12th Pass Course: 12મું ધોરણ પાસ કર્યા પછી અહીં એડમિશન લો, માત્ર 2 વર્ષમાં 1 લાખના પગારદાર બનો

12th Pass Course: મિત્રો ધોરણ 12 પછી જો તમે કોઈપણ સારો વિકલ્પ પસંદ કરી રહ્યા હોય તો આજે અમારો આ લેખ તમારા માટે ખુબ જ ઉપયોગી નીવડી શકે છે. અત્યારે બધા રાજ્યોના ધોરણ ૧૨ ના બોર્ડ ના પરિણામો જાહેર થઈ ગયેલ છે અને પૂરક પરીક્ષાની પણ તારીખો બહાર પડી ગઈ છે. ત્યારે રાજ્યમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે કોલેજ અથવા યુનિવર્સિટીમાં એડમિશન ફોર્મ ભરવાનું વિચારી રહ્યા છે. ત્યારે આજે અમે અહીં કેટલાક અગત્યના કોર્સ વિશે વાત કરવા જઈ રહ્યા છે. જે તમને ટૂંક સમયમાં જ પ્રાઇવેટ નોકરી અપાવી શકે છે અને તમે સારો એવો પગાર મેળવી શકો છો.

12th Pass Course: ધોરણ 12 પાસ પછી આ કોર્સ કરો અને કારકિર્દી બનાવો

આ લેખમાં અમે તમને એવા કોર્સ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે તમને ટુક સમયમાં જ નોકરી અપાવી શકે છે. તેમજ પ્રાઇવેટ સેક્ટરમાં તમે સારો એવો પગાર મેળવીને પણ આ ફિલ્ડમાં આગળ વધી મોટી કમાણી કરી શકો છો.

ડિપ્લોમા ઈન ફેશન ડિઝાઇનિંગ

મિત્રો અત્યારે દરેક વ્યક્તિ કપડાથી લઈને દરેક વસ્તુ ખરીદતા પહેલા તે તમારા ફેસ કે બોડી પર કેવું સુટ થાય છે તે અગત્યનું છે. ત્યારે સોશિયલ મીડિયા પર પણ ફેશન ને ફોલો કરતા લાખો યુઝર તમને મળી જશે. તો જો તમે ફેશન ડિઝાઇનીંગ કોર્સ કરો છો તો તે તમારા માટે ઉત્તમ રહેશે. મિત્રો આ કોર્સ સ્ત્રી અને પુરૂષ બન્ને માટે છે. જેમાં માત્ર ૧૨ થી ૧૮ મહિનાનો કોર્સ રહેશે.

જો તમે આ ફિલ્ડમાં રસ ધરાવતા હોવ તો તમારે સરકારી અથવા ખાનગી કોલેજમાં આ કોર્સમાં તમે એડમિશન મેળવી શકો છો. ત્યારે આગળ જતા આ ફિલ્ડમાં તમને સારી એવી બ્રાંડમાં નોકરી કરવાની ઉત્તમ તક મળી શકે છે અને પગાર પણ સારો એવો મેળવી શકો છો.

ડિપ્લોમા ઇન ઇન્ટિરિયર ડિઝાઇનિંગ

મિત્રો તમે આ કોર્સનું નામ કદાચ ના પણ સાંભળ્યું હોય પણ અત્યારે આ કોર્સ ની માંગ પણ વધી રહી છે કેમ કે કોમર્શિયલ ફિલ્ડમાં અત્યારે  ઇન્ટિરિયર ડિઝાઈનરને માંગ ખુબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે. અને આ કોર્સની મદદથી તમે રીયલ એસ્ટેટમાં તમારો એક મજબૂત નામ બનાવી શકો છો. કેમ કે દરેક ઘરમાં વ્યક્તિ અત્યારે ઇન્ટીરીયર ડિઝાઇન કરવાની પહેલી પસંદગી કરવા ઈચ્છતો હોય છે.

જો મિત્રો તમને આ કોર્સ કરવમાં રસ ધરાવતા હોવ અને જો કોઈ સારી સંસ્થામાં આ કોર્સ કરવા માંગતા હોવ તો તેના માટે તમારે NID, UCEED, NATA, CEED જેવી પ્રવેશ પરીક્ષાઓ આપી પડશે.

ડિપ્લોમા ઈન હોસ્પિટાલીટી મેનેજમેન્ટ 

મિત્રો તમને હોટલ અને રિસોર્ટ જેવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા ઈચ્છતા હોવ તો તમારા માટે હોસ્પિટાલીટી મેનેજમેન્ટ નો કોર્સ પહેલી પસંદગી હોવી જોઈએ. કેમ કે આ કોર્સ કર્યા બાદ તમે  3 સ્ટાર, 5 સ્ટાર જેવી મોટી હોટલ જેવી કે તાજ, મેરિયોટ અને ઓબરોય જેવી હોટલમાં કામ કરી શકો છો. તેમજ વિદેશી હોટલ અને ક્રુઝમાં પણ કામ કરીને તમારી કારકિર્દી બનાવી શકો છો.

આ કોર્સ માટે તમારે  NCHMCT JEE, AIMA UGAT, IIHM eCHAT, UPSEE BHMCT, MAH-B.HMCT CET જેવી કોઈપણ એક પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું પડશે. તેમજ કોઈપણ સારી સંસ્થા કે કોલેજમાં એડમિશન મેળવી શકો છો.

તો મિત્રો અહીં અમે તમારી માટે ૩ બેસ્ટ પ્રાઈવેટ સેકટરના કોર્સ રજું કર્યા જેમાં તમે તમારી કારકિર્દી બનાવી અને સારો એવો પગાર મેળવી શકો છો.

Read More:- Chickpea Market Price: ચણાનાં ભાવમાં થયો વધારો, જાણો તમામ માર્કેટયાર્ડના ચણાના ભાવ

Leave a Comment