Cotton Farming Tips: મિત્રો ઉનાળાની સિઝન પૂરી થવાના આરે છે ત્યારે હવે ટૂક સમયમાં ચોમાસુ પાકનું વાવતેરની શરૂઆત સૌ કોઈ કરવા માડી ગયું હશેતો મિત્રો જે ખેડૂત ભાઈઓ આ વર્ષે કપાસની ખેતી કરવાનું વિચારી રહ્યા છે તો તેમના માટે અમે અહીં કેટલીક અગત્યની માહિતી શેર કરવા જઈ રહ્યા છે જેમાં કપાસની ખેતી દરમિયાન કેટલાક જીવાત ના કારણે ખેડૂતોને કપાસની ખેતીમાં નુકસાન સહન કરવું પડી શકે છે તો આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ ખેડૂતોએ વાવણી પહેલા અને બાદ કેટલાક પગલાં અનુસરવા પડશે જેની માહિતી ખેતીવાડી અધિકારી દ્વારા શેર કરવામાં આવેલ છે જેની સંપૂર્ણ વિગતવાર માહિતી અમે અહીં તમારી સાથે શેર કરીશું
મિત્રો આણંદના ખેતીવાડી અધિકારી ચિંતન પટેલ દ્વારા કપાસની ખેતી માટે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે જે ખેડૂત ભાઈઓ કપાસની ખેતી કરવા જઈ રહ્યા છે તેઓને કપાસમાં મળતી જીવાતો અને શિયાળો જેમાં ખાસ કરીને બીટી કપાસમાં ગુલાબી ઈયરોનો સામનો કરવો પડતો હોય છે જેથી ખેડૂત ભાઈઓને ખાસ્સું એવું નુકસાન પડતું રહે છે તો આ નુકસાન ને અટકાવવા માટે ખેડૂત ભાઈઓએ વાવણી પહેલા અને વાવણી સમયે કેટલાક ખાસ પગલાં અનુસરવા જરૂરી છે જેથી કરીને તેઓ આ સ્વર છે કપાસની સિઝન થી સારી એવી ઉત્પાદન મેળવી શકે
Cotton Farming Tips: જીવાતના ઉપદ્રવને દૂર કરવા શું કરવું
ખેડૂત મિત્રો ખેતીવાડી અધિકારી ચિંતન પટેલ દ્વારા જણાવ્યું હતું કે કપાસમાં પડતી ચૂસીયા પ્રકારની જીવાત ને રોકવા માટે તમે જ્યારે ઉનાળામાં ખેડ કરો છો ત્યારે તેને ઊંડી ખેડ કરવી જોઈએ જેથી કરીને જમીનમાં તિરાડ કે ફાટમાં રહેલી જીવોના નાશ કરીને તેમાં ઘટાડો કરી શકાય.
આ સાથે વાવેતર દરમિયાન બીજને ઇમીડાક્લોપ્રિડ 70 ડબલ્યુ.એસ, 7.5 મીલી પ્રતિ કિલો બીજ અથવા થાયોમેથોક્ઝામ 70 ડબલ્યુ.એસ. 2.8 મીલી પ્રતિ કિલો બીજ પ્રમાણે માવજત આપી વાવણી કરવી. જેથી કપાસને શરૂઆતના સ્ટેજમાં ચુસીયા પ્રકારની જીવાત થી રક્ષણ મેળવી શકાય છે. તેમજ ખેતરના શેઢા પાળા પર ઉગતા ઘાસ ખાસ કરીને જંગલી ભીંડા,કોંગ્રેસ ઘાસ વગેરેને નિંદામણ થકી નાશ કરવો જોઈએ. કારણ કે, પરભક્ષી જીવાતો તેના પર જ નભતા હોય છે.
મિત્રો કપાસની ખેતી કરતા ખેડૂતોએ દર બે વર્ષે ઊંડી ખેડ કરવી જરૂરી છે. તેમજ જો તમે જીવાતના ઉપગ્રહ થી બચવા માંગતા હો તો તમારે વહેલી તકે કપાસની કેટલીક જાતો ની વાવણી કરવી જરૂરી છે જેમાં 15 જૂનથી લઇને 15 જુલાઈ વચ્ચે તમારે આ વાવણી કરવી જરૂરી છે.
મિત્રો તમે કપાસનો પાક સાથે એટલે કે કપાસના 10 હાર પછી એક હારમાં દિવેલા અથવા પીળા ગલગોટાની ખેતી કરી શકો છો જેનાથી તમારું કપાસના પાકમાં આવતી લીલી અને લશ્કરી ઈયળ તેના ઈંડા આ દિવેલા અને પીળા ગલગોટા પર મૂકે છે જેને તમે નાશ કરીને જીવાત ઉપદ્રવને અટકાવી શકો છો
કપાસ ની સાથે સાથે મકાઈ, જુવાર અથવા ચોળીની વાવણી કરવી
મિત્રો જો તમે કપાસના પાકમાં પડતી જીવાતું નો સંપૂર્ણ માગતા હો તો તમારે મકાઈ જુવાર અથવા ચોળી નું વાવેતર પણ કપાસના દસ ટકા ભાગમાં કરવું જોઈએ. તેમજ જીવાતના નિયંત્રણ માટે કપાસની બે હાર વચ્ચે ભીંડાનો વાવેતર કરવું જોઈએ તેમજ જો લશ્કરી ઈયળને કપાસથી બચાવવા માટે ખેતરની ફરતે દિવેલનું વાવેતર કરવું જોઈએ. જેથી કરીને લશ્કરી એ પોતાના ઈંડા દિવેલાના પાક પર મૂકે છે અને આ ઈંડા તમે એક સાથે નાશ કરશો તો તમારા કપાસની થતા નુકસાન ને રોકી શકો છો.
Read More:- Chickpea Market Price: ચણાનાં ભાવમાં થયો વધારો, જાણો તમામ માર્કેટયાર્ડના ચણાના ભાવ