FCI Recruitment 2024: ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં બમ્પર ભરતી, પાત્રતા, ફી અને પસંદગી પ્રક્રિયા વિશે જાણો

FCI Recruitment 2024: ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીનું જાહેરાત બહાર પાડવામાં આવી છે ત્યારે જે ઉમેદવારો સરકારી નોકરીની શોધખોળમાં છે તેમના માટે આ ઉતમ તક કહી શકાય. આ ભરતીમાં જનરલ, એકાઉન્ટ્સ, ટેકનિકલ, ડેપો અને હિન્દી સહિતની વિવિધ પોસ્ટો માટે સહાયક ગ્રેડ III ની જગ્યાઓની ભરતી માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડવાની અપેક્ષા છે. તો ઉમેદવારો જો આ વિવિધ પોસ્ટ માટે લાયકાત ધરાવતા હોય તો અમારા આ લેખને અંત સુધી વાંચીને અરજી કરી શકે છે/

FCI Recruitment 2024

લાયકાત ધરાવતા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) ની અધિકૃત વેબસાઈટ https://recruitmentfci.in/ પર તેમની ઊંડી નજર રાખે, જ્યાં સહાયક ગ્રેડ III ની જગ્યાઓ માટે અરજી કરવા માટેની લિંક ટુંક સમયમાં જ શેર કરવામાં આવશે. હજુ સુધી સત્તાવાર જાહેરાત બહાર પડી નથી પરંતુ અટકળો મુજબ આ ભરતીની જાહેરાત એપ્રિલ 2024 માં આવી શકવાની શક્યતાઓ રહેલ છે.

FCI AG III ભરતી માટે પાત્રતા અને માપદંડ

FCI AG III ભરતી પર નજર રાખતા મહત્વાકાંક્ષી ઉમેદવારો માટેની પાત્રતા માપદંડ શૈક્ષણિક લાયકાતો અને વય મર્યાદાઓને વિશેષ માહિતી અમે અહી નીચે શેર કરેલ છે.

પોસ્ટનું નામ: AG-III (સામાન્ય)

  • શૈક્ષણિક લાયકાત: કમ્પ્યુટર વપરાશમાં નિપુણતા સાથે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી.
  • વય મર્યાદા: ન્યૂનતમ ઉંમર 18 અને મહત્તમ ઉંમર 27 વર્ષ.

પોસ્ટનું નામ: AG-III (એકાઉન્ટ્સ)

  • શૈક્ષણિક લાયકાત: કોમ્પ્યુટર વપરાશમાં નિપુણતા સાથે માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ કોમર્સ.
  • વય મર્યાદા: નોટફિકેશન મુજબ.

પોસ્ટનું નામ: AG-III (ટેકનિકલ)

  • શૈક્ષણિક લાયકાત: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન (કૃષિ) માં સ્નાતકની ડિગ્રી અથવા ચોક્કસ વિષયો (બોટની, પ્રાણીશાસ્ત્ર, બાયો-ટેક્નોલોજી, બાયો-કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફૂડ સાયન્સ) અથવા સંબંધિત ક્ષેત્રોમાં B.Tech/BE સાથે BSc.
  • વય મર્યાદા: માર્ગદર્શિકા મુજબ.

પોસ્ટનું નામ: AG-III (ડેપો)

  • શૈક્ષણિક લાયકાત: કમ્પ્યુટર વપરાશમાં નિપુણતા સાથે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી.
  • વય મર્યાદા: માર્ગદર્શિકા મુજબ.

પોસ્ટનું નામ: AG-III (હિન્દી)

  • શૈક્ષણિક લાયકાત: મુખ્ય વિષય તરીકે હિન્દી સાથે માન્ય યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં સ્નાતકની ડિગ્રી.
  • વય મર્યાદા: લઘુત્તમ વય 18 અને મહત્તમ વય 28 વર્ષ.

પરીક્ષા પધ્ધતિ

આ પરીક્ષા માટે ઉમેદવારોને પસંદગી પ્રક્રીયા માટે બે ઓનલાઈન લેખિત પરીક્ષા આપવાની રહે છે જેમાં પ્રતેયકનો સમયગાળો 60 મિનિટનો રહેશે અને અને અંગ્રેજી, તર્ક, સંખ્યાત્મક ક્ષમતા અને સામાન્ય અભ્યાસ સહિતના વિષયોને આવરી લે છે. સંભવિત ઉમેદવારોને યોગ્યતાના માપદંડોની કાળજીપૂર્વક સમીક્ષા કરવા અને અરજી પ્રક્રિયા સાથે આગળ વધતા પહેલા તેનું પાલન સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવે છે. તો આવો જાણી અરજી કરવાની રીત વિષે ..

અરજી કરવાની પ્રક્રિયા | FCI Recruitment 2024 Online Apply

સહાયક ગ્રેડ III ની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે આપેલ પગલાં અનુસરીને ઓનલાઈન અરજી કરી શકે છે.

  • સૌ પ્રથમ FCI ના અધિકૃત પોર્ટલ (www.fci.gov.in)ની મુલાકાત લો.
  • હવે હોમ સ્ક્રીન પર ‘Recruitment’ વિભાગ પર ક્લિક કરો.
  • ત્યારબાદ FCI સહાયક ગ્રેડ 3જ માટે ‘ઓનલાઈન અરજી કરો‘ લિંક શોધો.
  • હવે લાયકાત મુજબ ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને આગળ વધો.
  • ત્યારબાદ માગ્યા મુજબની માહિતી ભરો અને તમારો ફોટોગ્રાફ અને હસ્તાક્ષર અપલોડ કરો.
  • છેલ્લે ક્રેડિટ કાર્ડ અથવા UPI દ્વારા એપ્લિકેશન ફી ઑનલાઇન સબમિટ કરો.
  • દાખલ કરેલી વિગતોને ચકાસો અને ભવિષ્યના સંદર્ભ માટે અરજીને સુરક્ષિત કરીને અરજી ફોર્મ સબમિટ કરો.

Read More:- Gujarat Police Bharti 2024 : જો તમે પોલીસ ભરતીના સંભવિત ઉમેદવાર છો તો આ સૂચનાઓ તમારા કામની છે, અહીથી જાણો નવી અપડેટ

ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા વિભાગ દ્વારા સહાયલ વર્ગ 3 ની આ ભરતી માટે જે ઉમેદવાર લાયકાત ધરાવે છે તેઓ ટૂંક સમયમાં ભરતીની લિન્ક અહીથી એક્સેસ કેરી શકશે. હજુ સુધી ઓફિશિયલ જાહેરાત બહાર ન આવતા અમે અહી લિન્ક પ્રદાન કરી નથી જેથી અમારી સાઈટને મુલાકાટ લેતા રહો અને વધુ અપડેટ માટે અમારા વોટસએપ ગ્રૂપમાં જોડાઈ શકો છો, આભાર.

Leave a Comment