ઉફ યે ગરમી ! તમારા એસીમાં બ્લાસ્ટ અને શોર્ટ સર્કિટ થતું અટકાવવા આ સરળ ટિપ્સને અનુસરો, ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસી નો ઉપયોગ કરતાં પહેલાં આ બાબતોનો ખ્યાલ નહીં રાખો તો તમારા એસી માં થઈ શકે છે બ્લાસ્ટ અથવા શોર્ટ સર્કિટ, અહીંથી જાણો એસીને ચલાવવાની સરળ ટિપ્સ.
AC Maintenance Tips
મિત્રો અત્યારે ઉનાળાની આકરી ગરમી અને હિટવેવને લીધે ઉનાળા દરમિયાન એર કન્ડિશન નો ઉપયોગ કરવો હવે એક સામાન્ય બાબત છે. તમે તમારા ઘરને ઠંડુ રાખવા માટે એસી નો ઉપયોગ કરતા હોવ તો તમારે આ ઉનાળાની કાળઝાળળ ગરમીમાં તમારા એસી ને કેવી રીતે ચલાવવું જોઈએ તે બાબતનો ખ્યાલ પણ રાખવો જોઈએ. હાલમાં સખત ગરમી પડી રહી છે અને ઉષ્ણતામાન 48 થી 50 ડિગ્રી સુધી આપણે અનુભવી રહ્યા છીએ. ત્યારે તમારે એસી ચલાવતાં પહેલાં કેટલીક બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ. નહીંતર તમારા એસીમાં આગ લાગી શકે છે. જે ઘણી વખત વધારે નુકસાન કરાવી શકે છે. એમાં જીવનું જોખમ પણ રહેલું છે. માટે એસી નો ઉપયોગ કરતાં પહેલાં ઉનાળા દરમ્યાન કેટલીક બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ જે અમે અહીં આપને જણાવી રહ્યા છીએ.
એસીના આઉટડોર યુનિટને છાંયડો કરવો :
ઘણા ઘરોમાં એસીનું આઉટડોર તડકામાં બહારની બાજુ ખુલ્લું પડ્યું હોય છે. એક બાજુ એ સતત ચાલવા ને લીધે ગરમ થતું હોય છે આ ઉપરાંત તેના ઉપર સૂર્યનો સીધો તડકો પડે છે. તેથી એસી નું આઉટડોર યુનિટ વધારે ગરમ થાય છે. અને વધારે ગરમ થવાને લીધે આઉટડોર યુનિટના કમ્પ્રેસર પર સતત દબાણ વધે છે. તેમજ વાયરીંગ વગેરે વધુ ગરમ થવાને લીધે તેમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગવાના બનાવો બને છે. આજકાલ આપણે એસી માં શોર્ટસર્કિટ થવાથી અથવા તો એસીમાં બ્લાસ્ટ થવાથી આગ લાગવાના ઘણા બનાવો વિશે સમાચારોમાં સાંભળીએ છીએ. તો હંમેશાં એસીના આઉટડોર યુનિટ ઉપર છાંયડો કરવો જોઈએ અથવા તો ઠંડક વાળી જગ્યામાં રાખવું જોઈએ. તમે તમારા એસી ના આઉટડોર યુનિટ પર ઉપર છત લગાવી શકો છો. જેનાથી તે વધુ પડતું ગરમ થશે નહીં. અને શોર્ટ સર્કિટના બનાવો ને ટાળી શકાશે.
એસીની નિયમિત સર્વિસ :
કોઈ પણ યંત્રને નિયમિત સર્વિસ કરાવવાથી તે સારી રીતે કામ આપે છે એ રીતે એસીની પણ નિયમિત સર્વિસ કરવાથી એસી માં બ્લાસ્ટ થતો અટકાવી શકાય છે. કેમકે એસી સતત ચાલુ રહેવાને લીધે ના ફિલ્ટરમાં ધૂળનાં અને રેસાનાં પડ જામી જતાં હોય છે. એટલા માટે સમયાંતરે તમે ઘરે બેઠાં પણ તમારા એસીના ફિલ્ટરને સાફ કરી શકો છો. તેમજ એસીના જાણકાર નિષ્ણાતોના કહેવા પ્રમાણે 600 કલાક ચલાવ્યા પછી હંમેશાં એસીની સર્વિસ કરવી જોઈએ તેમજ સમયાંતરે તમારા એસીના વાયરીંગને તમારે તપાસતા રહેવું જોઈએ જેથી શોર્ટ સર્કિટ થવાના બનાવોને ટાળી શકાય તેથી તમે તમારી કંપનીના સર્વિસ પ્રોવાઇડરનો સંપર્ક કરી નિયમિત સર્વિસ કરાવતા રહેશો તો પણ એસી માં બ્લાસ્ટ થવાના ચાન્સ રહેશે નહીં.
એસીને એકધારું ન ચલાવો :
એસીને એકધાર્યું ચલાવવાથી તે વધુ ગરમ થાય છે. કેટલાક લોકો દ્વારા સતત આખો દિવસ અને રાત એસી ચાલુ જ રાખવામાં આવે છે જે બરાબર નથી. તમારા રૂમને ઠંડો થઈ ગયા પછી તમારે વચ્ચે વચ્ચે અમુક સમય માટે એસીને બંધ કરતા રહેવું જોઈએ. જેથી કરીને એસી નું કમ્પ્રેસર વધુ પ્રમાણમાં ગરમ થશે નહીં અને તે સારું કામ કરશે અને તેમાં શોર્ટ સર્કિટ અથવા તો બ્લાસ્ટ થવાના ચાન્સ બિલકુલ નહીં રહે તેથી એસીને સમયાંતરે વિરામ આપતા રહો.
રાત્રિના સમયે એસીને બંધ રાખો :
ઘણા લોકો સૂઈ ગયા પછી સવાર સુધી એસી ચાલુ રાખે છે. આમ કરવું જોઈએ નહીં તમે તમારા એસીને મોડી રાત્રે બંધ કરી શકો છો. કેમ કે મોડી રાત્રે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થાય છે. તમે ટાઇમર નો ઉપયોગ કરીને તમારો સમય સેટ કરી શકો છો. અને તમારા સૂઈ ગયા પછી અમુક સમય પછી એસી બંધ થઈ જાય તે જરૂરી છે. અથવા તમે તમારા રૂમને ઠંડો કરી અને એસી બંધ કરી શકો છો તમારે આખી રાત એસી ચાલુ રાખવું જોઈએ નહીં. સતત એસીમાં રહેવું એ તબિયત માટે પણ જરૂરી નથી.
ટર્બો મોડ માં એસી ચલાવો નહી :
ઘણા લોકો દ્વારા તેમના રૂમને વધુ પડતો ઠંડો રાખવા માટે સતત એસીને ટર્બો મોડમાં ચલાવવાનું પસંદ કરે છે આ બરાબર નથી. તમારે તમારા એસીને સતત ટર્બોં મોડમાં માં ચલાવવું જોઈએ નહીં. તમે નોર્મલ મોડમાં તમારા એસી ને ચલાવી શકો છો. તેમ જ સમયાંતરે વચ્ચે વચ્ચે એસી બંધ કરીને એસી ને ગરમ થતું બચાવી શકો છો. આવી સરળ ટિપ્સને અનુસરતાં આગ લાગવાના બનાવોને નિવારી શકાય છે.
Read More:- ગુજરાતની વિદ્યાર્થિનીને 200માંથી મળ્યા 212 માર્ક્સ, જાણો આ વાયરલ માર્કશીટ ની હકીકત
આઉટડોર યુનિટ ને ઠંડુ કરો :
હાલમાં ગુજરાત અને ભારતમાં હિટ વેવનું મોજુ ચાલી રહ્યું છે. અને વાતાવરણ સતત ગરમ રહે છે તેવા સમયે એસી નો વધુ પડતો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમારા એસી ને બ્લાસ્ટ થતું બચાવવા અને શોર્ટ સર્કિટ થતુ બચાવવા માટે એસીના આઉટડોર યુનિટને તમે બંધ રાખીને ઠંડુ કરી શકો છો ઘણા લોકો આઉટડોર યુનિટ પર પાણીનો છંટકાવ કરતા હોય છે. જો તમે પાણીનો છંટકાવ કરતા હોતો પહેલાં તમારે તમારા એસી નો વિદ્યુત પાવર સપ્લાય બંધ કરી દેવો જોઈએ. હમેશાં તમારે એસીના આઉટડોર યુનિટને છાંયડામાં રાખો અને સમાયતરે બંધ કરતા રહો તે પણ જરૂરી છે.
મિત્રો કોઈ પણ ઈલેક્ટ્રીક યુનિટ ઉપકરણોને વાપરતાં પહેલાં આપણે તેના સાચવણી નિયમોને અનુસરવું જોઈએ. તેમજ તેની યોગ્ય કાળજી રાખીને તેનો વધુ ફાયદો પણ આપણે મેળવી શકીએ છીએ. તે જ રીતે તમારા એર કન્ડિશનને અધિકૃત સર્વિસ સેન્ટર દ્વારા નિયમિત રીતે સર્વિસ કરાવતા રહી તેમ જ સાચવણીની રીતોને અનુસરીને તમારા એસીને તમે બ્લાસ્ટ થતું કે શોર્ટ સર્કિટ થતુ બચાવી શકો છો.
Read More : 12th Pass Course: 12મું ધોરણ પાસ કર્યા પછી અહીં એડમિશન લો, માત્ર 2 વર્ષમાં 1 લાખના પગારદાર બનો