ગુજરાતની વિદ્યાર્થિનીને 200માંથી મળ્યા 212 માર્ક્સ, જાણો આ વાયરલ માર્કશીટ ની હકીકત

વાયરલ માર્કશીટ: મિત્રો ઘણીવાર ઘટના બનતી હોય છે કે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરલ થાય છે. તેવી જ એક તાજેતરની ઘટના એક પ્રાથમિક શાળામાં બની હતી જેમાં વિદ્યાર્થીને કુલ માર્ક કરતાં પણ વધુ માર્ક મેળવ્યા હતા. જેથી કરીને લોકોએ આ માર્કશીટને ઘણી બધી જગ્યાએ શેર કરી હતી. ત્યારબાદ આ માર્કશીટ ક્યાંની હતી તેના જ પણ સવાલો ઊભા થયા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તો મિત્રો આ ઘટના દાહોદ જિલ્લાના એક પ્રાથમિક શાળાની છે. જેમાં ચોથા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીના માર્કશીટમાં એક મોટી ભૂલ બહાર આવી હતી. જેમાં આ માર્કેશીટ જોઈને ઘણા બધા લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા છે. આ માર્કશીટની ગડબડ ની વાત કરીએ તો તેમાં વિદ્યાર્થીનીંને બે વિષયમાં કુલ ગુણ કરતા પણ વધુ માર્કસ મેળવ્યા હતા. જ્યારે આ રીઝલ્ટ વિદ્યાર્થીને આપવામાં આવ્યો હતો ત્યારે તેમાં કુલ માર્ક કરતાં વધુ માર્ક જોઈને તે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ હવે આ મામલે તપાસના આદેશ પણ આપવામાં આવેલ છે. ‘

ગુજરાતની વિદ્યાર્થિનીની વાયરલ માર્કશીટ ની હકીકત

મિત્રો આ બનાવવાની માહિતીની વાત કરીએ તો આ તમામ ઘટના દાહોદ જિલ્લાના, ઝાલોદ તાલુકાના ખરસાણા ગામની છે. જેમાં પ્રાથમિક શાળા અને ધોરણ ચારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કંટારા વંશીબેન મનીષભાઈ ના તેના ધોરણ ચાર ના પરિણામ ના માર્કશીટમાં બે વિષયના માર્ક કરતાં વધુ માર્ક આપવામાં આવ્યા હતા. જ્યારે વિદ્યાર્થીને તેના રિઝલ્ટ પોતાના ઘરે લઈને પહોંચી હતી ત્યારે આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને શાળા દ્વારા પણ આ ભૂલને ધ્યાનમાં દોરીને તેનું પરિણામમાં સુધારો કરવામાં આવ્યો હતો પરંતુ આ માર્કશીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી જેના લીધે લોકો દ્વારા વિવિધ ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

ગુજરાતી અને ગણીતના વિષયમાં થયો બધો ખેલ

મિત્રો વાયરલ થયેલી માર્કશીટમાં આ વિદ્યાર્થીનીને બે વિષયની પરીક્ષામાં કુલ 200 ગુણમાંથી ગણિતમાં 211 અને ગુજરાતીમાં 212 માર્ક મળ્યા હતા. જ્યારે કુલ 1000 માર્કમાંથી 956 માર્ક મળ્યા હતા અને જ્યારે આ તમામ બાબતો વાલીને ખબર પડતા તેમની શાળાને ધ્યાન દોર્યું હતું અને ત્યારબાદ માર્કશીટ ને સુધારીને ફરી નવી માર્કશીટ બનાવવામાં આવી હતી.

આ વિધાર્થીની ભણવામાં છે હોશિયાર

મિત્રો આ શાળાની વિદ્યાર્થીની નું રિઝલ્ટ જોઈને લાગે છે કે તે વિદ્યાર્થીની ભણવામાં ખૂબ જ હોશિયાર છે કેમકે તેને નવી સુધારેલી માર્કશીટમાં ગુજરાતીમાં 200 માંથી 191 અને ગણિતમાં 200 માંથી 190 માર્ક મળ્યા છે અને કુલ હજાર માર્કમાંથી 934 માર્ક આવે વિદ્યાર્થીને મળ્યા છે જેથી તે સ્પષ્ટ થાય છે કે તે ભણવામાં પણ બહુ જ હોશિયાર છે.

આ પણ વાંચો:- Cotton Farming Tips: કપાસનું વાવેતર કરતાં પહેલા આટલું કરો, નહીંતર જીવાતના ઉપદ્રવથી થઈ જશો પરેશાન

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment