારે સફેદ ડુંગળીની આવક 3870 ગુણીની રહી હતી. ગોંડલ માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીનો ભાવ રૂપિયા 81 થી 321 રૂપિયા જ્યારે સફેદ ડુંગળીનો ભાવ 210 રૂપિયાથી 272 રૂપિયા રહ્યો છે.

ગોંડલ માર્કેટયાર્ડ સુકાં મરચાંનો ભાવ :

આ ઉપરાંત સુકાં મરચાનું હબ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં સુકાં મરચાની બે વેરાયટી વેચાણમાટે આવેલ હતી જેમાં સુકાં મરચાં ઘોલર ની આવક 2420 ભારીની રહી છે જ્યારે ઘોલર મરચાનોભાવ 651 થી 2801 રૂપિયા ખેડૂતોને મળ્યા છે. જ્યારે સુકાં મરચાં પટ્ટો ની આવક 180 ભારીની રહી હતી સુકાં મરચાં પટ્ટો ભાવ રૂપિયા 501 થી 4601 રૂપિયા ખેડૂતોને મળ્યા છે.

ગોંડલ માર્કેટયાર્ડના ભાવ :

આ ઉપરાંત અન્ય આવકો જોઈએ તો આજરોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં સૌથી વધુ આવક મગફળીની થયેલ છે. મગફળીની આવક 14055 ગુણીની થયેલ છે જ્યારે આજરોજ મગફળી જાડીના ભાવ ખેડૂતોને 841 થી 1340 રૂપિયા મળ્યા હતા.

હાલમાં નવા ઘઉં બજારમાં આવતાં ગોંડલ માર્કેટયાર્ડમાં ઘઉની આવક 3430 ગુણીની રહી છે. જ્યારે ઘઉના બજારભાવ 460 રૂપિયાથી 666 રૂપિયા  રહ્યા છે.

Read More:- Post Recruitment 2024: ભારતીય પોસ્ટ ઓફિસમાં 10 પાસ પર પરીક્ષા વગર સીધી ભરતી

આ ઉપરાંત ગોંડલ માર્કેટયાર્ડમાં રોકડિયા પાકોની વેરાયટી જેવીકે જીરું,વરીયાળી,કપાસ સહિત અનેક 35 જેટલા ખેત ઉત્પાદનો વેચાણ માટે આવેલ છે. મિત્રો ગોંડલ માર્કેટયાર્ડના મહત્વના મસાલા  પાકો અને ભાવ વિશે અમારો આર્ટીકલ આપને જરૂર ગમ્યો હશે. આપ આપના અભિપ્રાય અમોને કોમેંટમાં જણાવી શકશો, તેમજ બજાર ભાવ વિશે પણ જણાવી શકો છો. અમારો આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર !

Leave a Comment