Gujarat Police Bharti 2024 : નમસ્કાર મિત્રો,ગુજરાત પોલીસ ભરતીની રાજ્યના ઘણા ઉમેદવાર મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કેમકે પોલીસ ભરતી રાજ્યની સૌથી મોટી ભરતી હોયછે. તેમજ તે અંગેની જાણ રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીજીએ અગાઉ કરી હતી. ત્યારથીજ નોકરી ઇચ્છતા સંભવિત ઉમેદવારો પોલીસ વિભાગમાં નોકરી મેળવવાની આશા સાથે જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. ભરતીમાં માં ૧૨૪૭૨ જેટલી વધુ જગ્યાઓ હોવાને લીધે નોકરી મેળવવાની આશા વધુ વધી જાય એ સ્વાભાવિક છે.
આખરે પોલીસ વિભાગ દ્વારા તારીખ 01/04/2024 ના રોજ સત્તાવાર જાહેરાત આપવામાં આવી. મિત્રો, પોલીસ ભરતી બોર્ડના સચિવ દ્વારા માન.શ્રી હસમુખભાઇ પટેલ સમયાંતરે પોલીસ ભરતીના ઉમેદવારોના હિતમાં ભરતીને લઈને નવીન સમાચાર આપતા રહે છે.
Gujarat Police Bharti 2024
ભરતી કરનાર સંસ્થાનું નામ | Gujarat Police Recruitment Board |
ભરતીની કુલ જગ્યાઓ | ૧૨૪૭૨ |
અરજી કરવાની અંતિમ તારીખ | ૩૦/૦૪/૨૦૨૪ સમય ૨૩.૫૯ |
પરીક્ષા ફી ભરવાની અંતિમ તારીખ | ૦૭/૦૫/૨૦૨૪ સમય ૨૩.૫૯ |
સત્તાવાર સુચનાઓ ડાઉનલોડ કરવા માટે | અહી ક્લિક કરો |
અહીથી અરજી કરો | https ://ojas.gujarat.gov.in |
પરીક્ષા પધ્ધતિ :
મિત્રો જો તમે પોલીસ ભરતી માટેના ઉમેદવાર છો તો તમારે ભરતીને લઈને મળેલા અપડેટથી માહિતગાર રહેવું જોઈએ. ઘણા સંભવિત ઉમેદવારો દ્વારા પરીક્ષાને લઈને વારંવાર પૂછવામાં આવ્યું હતુકે પોલીસની પ્રાથમિક પરીક્ષા ઓન લાઈન લેવામાં આવશે કે ઓફ લાઈન તેમજ ઘણા ઉમેદવારો દ્વારા પોલીસ ભરતીની પરીક્ષા ઓફ લાઈન લેખિત રીતે લેવામાં આવે તેવી વિનંતિઓ પણ કરવામાં આવતાં પોલીસ ભરતી બોર્ડના સચિવ શ્રી માન.હસમુખભાઈ પટેલે ટ્વિટ કરીને આ પરીક્ષા લેખિત સ્વરૂપે ઓફ લાઈન લેવામાં આવશે તેવી માહિતી ઉમેદવારો માટે આપી છે. ઉમેદવારો માટે પરીક્ષા પધ્ધતિને લઈને સારા સમાચાર મળી રહ્યા છે.
ફોર્મ ભરવાનો સમયગાળો :
ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવા માટે તારીખ 04/01/2024 થી 30/04/2024 રાત્રીના 23.59 કલાક સુધી ઉમેદવારોને સમય આપવામાં આવ્યો છે. પોતાનું ઉમેદવારી ફોર્મ માત્ર ઓન લાઈન ojas.gujarat.gov.in પોર્ટલ મારફત ભરવાનું રહેશે. અત્યાર સુધીમાં 50000 જેટલાં ફોર્મ ભરાયાં છે. ઉમેદવારોએ આખર તારીખની રાહ જોયા વગર સત્વરે પરીક્ષા ફોર્મ ભરી દેવું જોઈએ એવી સૂચના પણ આપવામાં આવી છે.
અરજી ફોર્મ ભરવાની રીત :
- ઉમેદવારોએ પરીક્ષા ફોર્મ ભરવા માટે પોતાનું ધોરણ 12 અથવા વધુ અભ્યાસની માર્કસીટ મુજબ અટક,નામ વગેરે વિગતો દર્શાવવાની રહેશે. તેમજ તે સર્ટીને અપલોડ પણ કરવાનું રહેશે.
- દરેક ઉમેદવારોએ માત્ર એકજ ફોર્મ ભરવાનું છે.
- અરજીફોર્મ ભરવા માટે ઉમેદવારોએ સૌ પ્રથમ ojas ની વેબ સાઇટ પર જઈ On line Application ટેબ પર ક્લીક કરવાથી select મેનૂ પર ક્લીક કરવાથી GPRB (Gujarat Police Recruitment Board ) પસંદ કરી તેના પર ક્લીક કરવાથી ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 સંવર્ગમાં પો.સ.ઈ. તથા લોક રક્ષક કેડર ના ઓબ્સનની સામેની ટેબ પર Apply અને Detail એમ બે ટેબ દેખાશે. તેમાં સૌ પ્રથમ Details ની ટેબ પર ક્લિક કરી વિગતવાર જાહેરાતનું Pdf ફોરમેંટ દેખાશે તે ડાઉનલોડ કરી કાળજી પૂર્વક વાંચી લીધા પછીજ અરજી કરવી.
- હવે APPLY Now પર ક્લિક કરી Apply on line પર ક્લીક કરવાથી અરજી ફોર્મ ખુલશે.
- સૌ પ્રથમ ઉમેદવારોએ PSI કેડર માટેજ ફોર્મ ભરતા હોયતો PSI Cadre, તે લોક રક્ષક માટે ઉમેદવારી ફોર્મ ભરતા હોય તો Lok Rakshak Cadre અને બંને પરીક્ષા માટે ઉમેદવારી નોધાવવાની હોયતો Both (PSI and Lok Rakshak Cadre સિલેક્ટ કરવાનું રહેશે.તેમજ કાળજી પૂર્વક તમામ વિગતો ભરવી
પરીક્ષા ફી :
સામાન્ય સંવર્ગના ઉમેદવારો PSI માટે 100 રૂપિયા, લોકરક્ષક માટે 100 રૂપિયા અને બંને કેડર માટે ઉમેદવારી નોંધાવી હોયતો 200 રૂપિયા તેમજ બેંક ચાર્જ સાથે પરીક્ષાફીના ભરવાના રહેશે.અનામત સંવર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની નથી. પરીક્ષા ફી માત્ર ઓન લાઈન ભરવાની રહેશે. તેમાટે Pay Fees પર ક્લિક કરવાથી SBIepay ખૂલે તેમાં ઉમેદવારોએ (1)UPI (2) Internet Banking (3) Credit Card/Debit Card/Prepayed Card મારફત ચુકવણું કરવાનું રહેશે. Credit Card/Debit Card/Prepayed Card પૈકી જે ઉમેદવારો Debit card થી પેમેન્ટ કરવાના છે.તેઓ માત્ર Rupay Card થી જ પેમેન્ટ કરી શકશે અન્ય કાર્ડ ચાલશે નહી જેની નોધ લેવી. પરેક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ: 07/05/2024 સમય 23.59 સુધીની છે.
શારીરીક ક્ષમતા કસોટી :
શારીરિક ક્ષમતા કસોટીમાં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારોને લેખિત MCQ પ્રકારની બીજી કસોટી માટે બોલાવવામાં આવશે. નિયત સમયમર્યાદામાં દોડ પૂર્ણ કરનાર તમામ ઉમેદવારો બીજી કસોટી માટે લાયક ગણવામાં આવશે.
સામાન્ય સૂચનાઓ :
ઉમેદવારોએ અરજીફોર્મ અને ફી ભર્યા બાદ અરજી અને ફીના ચલણની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવી. આ ઉપરાત ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત,શારિરીક માપદંડ અને અનામત જગ્યાઓ અંગેની સૂચનાઓ તેમજ યોજવામાં આવતી કસોટીઓ,તેમજ ઉમેદવારોને મળનાર વધારાના ગુણ અને અન્ય સૂચનાઓ માટે પોલીસ ભરતીનું સત્તાવાર નોટિફિકેશન જોઈ લેવા વિનંતી છે.
આ પણ વાંચો : નવોદય વિધાલય ભરતીની 1300+ જગ્યાઓ માટે 15 એપ્રિલ, 2024 સુધીમાં અરજી કરો