BSF ASI Recruitment: બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં હેડ કોન્સ્ટેબલ અને ASI ની વિવિધ જગ્યાઓ માટે ભરતી

BSF ASI Recruitment: જે વિદ્યાર્થી મિત્રો સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આજે અમે એક નવી ભરતી વિશે વાત કરવા જઈ રહ્યા છે. ભારતીય બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઈંસ્પેક્ટર (ASI) ની વિવિધ જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 8 જુલાઈ 2024 સુધી ઓનલાઇન મોડથી અરજી કરી શકે છે. બીએસએફની આ વિવિધ જગ્યાઓ માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ વગેરે જેવી બાબતો જાણવી જરૂરી છે. જેની સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવી શકો છો.

BSF ASI Recruitment

સંસ્થાબોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)
પોસ્ટહેડ કોંસ્ટેબલ અને ASI
અરજી મોડઓનલાઈન
અરજીની છેલ્લી તારીખ8 જુલાઈ 2024
સત્તાવાર સાઈટhttps://rectt.bsf.gov.in/

BSF ની ભરતી માટે શૈક્ષણિક લાયકાત

બોર્ડર સિક્યુરિટી ફોર્સની વિવિધ જગ્યાઓ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવેલ છે. તો જે ઉમેદવાર શૈક્ષણિક લાયકાતની સત્તાવાર માહિતી મેળવવા માગતા હોય તેવું ઓફિશિયલ જાહેરાત વાંચીને વિવિધ શૈક્ષણિક લાયકાત ચકાસી શકે છે.

ભરતી માટે વય મર્યાદા

બોડર સિક્યુરિટી ફોર્સ ની  ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની વયમર્યાદા 18 થી 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ. તેમજ અનામત કેટેગરી આધારિત વય મર્યાદામાં છૂટછાટની જોગવાઈ કરવામાં આવેલી છે. જેના માટે તમે સત્તાવાર જાહેરાત જોઈ શકો છો.

BSF હેડ કોન્સ્ટેબલની ભરતી માટે પસંદગી પ્રક્રિયા

 બોર્ડર સિક્યુરિટી ફોર્સ ની વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોએ અરજી ફોર્મ ભર્યા બાદ લેખિત પરીક્ષા આપવાની રહેશે અને ત્યારબાદ લેખિત પરીક્ષામાં ઉત્તર્ણ થનાર વિદ્યાર્થીઓ શારીરક કસોટી અને કૌશલ્ય કસોટી પાસ કરવી જરુરિ છે. તેમજ છેલ્લે દસ્તાવેજ ચકાસણી અને તબીબી ચકાસણી બાદ મેરીટ લિસ્ટ આધારીત ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે

  • લેખિત પરીક્ષા
  • શારીરિક ધોરણ પરીક્ષણ (PST)
  • કૌશલ્ય કસોટી (ટાઈપિંગ/સ્ટેનો)
  • દસ્તાવેજ ચકાસણી

 વધુમાં તમામ ઉમેદવારો ધ્યાન દોરવું કે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના માર્ક આધારિત કરવામાં આવશે 

BSF ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

જે ઉમેદવારો બોર્ડર સિક્યુરિટી ફોર્સ ભરતી માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવા માગે છે. તેઓ નીચેના પગલાં અનુસરીને ઓનલાઇન અરજી ફોર્મ સબમીટ કરી શકે છે.

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ rectt.bsf.gov.in ની મુલાકાત લો
  • ત્યારબાદ વેબસાઈટ ના હોમ પેજ પર તમને રિક્રુટમેન્ટ ઓપનિંગ નામનો વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરો
  • હવે તમારી સામે તાજેતરમાં ચાલુ ભરતીઓનું લિસ્ટ દેખાશે જેમાં ASI અને HC ભરતી પસંદ કરી તેની સામે આપેલ ઓનલાઈન અપ્લાય નામનું બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સામે અરજી ફોર્મ સ્ટેટ્સ સ્ટેપ ખુલશે જેમાં તમારી પર્સનલ ઇન્ફોર્મેશન, શૈક્ષણિક ઇન્ફોર્મેશન અને વર્ક એક્સપિરિયન્સ વગેરે ભરવાનું રહેશે.
  • છેલ્લે તમારા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાનો રહેશે
  • તમામ વિગતો દાખલ કર્યા બાદ તમારા અરજી ફોર્મની સબમીટ કરીને અરજી નંબરને સેવ કરી રાખો.

ઓનલાઈન અરજી કરવા માટે :- અહીં ક્લિક કરો

જો તમે સત્તાવાર જાહેરાતની પીડીએફ ડાઉનલોડ કરવા ઈચ્છતા હોવ તો ઉપર આપેલ લિંક પર જઈને સંબધીત ભરતીની જાહેરાત ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો તમામ નવી ભરતીની માહિતી સૌ પ્રથમ મેળવવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો, આભાર.

Read More:- RBI New Guidelines 2024: ₹500ની નોટને લઈને મોટું નિવેદન, જાણો શું છે RBIની નવી ગાઈડલાઈન

Leave a Comment