Arandana Bhav : એરંડાના ભાવ આજરોજ ગુજરાતનાં એરંડા પીઠાનાં માર્કેટ યાર્ડમાં એરંડાની આવકોમાં ઘટાડો જોવા મળતા ભાવમાં 20 રૂપિયાનો આંશિક વધારો જોવા મળ્યો છે. ગુજરાતનાં એરંડા પીઠાનાં માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 1,36,679 બોરીની થઈ હતી. જ્યારે વિવિધ માર્કેટ યાર્ડમાં એરંડાનો સરેરાશ ભાવ 1099 થી 1127 સુધી સરેરાશ જોવા મળ્યો હતો.
આજરોજ ગુજરાતનાં વિવિધ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂપિયા 1000 70 થી ₹1140 ઊંચામાં જોવા મળેલ છે. એરંડા પીઠાનાં મહત્વનાં માર્કેટયાર્ડ ગણાતા રાધનપુર માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ આજરોજ રૂપિયા 1140 જોવા મળેલ છે. જ્યારે રાધનપુર માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 20500 ગુણીની થઈ હતી.
માર્કેટયાર્ડમાં એરંડાની આવકો અને એરંડાના ભાવ
સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં આજે એરંડાની આવક 2,650 બોરીની થઈ હતી. જ્યારે એરંડાના ભાવ રૂપિયા 1100 થી 1135 ખેડૂતોને મળ્યા હતા. આજરોજ સૌથી વધુ આવક પાટણ માર્કેટયાર્ડમાં થઈ હતી. ભાભર માર્કેટયાર્ડમાં 12,500 ગુણીની થઈ હતી. જ્યારે ભાભર ગંજ બજારમાં એરંડાના ભાવ 1100 થી રૂપિયા 1129 સુધી ખેડૂતોને મળ્યા હતા.
કડી માર્કેટ યાર્ડમાં એરંડાની આવક ₹5,900 ગુણીની જોવા મળી હતી જ્યારે કડી માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ ₹1,095 થી 1119 રહ્યો હતો. સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 2,650 બોરીની થઈ હતી જ્યારે સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂપિયા 1100 થી 1135 જોવા મળ્યા હતા. થરાદ માર્કેટ યાર્ડમાં આજરોજ એરંડાની આવક 7000 બોરીની થઈ હતી જ્યારે એરંડાના ભાવ રૂપિયા 1105 થી 1135 જોવા મળ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના થરા માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 4070 બોરીની થઈ હતી. જ્યારે થરા માર્કેટયાર્ડમાં એરંડાનો ભાવ રૂપિયા 1100 થી 1130 નો રહ્યો હતો. ધાનેરા માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 6,100 બોરીની થઈ હતી. જ્યારે ધાનેરા માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ રૂપિયા 1110 થી 1124 ખેડૂતોને મળ્યો હતો.
ગુજરાતનાં એરંડા પીઠાનો મહત્વનું ગણાતું પાટણ માર્કેટ યાર્ડમાં આજરોજ એરંડાની આવક 14,543 ગુણીની થઈ હતી જ્યારે પાટણ માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ ₹1,080 થી રૂપિયા 1132 નો રહ્યો હતો. ડીસા માર્કેટયાર્ડમાં એરંડાની આવક 1000 બોરી ની જોવા મળી હતી જ્યારે ડીસા માર્કેટ યાર્ડ માં એરંડાનો ભાવ ₹ 1175 થી 1130 ખેડૂતોને મળ્યો હતો. દિયોદર માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 1600 બોરીની થઈ હતી જ્યારે દિયોદર માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂપિયા 1110 થી રૂપિયા 1130 ખેડૂતોને મળ્યા હતા.
Read More:- Mango Price Today: ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર અને રાજાપુરી કેરીના આજના ભાવ જાણો
હિંમતનગર માર્કેટ યાર્ડ માં આજરોજ એરંડાની આવક 700 ગુણીની રહી હતી જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ રૂપિયા 1120 થી 1130 નો રહ્યો હતો
ગુજરાતનો એરંડા પીઠા ના માર્કેટ યાર્ડના એરંડાના ભાવ – Arandana Bhav
માર્કેટયાર્ડનુંનામ | એરંડાના ભાવ (ઊંચા ) |
પાલનપુર માર્કેટયાર્ડ | 1127 |
ડીસા માર્કેટયાર્ડ | 1130 |
ધાનેરા માર્કેટયાર્ડ | 1124 |
થરાદ માર્કેટયાર્ડ | 1135 |
પાટણ માર્કેટયાર્ડ | 1132 |
હારીજ માર્કેટયાર્ડ | 1125 |
સિધ્ધપુર માર્કેટયાર્ડ | 1135 |
વિસનગર માર્કેટયાર્ડ | 1118 |
વિજાપુર માર્કેટયાર્ડ | 1124 |
આંબલીયાસણ માર્કેટયાર્ડ | 1100 |
કલોલ માર્કેટયાર્ડ | 1119 |
મહેસાણા માર્કેટયાર્ડ | 1121 |
કુકરવાડા માર્કેટયાર્ડ | 1122 |
દિયોદર માર્કેટયાર્ડ | 1130 |
ગોજારીયા માર્કેટયાર્ડ | 1125 |
હિંમતનગર માર્કેટયાર્ડ | 1130 |
મોડાસા માર્કેટયાર્ડ | 1110 |
દહેગામ માર્કેટયાર્ડ | 1110 |
પાંથાવાડા માર્કેટયાર્ડ | 1125 |
રાધનપુર માર્કેટયાર્ડ | 1140 |
તલોદ માર્કેટયાર્ડ | 1125 |
રાજકોટ માર્કેટયાર્ડ | 1110 |
ભીલડી માર્કેટયાર્ડ | 1120 |
લાખણી માર્કેટયાર્ડ | 1132 |
Read More:- Protect Crops from Animals: માત્ર 30 રુપીયામાં તમારા ખેતરમાં આવતા રખડ્તા ઢોરોને અટકાવો