Custer Price Today: માર્કેટયાર્ડોમાં એરંડાની આવકોમાં મોટો ઘટાડો, આ માર્કેટયાર્ડમાં આજે એરંડાના સૌથી વધુ ભાવ બોલાયા, જાણો સમગ્ર માર્કેટયાર્ડના ભાવ

Custer Price Today: ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં  આજની એરંડાની આવકો ઘટીને  1  લાખ ગુણીની અંદર જ્યારે એરંડાના ભાવમાં રૂપિયા 20 થી 30  નો સુધારો  જોવા મળી રહ્યો છે. અહીથી જાણો કયા માર્કેટયાર્ડમાં એરંડાના સૌથી ઊંચા ભાવ બોલાયા અને ગુજરાતમાં એરંડાની આવકો વિવિધ માર્કેટયાર્ડમાં કેટલી રહી. 

એરંડાની આવક અને એરંડાના ભાવ – Custer Price Today

ગુજરાતનાં વિવિધ માર્કેટ યાર્ડમાં એક સમયે રહેતી એરંડાની દૈનિક આવક 2 લાખ ગુણીથી ઘટીને એક લાખની અંદર આવી ગઈ છે. તેમજ એરંડા પીઠાના માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ આજરોજ તારીખ 3 જૂન ના રોજ રૂપિયા 1104 થી રૂપિયા 1133 સુધી જોવા મળી રહ્યા છે. જ્યારે એરંડાની આવક 78,118 ગુણીની  થઈ હતી.

આજરોજ એરંડાનું મહત્વનું ગણાતું પાટણ માર્કેટ યાર્ડમાં એરંડાની આવકો 6,820 બોરીની થઈ હતી જ્યારે પાટણ માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ રૂપિયા 1,090 થી 1135 સુધી જોવા મળ્યો હતો.  જ્યારે એરંડા પીઠા નું મહત્વનું ભાભર માર્કેટ યાર્ડમાં આજરોજ એરંડાની આવક 5600 બોરીની થઈ હતી જ્યારે એરંડાના ભાવ ભાભર માર્કેટ યાર્ડમાં રૂપિયા 1110 થી રૂપિયા 1135 સુધી ખેડૂતોને મળ્યા હતા.

.આ ઉપરાંત એરંડાના મહત્વનો માર્કેટ યાર્ડમાં જોઈએ તો રાધનપુર માર્કેટ યાર્ડમાં એરંડાની 1000 ગુણની આવક થઈ હતી જ્યારે રાધનપુર માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ ₹1,15 થી રૂપિયા 1135 સુધી જોવા મળ્યા હતા. ડીસા માર્કેટયાર્ડમાં એરંડાની આવક 800 ગુણીની રહી હતી જ્યારે બજાર ભાવ રૂપિયા 1105 થી રૂપિયા 1125 સુધીના ભાવ ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતોને મળ્યા હતા.

પાલનપુર માર્કેટ યાર્ડમાં આજે એરંડાની આવક  1180 બોરીની થઈ હતી. જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ ₹1,110 થી રૂપિયા 1130 સુધી જોવા મળ્યો હતો. થરા માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 1,920 ગુણીની રહી હતી. જ્યારે એરંડાનો ભાવ 1105 રૂપિયાથી 1135 રૂપિયા સુધી ખેડૂતોને મળ્યો હતો. હારીજ માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 2000 ગુણની થઈ હતી જ્યારે હારીજમાં એરંડાનો ભાવ રૂપિયા 1100 થી રૂપિયા 1134 સુધી જોવા મળ્યા હતા.

એરંડા પીઠા નું મહત્વનું ગણાતું કડી માર્કેટ યાર્ડમાં આજરોજ એરંડાની આવક 5700 બોરીની થઈ હતી જ્યારે કડી માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ ₹ 1110 થી રૂપિયા 1127 ખેડૂતોને મળ્યો હતો. વિસનગર માર્કેટ યાર્ડમાં આજે એરંડાની આવક 2000 ગુણીની રહી હતી જ્યારે એરંડાનો ભાવ રૂપિયા 1105 થી રૂપિયા 1130 સુધીનો જોવા મળ્યો હતો. થરાદ માર્કેટ યાર્ડમાં આજરોજ એરંડાની આવક 2500 ગુણની થઈ હતી જ્યારે થરાદ માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ 1110 રૂપિયાથી 1145 રૂપિયા સુધી ખેડૂતોને મળ્યા હતા. જે આજના માર્કેટ યાર્ડના સૌથી ઊંચા ભાવ થરાદ માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા હતા.

એરંડાના આજના ભાવ | Custer Price Today

  • ધાનેરા 1120 
  •  પાલનપુર 1130 
  • પોથાવાડા 1122
  •  થરા 1130 
  • રાધનપુર 1135
  •  ભાભર 1130 
  • ડીશા 1125
  •  ભીલડી 1115 
  • લાખણી 1124 
  • થરાદ 1145
  •  પાટણ 1135 
  • હારીજ 1124
  •  સિધ્ધપુર 1132
  •  વિસનગર 1130
  •  કુકરવાડા 1127
  •  મહેસાણા 1122
  •  કડી 1127
  •  કલોલ 1124 
  • માણસા 1126 
  • વિજાપુર 1133
  •  તલોદ 1115
  •  રાજકોટ 1185
  •  ગોજારીયા 1113
  •  માણસા 1126 

Read More:- Old Note Sale: 50 રૂપિયાની આ ગુલાબી રંગની નોટના બદલામાં મેળવો 4 લાખ રૂપિયા, જાણો સંપુર્ણ માહિતી

સિધ્ધપુર માર્કેટ યાર્ડમાં આજરોજ એરંડાની આવક 1650 ગુણની જોવા મળી હતી જ્યારે સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ આજ રોજ 1115 રૂપિયાથી રૂપિયા 1132 જોવા મળ્યા હતા. જ્યારે દિયોદર માર્કેટ યાર્ડ માં આજરોજ એરંડાની આવક 1000 ગુણની થઈ હતી. જ્યારે દિયોદર માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂપિયા 1105 થી 1130 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. જ્યારે ધાનેરા માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 2100  ગુણીની થઈ હતી જ્યારે  ધાનેરા માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂપિયા 1110 થી રૂપિયા 1120 જોવા મળ્યા હતા.

Leave a Comment