BOI FD Scheme : બેંક ઓફ ઇન્ડિયાની 666 દિવસની જોરદાર ફિક્સ ડિપોઝિટ સ્કીમ 1 જૂનથી આપી રહી છે આકર્ષક વ્યાજ ,જાણો વિગતવાર

BOI FD Scheme : બેંક ઓફ ઇન્ડિયાની 666 દિવસની જોરદાર ફિક્સ ડિપોઝિટ સ્કીમ 1 જૂનથી આપી રહી છે આકર્ષક વ્યાજ ,જાણો વિગતવાર

નમસ્કાર મિત્રો ! આજે અમે આપને બેંક ઓફ ઈન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલી એક જોરદાર ફિક્સ ડિપોઝિટ સ્કીમ વિશે આપને જણાવવા જઈ રહ્યા છીએ. આજના ભૌતિક સુખ સગવડવાળા જીવનમાં દરેક વ્યક્તિ પોતાના અને પોતાનાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમના બાળકોના શિક્ષણ અને કારકિર્દી માટે તેમજ સામાજીક પ્રસંગો માટે નાણાંની બચત કરે છે. પરંતુ દરેક વ્યક્તિ પોતાના પૈસાનું રોકાણ કરતાં પહેલાં પોતાની કમાણીનાં નાણાંની સુરક્ષાનો પહેલો વિચાર કરે છે. અને સાથે સાથે બચત કરેલાં નાણાંનું યોગ્ય વળતર પણ મળે જો આપ આપનાં નાણાનું યોગ્ય જગ્યાએ બચત કરી સુરક્ષા સાથે સાથે વધુ વળતર મેળવાઈ ઇચ્છી રહ્યા છો તો અમે આપને બેન્ક ઓફ ઇન્ડિયા ની 666 દિવસની એફ.ડી. સ્કીમ વિશે આપને આજના આર્ટિકલમાં જણાવી રહ્યા છીએ.

BOI FD Scheme :

Bank of india ભારતની સહકારી બેંક છે. બેંક દ્વારા સમયાંતરે બચત માટેની વિવિધ આકર્ષક યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે. યોજનાઓ તેના ગ્રાહકો અને રોકાણકારોનાના લાભ માટે શરૂ કરવામાં આવતી હોય છે. બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એક વધુ ફાયદો કરાવતી એક 666 દિવસ ની એફડી સ્કીમ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે. તેમજ આ FD Scheme પર 1 જુન 2024 થી સ્કીમ ઉપર આકર્ષક વ્યાજદર પણ લાગુ કરવામાં આવેલા છે.

આકર્ષક વ્યાજદર :

નવા વ્યાજદરો મુજબ આ એફડી સ્કીમ પર સુપર સિનિયર સિટીઝનને 7.95 ટકા જેટલું બંપર વ્યાજ ચૂકવવામાં આવનાર છે. આ સ્કીમ માં રોકાણ કરવા માટેની રકમ 2કરોડ રૂપિયાથી ઓછી હોવી જોઈએ 80 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા સુપર સિનિયર સિટીઝનો માટેની આ એક જોરદાર એફ ડી સ્કીમ છે. તેમજ 80 વર્ષથી ઓછી અને 60 વર્ષથી વધુની ઉમર ધરાવતા સિનિયર સિટીઝનને પણ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આ એફ.ડી સ્કીમ ઉપર 7.8% જેટલું વ્યાજ ચૂકવવામાં આવશે. જ્યારે આ એફડી પર 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા સિનિયર સિટીઝનને પણ આકર્ષક વ્યાજ દરનો ફાયદો મળી રહ્યો છે. જ્યારે સામાન્ય નાગરિકોને bank of India ની આ 666 દિવસ વાળી એફડી માં 7.3 ટકા જેટલું બમ્પર વ્યાજ બેંક દ્વારા ચૂકવવામાં આવશે. એટલે કે બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ FD Scheme ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.

એફડી પર લોન :

બેન્ક ઓફ ઇન્ડિયા ની 666 દિવસની એફડી સ્કીમ ઉપર રોકાણકારોને સારું વ્યાજ આપવા સાથે સાથે તે અધવચ્ચે અને પાછળથી કોઈ કારણસર નાણાંની આકસ્મિક જરૂર ઊભી થાયતો બેંક દ્વારા FD Scheme પર રોકાણકારને લોન આપવાની પણ સુવિદ્યા બેક દ્વારા આપવામાં આવે છે. અથવા ગ્રાહક પોતાની જરૂરિયાત અનુસાર અધ વચ્ચેથી પણ પોતાની રકમને ઉપાડી શકે છે. એટલે કે આકર્ષક વળતર સાથે સાથે આકસ્મિક કારણોસર ગ્રાહકને વચ્ચે નાણાંની જરૂર ઉપસ્થિત થાય તો પણ પોતાના નાણાં તે પરત મેળવી શકે છે. એટલે રોકાણકારોએ એ પણ ચિંતા કરવાની જરૂર નથી કે નાણાંનું રોકાણ થઈ ગયા પછી આકસ્મિક જરૂર પડશે તો શું થશે ?

વિવિધ એફ.ડી સ્કીમ :

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં જો તમે 1 વર્ષના સમયગાળા માટે 10 કરોડ રૂપિયાનું અને એનાથી વધારે રકમનું રોકાણ કરો છો તો બેંક દ્વારા તમને એફડી પર 7.67 ટકા જેટલું સારું વ્યાજ આપવામાં આવે છે. એક વર્ષના ના સમયગાળા માટે 2 કરોડ રૂપિયા સુધીની ફિક્સ ડિપોઝિટ ઉપર 6.8% જેટલું બેંક દ્વારા વ્યાજ ચૂકવવામાં આવે છે. જ્યારે એક 1 વર્ષના સમયગાળા માટે તમે 2 કરોડ રૂપિયાથી વધારે પરંતુ 10 કરોડ રૂપિયાથી ઓછી રકમ માટે રોકાણ કરશોતો તમને બેન્ક દ્વારા 7.25% વ્યાજ ચૂકવવામાં આવશે.

એફડી મેળવવાની રીત :

દેશના કોઈ પણ નાગરિક પોતાનાં નાણાંનું રોકાણ કરવા માટે નાગરિકોએ bank of India ની નજીકની શાખામાં જઈ આ સ્કીમમાં પોતાનાં નાણાં 666 દિવસની એફડી વિશે સંપૂર્ણ માહિતીથી વાકેફ થવું જોઈએ તેમજ પોતાનાં નાણાં રોકવા માટે મેનેજરને રજૂઆત કરી શકે છે.અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરીને ઓન લાઈન સુવિદ્યાના ઉપયોગ દ્વારા પોતાનાં નાણાનું બેંકમાં રોકાણ કરી શકે છે. તેમજ રોકાણકાર આ એફડીમાં ઓછામાં ઓછા સાત દિવસથી મોડી 10 વર્ષ સુધીના સમયગાળા માટે પોતાનાં નાણાંનું રોકાણ કરી શકે છે. આ અવધિ દરમિયાન બેંક દ્વારા વ્યાજ પણ આપે છે વ્યાજ પણ આપવામાં આવે છે.

Read More : Weather Forecast : કેરળમાં શરૂ થયેલું ચોમાસું ગુજરાતમાં ક્યારે પહોચશે, આંધી અને વંટોળ વિશે શું કહ્યું અંબાલાલ પટેલે જાણો અહીંથી

મિત્રો, વિવિધ માધ્યમો દવારા અમોને મળતી માહિતી આપની જાણ માટે અત્રે અમે રજૂ કરી છે. આપ આપનાં નાણાનું રોકાણ કરતાં પહેલાં આપની નજીકની સરકારી બેંકનો સંપર્ક કરી,વિગતવાર માહિતી મેળવી પછીજ આપનાં નાણાં નું રોકાણ કરી શકો છો. કોઈ પણ એપ્લિકેશનનો ઉપયોગ કરતાં પહેલાં તેની સત્યતાની ખરાઈ કરી પછીજ ઉપયોગ કરવાની વિનંતી છે.

Leave a Comment