Gujarat Weather Forecast: મિત્રો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો ગગડ્યો છે. જેના લીધે હવે લોકોને થોડી રાહત મળી છે અને હિટવેવ નો ખતરો થોડો ઓછો થતો દેખાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં વિધિવત ચોમાસું ક્યારથી બેસી શકે તેને લઈને આગાહી કરવામાં આવી છે. જ્યાં અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તો આજે આપણે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ વેધર ફોરકાસ્ટ વિશે સંપુર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું.
અંબાલાલ ની વરસાદી આગાહી વિશે શું કહેવું છે તે જાણો
મિત્રો ગુજરાતના હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા તેમને આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ ૬ જુન પછી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ૨૫ થી ૩૦ કિમી/ક્લાકની ઝડપે પવનો ફુકાશે, જેના લિધે ધુળની ડમરીઓ અને વંટોળની શક્તાઓ રહેલી છે. તેમજ ૮ જુન પછી અરબ સાગરમાં લો પ્રેસર સિસ્ટમનાં કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટ્લાક વિસ્તારોમાં ૮ જુન પછી વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે ગુજરાતમાં વિધિવત ચોમાસું ૧૪ જુન પછી બેસી શકે છે.
ગુજરાતના હવામાન વિભાગની આગાહી – Gujarat Weather Forecast
મિત્રો અમદાવાદના વેધર ફોરકાસ્ટ વિભાગ દ્વારા રજુ કરાયેલ નક્શા મુજબ અલગ અલગ દિવસે વિવિધ જિલ્લાઓમાં વરસાદી ઝાપટાઓ અને હવામાન શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં આગામી ૭ દિવસ સુધી ગુજરાતમાં હવામાન કેવું રહેશે અને ક્યાં કયાં જિલ્લામાં વરસાદ પડી શકે તેની સંભાવના વ્યક્ત કરાઈ છે.
મિત્રો હવામાન વિભાગ દ્વારા તારીખ 7 જુન ના રોજ ૮:૩૦ કલાકથી લઈને 8 જુનના ૮:૩૦ કલાકના વેધર ફોરકાસ્ટમાં મધ્ય અને દક્ષીણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જેમ કે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, ડાંગ અને નવસારીના કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
જ્યારે 8 જુનથી લઇને 9 જુન ના રોજ અરવલ્લી, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને દીવ ના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા તારીક ૧૦ જુન ના રોજા મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાફી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે જ્યારે ૧૧ જુનનાં રોજ દક્ષિણ ગુજરતના તમામ જીલ્લાઓમાં, ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને પોરબંદર સાથે દિવમાં પણ ૧૧ જુનથી વરસાદી માહોલ બની શકે છે.
Read More:- Ration Card New Rules: જુન મહિનાથી લાગુ થશે આ નવા નિયમો, રેશનકાર્ડ ધારકોને મળશે નવા લાભો અને સુવિધાઓ