Gujarat Rain: ગુજરાતમાં વરસાદની એન્ટ્રી, જાણો આવનારા દિવસોમાં વરસાદી આગાહી

Gujarat Rain: ગુજરાતમાં ગઈકાલે એટલે કે મંગળવારે ચોમાસાના શ્રી ગણેશ થયા છે. જેના લીધે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે અને હવામાન વિભાગના આંકડાઓ મુજબ મુજબ ગઈકાલે ગુજરાતના કુલ 26 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં પડ્યો છે. તેમજ સંતરામપુરમાં કુલ વરસાદ ડોઢ ઈંચથી વધારે નોંધાયો છે.

Gujarat Rain: ગુજરાતના આ તાલુકામાં વરસાદની એંટ્રી 

હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ 11 અને 12 જુનના રોજ મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહી શકે તેવી અગાઉથી આગાહી કરવામાં આવી હતી અને આગાહી સાચી પડતા મંગળવારના રોજ મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લા સંતરામપુર તાલુકામાં 40 એમએમ એટલે કે 1.6 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ મધ્ય ગુજરાતના અન્ય તાલુકાઓ જેમ કે મોરવાહડફ, ગાંધીનગર, કલોલ, સંજેલી વગેરે તાલુકાઓમાં પણ સારો એવો વરસાદ થયો છે જ્યારે વલસાડના કપરડામા  10 એમએમ થી વધારે વરસાદ નોધાયો છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આવનારા દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ અને દાહોદ સામાન્ય વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, સોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી પાંચ થી છ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ શ્રી ગણેશ કરી શકે છે કેમકે હજુ સુધી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેવા જિલ્લાઓમાં વરસાદે એન્ટ્રી કરી નથી. ત્યારે આગામી દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે અને આ સાથે સાથે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 

હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા પણ હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું છે કે આ વખતે મોન્સુન બ્રેક થઈ શકે છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. તેમજ ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સમય કરતા ચાર થી પાંચ દિવસ પહેલા એન્ટ્રી કરી શકે છે અને આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

Read More:- ગ્રામીણ બેંક ભરતી: આ સૌથી મોટી ગ્રામીણ બેંકની જાહેરાતમાં ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

Leave a Comment