FastTag Update: મિત્રો ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયેલા વધારાના કારણે હવે દરેક નેશનલ હાઇવે પર તમને ટોલટેક્સ વસૂલવા માટે FastTag નો ઉપયોગ કરતા હોવ છો અને અત્યારે કરોડો લોકો પોતાનો સમય બચાવવા માટે ફાસ્ટ ટેગનો ઉપયોગ કરીને પોતાનો ટોલ ટેક્સ ભરે છે અને ફાસ્ટ ટેગના નો ઉપયોગથી તેમને પૈસામાં કેટલીક બચત પણ થાય છે .
જેમ દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધતું જાય છે તેમ વાહનોની સંખ્યા પણ વધી રહી છે અને આવી સ્થિતિને જોતા આવનારા સમયમાં ટોલટેક્સ પર FastTag Update પણ કરવું પડશે. જેના માટે સરકાર દ્વારા હવે એક નવી ટેકનોલોજી પર વિચાર વિમર્શ કરી રહ્યા છે. જેની મદદથી ટોલટેક્સ વસુલી હજુ પણ ફાસ્ટ થઈ શકશે.
ભારત સરકાર દ્વારા આવનારા દિવસોમાં એક નવી ટેકનોલોજી અપનાવવામાં આવશે જેની મદદથી ટોલટેક્સની વસુલી થશે. તેમજ આ નવી ટેકનોલોજી આવતાની સાથે ફાસ્ટ ટ્રેક સિસ્ટમને બંધ કરવામાં આવશે તો આ નવી પદ્ધતિ શું છે અને તે કેવી રીતે કામ કરશે તેની સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું.
FastTag Update: હવે ફાસ્ટ ટેગના જગ્યા લેશે આ નવી ટેકનોલોજી
મિત્રો ભારત સરકાર દ્વારા હવે વાહનોને સેટેલાઈટ આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કનેક્શનથી લિન્ક કરાશે. આ ગ્લોબલ નેવિગેશન સિસ્ટમ લાગુ થતા જ વાહનોમાં ફાસ્ટ ટેગની જરૂરિયાત રહેશે નહીં એટલે કે તમારા વાહનને ટોલટેક્સ વસુલી ડાયરેક્ટ સેટેલાઈટ દ્વારા જ કરવામાં આવશે.
આવનારા વર્ષોમાં વાહનોમાં જીએનએસએસ(GNSS) લગાવવામાં આવશે, તેમજ ટોલ પ્લાઝા પણ ખતમ કરી દેવામાં આવશે કેમકે આ સિસ્ટમ આધારિત તમે હાઈવે પર કેટલું અંતર કાપ્યું છે તેના આધારે ડાયરેક્ટ તમારા ખાતામાંથી ટોલટેક્સ આપોઆપ કપાઈ જશે.
આ રીતે તે કામ કરશે GNSS પદ્ધતિ
મિત્રો સરકાર દ્વારા GNSS ટેકનોલોજી એવી જગ્યાએ લગાવવામાં આવશે કે જ્યાં પહેલા ટોલટેક્સ હતા અને આ પદ્ધતિમાં રડાર મશીનનો ઉપયોગ કરવામાં આવશે જેમાં કોઈપણ વાહનને રોકાયા વગર જ માત્ર તેના એન્ટ્રી અને એક્ઝિટ પરથી તેના ટોલની કિંમત નક્કી થશે. એટલે કે તમારું વહન કેટલા કિલોમીટર ચાલે છે તે મુજબ પૈસા તમારા ખાતામાંથી કાપી લેવામાં આવશે.
આ પદ્ધતિ લાગુ થતા ઘણા લોકોને ફાયદો પણ થશે જેમકે તમારે થોડું અંતર કાપવાનું રહે છે. તો તમારે એટલા જ કિલોમીટરના પૈસા ભરવાના રહે છે જેથી કરીને વધારાના ચાર્જ ચૂકવવા પડતા નથી અને તમારો સમયની પણ બચત થાય છે.
Read More:- Gujarat Rain: ગુજરાતમાં વરસાદની એન્ટ્રી, જાણો આવનારા દિવસોમાં વરસાદી આગાહી