Millet Prices: બનાસકાંઠાના ડીસાના માર્કેટયાર્ડમાં આજે બાજરીની મોટી આવક, અહીંથી જાણો ઉત્તર ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડના બાજરીના ભાવ

Millet Prices: બનાસકાંઠાના ડીસાના માર્કેટ યાર્ડમાં  આજે બાજરીની અધ..ધ..ધ.. આવક નોધાઈ અહીંથી જાણો ઉત્તર ગુજરાતનાં  વિવિધ માર્કેટયાર્ડના બાજરીના ભાવ,અને કઈ બાજરી ખાવામાં છે બેસ્ટ ઉનાળુ કે ચોમાસુ? તો આજે આપણે બજરાના ભાવથી લઈને તેના ઉત્પાદન અને ખાવાના ફાયદા શું છે. તેની સંપુર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવિશું.

ગુજરાતમાં બાજરીના ઉત્પાદનમાં કયો જિલ્લો મોખરે છે ?

Millet Prices: બાજરીનું સૌથી વધારે ઉત્પાદન કરતો બનાસકાંઠા જિલ્લો બાજરીના ઉત્પાદનમાં મોખરાનું  નું સ્થાન ધરાવે છે. ભારતમાં રાજસ્થાન પછી સૌથી વધુ બાજરી ગુજરાતમાં પકવવામાં આવે છે. એમાં બનાસકાંઠા જિલ્લો બાજરીના ઉત્પાદનમાં સૌથી મોખરે રહે છે. બનાસકાંઠાના વિવિધ વિસ્તારો પૈકી ડીસા તાલુકામાં અને બીજા વિસ્તારોમાં બટાટાનો પાક લઈ લીધા પછી બાજરીનું વાવેતર કરવામાં આવે છે.  ગુજરાતના મહત્વના ગણાતા ડીસા માર્કેટ યાર્ડમાં આજરોજ બાજરીની આવક 8880 બોરીની નોધાઈ છે જ્યારે આજરોજ તારીખ 03 જૂનના રોજ ડીસા માર્કેટયાર્ડમાં બાજરીના ભાવ રૂપિયા 450 થી ₹475 જોવા મળ્યા હતા. અહીંથી અમે આપને બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડના બાજરીના ભાવ વિશે જણાવી રહ્યા છીએ આપ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો

કઈ બાજરી ખાવી સારી ઉનાળુ કે શિયાળુ : 

બાજરીની તાસીર ગરમ અને શક્તિવર્ધક હોવાથી શિયાળા દરમિયાન લોકો બાજરી રોટલો ખાવાનું વધુ પસંદ કરી રહ્યા છે. બાજરીમાં ગુલેટિનનું પ્રમાણ નહિવત હોવાથી વજનને નિયંત્રણમાં રાખે છે. આમ પણ અન્ય પાકો કરતાં બાજરી ખૂબ જ અગત્યનું ધાન્ય છે. સરકાર દ્વારા ઉજવવામાં આવેલું 2023 નું મિલેટ આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવાયું અને વિશ્વનું ધ્યાન બાજરી તરફ વધ્યું અને  મિનિટ્સ ઓફ ઈયર તરીકે ઉજવાતાં  બાજરી તરફલોકો ખૂબ આકર્ષાયા છે. સ્વાસ્થ્ય માટે બરસટ અનાજ ખૂબ જરૂરી છે એ આપણે બધા જાણતા થયા છીએ.  ઘણા લોકો બાજરી ખાવાનું વધુ પસંદ કરી રહ્યા છીએ રાજસ્થાનમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે તે સાથે લોકો બાજરીના રોટલાને વધુ પસંદ કરે છે શ્રમિકો દ્વારા પણ બાજરીના રોટલા ને ખૂબ પસંદ કરવામાં આવે છે. 

ચોમાસા દરમિયાન ઉત્પાદન થતી બાજરી વરસાદમાં પલળવાના લીધે તેના રંગ અને સ્વાદમાં ફેર પડે છે. પરંતુ તેના પોષક તત્વોમાં કોઈ ફેર પડતો નથી. ઉનાળુ બાજરી રંગ અને સ્વાદમાં વધુ મીઠી હોવાથી લોકો ઉનાળુ બાજરીના રોટલા બનાવવા વધુ પસંદ કરે છે. માટે ઉનાળાની સિઝનમાં પકવેલી બાજરીનો  સહેજ પીળો અને મધ્યમ સાઈઝ નો દાણો ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તેથી ઉનાળું બાજરી લોકો શિયાળા ની ઋતુમાં ખાવા માટે સંગ્રહી રાખે છે. 

આજના બાજરીના ભાવ – Millet Prices 

આજરોજ બનાસકાંઠા જિલ્લાના વિવિધ માર્કેટ યાર્ડ માં બાજરીની આવક અને ભાવ વિશે જાણીએ તો આજરોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટ યાર્ડમાં બાજરીની આવક 8,880  બોરીની આવક થઈ છે જ્યારે બાજરીના ભાવ રૂપિયા 450 થી ₹475 જોવા મળ્યા હતા. જ્યારે ડીસા માર્કેટ યાર્ડમાં બાજરીનો એવરેજ ભાવ ₹455 રહ્યો હતો.

પાંથાવાડા માર્કેટ યાર્ડ માં આજરોજ બાજરીની  આવક 228 બોરીની રહી હતી જ્યારે બાજરીનો ભાવ ₹413 થી ₹463 જોવા મળ્યો હતો. જ્યારે પાટણ માર્કેટ યાર્ડમાં આજરોજ બાજરીની આવક 1800 બોરીની થઈ હતી જ્યારે બાજરીનો ભાવ ₹425 થી ₹469 જોવા મળ્યો હતો.

થરા માર્કેટ યાર્ડ માં આજરોજ બાજરી ના ભાવ ₹430 થી ₹475 રહ્યા હતા જ્યારે શિહોરી સબ યાર્ડ ખાતે બાજરીના ભાવ ₹385 થી 460 જોવા મળ્યા.  જ્યારે સિદ્ધપુર માર્કેટ યાર્ડ ખાતે આજરોજ બાજરીની આવક 2,607 બોરીની રહી હતી જ્યારે બાજરીના ભાવ રૂપિયા 430 થી 471 જોવા મળ્યા હતા. ગુંદરી માર્કેટ યાર્ડ માં આજરોજ બાજરીના ભાવ રૂપિયા 427 થી 465 જોવા મળ્યા હતા. 

આજના ડીસા માર્કેટયાર્ડના વિવિધ જણસીઓના ભાવ

જણસીનું નામબજાર ભાવ (ઊંચા )
એરંડા1125
રાયડો1100
મગફળી1436
ઘઉં534
બાજરી475
રાજગરો1132
જીરું4901
સુવા1700
અડદ1411

Read More:- AC Maintenance Tips : તમારા એસીમાં બ્લાસ્ટ અને શોર્ટ સર્કિટ થતું અટકાવવા આ સરળ ટિપ્સને અનુસરો

Leave a Comment