Chickpea Market Price: ચણાનાં ભાવમાં થયો વધારો, જાણો તમામ માર્કેટયાર્ડના ચણાના ભાવ

Chickpea Market Price: મિત્રો ગુજરાતના ઘણા બધા ખેડુતો ચણાનું વાવેતર કરી રહ્યા છે. તેમજ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં આ વર્ષે મોટા પ્રમાણમાં ચાણાનું વાવેતર કરવામાં આવેલ છે. ચણાનો પાક શિયાળુ પાક તરીકે જાણીતો છે. આ પાક માટે ઓછું પિયત સાથે ખેડુત ભાઈઓ સારૂ એવું ઉત્પાદન મેળવી શકે છે.

મિત્રો આ વર્ષે લાખો ખેડુતોને એક વિઘે ૧૫ થી લઈને ૨૫ મણ સુધીનું ઉત્પાદન મળ્યું છે. તેમજ આ સારા ઉત્પાદન સાથે ચણાના ભાવમાં પણ વધારો થયો છે. જેનાથી ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો આજે આપને ચાલુ વર્ષે ગુજરાતની વિવિધ માર્કેટયાર્ડમાં ચણાના શું ભાવ બોલાયા અને કેટ્લી આવક રહીં, તેની સંપુર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવિશું.

Chickpea Market Price: સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટયાર્ડના ચણાનાં ભાવ

મિત્રો જેમ જેમ ચણાની આવક સતત વધી રહી છે. તેમ ચણાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના વિવિધ માર્કેટ્યાર્ડમાં અત્યારે ૨૦ કિલો ચણાના ભાવમાં ૫૦ રુપિયાનો ભાવ વધારો જોવા મળ્યો છે જેનાથી ખેડુતો પન આગામી દિવસોમાં ચણાનું વેચાણ ચાલુ કરી શકો છે.

મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં દેશી અને કાબુલી જણાની મિશ્ર આવક જોવા મળી છે જેથી ચણાના ભાવમાં પણ વધારો થયો છે અને આવનારા દિવસોમાં હજુ પણ ચણાના ભાવમાં વધારો થવાની શક્યતાઓ દર્શાવી છે.

મિત્રો સૌરાષ્ટ્રના રાજકોટ માર્કેટ્યાર્ડમાં ચણાની કુલ આવક ૧૨૦૦ કટ્ટાની નોધાઈ છે. જ્યારે આ ચણાનો ભાવ ૨૦૦ થી લઈને ૧૨૬૦ સુધી બોલાયો છે. તેમજ સુપર ચણાનો ભાવ ૧૨૬૦ થી લઈને ૧૨૮૫ રૂપિયા સુધી બોલાયો હતો. 

તેમજ સૌરાષ્ટ્રના અન્ય માર્કેટયાર્ડોમાં પણ કાબુલી ચણાની ૧૫૦૦ કટ્ટાની આવક નોધાઈ હતી. જ્યારે કાબુલી ચણાનો ભાવ ૧૧૫૦ રુપિયાથી લઈને ૧૬૨૫ રૂપિયા સુધી બોલાયો હતો તેમજ કાબુલી સુપર ચણાનો ભાવ ૧૯૦૦ થી ૨૩૦૦ સુધી નોધાયો હતો.

મિત્રો અમરેલી માર્કેટયાર્ડમાં દેશી ચણાનો ભાવ ૯૦૦ થી ૧૩૦૦ સુધી નોધાયો હતો જ્યારે સાવરકુટલા માર્કેટયાર્ડમાં ચણાનો ભાવ ૧૨૨૫ થી ૧૪૨૦ રુપિયા વચ્ચે બોલાયો હતો, તો મિત્રો ચણાનો સરેરાશ ભાવની વાત કરીએ તો તે ૧૨૦૦ રુપીયા સુધી નોધાયો હતો. તેમજ આવનારા દિવસોમાં હજુ પણ ચણાના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે.

આ જુઓ:- Jan Dhan Account: આ ખાતા હેઠળ 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા ઉપલબ્ધ છે, જાણો વિગતો

Leave a Comment