તમારા ગ્રામ પંચાયતમાં કેટલી ગ્રાન્ટ આવી અને કેટલી વપરાઈ તેની સંપૂર્ણ માહિતી મેળવો ઘરે બેઠા – Gram Panchayat Work Report

Gram Panchayat Work Report: મિત્રો અત્યારના આધુનિક યુગમાં દરેક વ્યક્તિ પોતાના ગામમાં આવેલી ગ્રાન્ટ વિશે માહિતી મેળવવા માગતા હોય છે, ત્યારે હવે અમે આજે આ અગત્યના લેખના માધ્યમથી તમે ઘરે બેઠા પણ તમારા ગ્રામ પંચાયતમાં ફાળવેલી ગ્રાન્ટને તમામ વિગતો ચકાસી શકો છો. વધુમાં આ ફાળવેલી ગ્રાન્ટમાંથી થયેલા કામોની વિગતો પણ તમે હવે ઓનલઈન જોઈ શકો છો, તો તેના માટે અમારો આ લેખ અંત સુધી વાંચતા રહો.

મિત્રો ભારત સરકાર દ્વારા ગ્રામ પંચાયતમાં થયેલી કામગીરીઓનો અહેવાલ અને પેન્ડિંગ કામો તેમજ વાર્ષિક ફાળવેલી ગ્રાન્ટ વગેરેનું તમામ ડેટા એક જ જગ્યાએ ઓનલાઇન મળી રહે, તેનું દર્શાવતું એક પોર્ટલ શરુ કરવામાં આવેલ છે તો હવે તમે પણ તમારા ગામમાં થયેલા વિકાસના કામો અંગે ઓનલાઇન માહિતી મેળવી અને ગામમાં ફાળવેલ ગ્રાન્ટ વિગતો મેળવી અને સરકારી કામોમાં થતી ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં સરકારને મદદ કરી શકો છો.

Gram Panchayat Work Report

મિત્રો હવે દરેક વ્યક્તિ પોતાના ગામમાં થયેલા વિકાસના કામોને ઓનલાઈન જોઈ અને તેની મદદથી જાણી શકે છે કે ખરેખર તેના ગામમાં પોર્ટલ પર દર્શાવેલ કામ થયું છે કે નહીં અને જો ના થયું હોય તો તેઓ વાધો ઉઠાવી અને આ કામનો જલ્દીથી પૂરું કરાવી શકવા માટે અરજી કરી શકે છે. તો ચાલો હવે આપણે જોઈએ કે ગ્રામ પંચાયતનો કાર્યનો અહેવાલ ઓનલાઈન કેવી રીતે જોવું.

ગ્રામ પંચાયત રિપોર્ટ ઓનલાઈન

મિત્રો જો આપણે ગ્રામ પંચાયતના કામોને લગતી વાત કરીએ છીએ, તો તે પહેલા તમારે કેટલીક બાબતો જાણવું જરૂરી છે જેમ કે ગ્રામ પંચાયતના વિકાસલક્ષી કામોને પૂરા કરવાની જવાબદારી તમારા ગામની પર પંચાયતના મુખ્ય વ્યક્તિ એટલે કે સરપંચને રહે છે અને જો કોઈ ગામમાં વહીવટદાર હોય તો તેમની જવાબદારી રહે છે. જેમાં પાણી પુરવઠો, સ્કૂલો, રોડો, ગટરોનું કામ, વેરા ઉઘરાવા વગેરેની જવાબદારી રહે છે તથા સરકારી યોજનાઓની સંપૂર્ણ માહિતી લોકો સુધી પહોંચે તેના માટે મહત્તમ પ્રયાસો કરવાના રહેશે.

તો હવે સરકાર દ્વારા ઈ-ગ્રામ સ્વરાજ પોટલ શરૂ કરવામાં આવેલ છે, જેની મદદથી કોઈપણ વ્યક્તિ હવે પોતાનું ગ્રામ પંચાયતનો કાર્યનો રિપોર્ટ મેળવી શકે છે

ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટ્લ વિષે માહિતગાર થાઓ

મિત્રો જો તમે તમારા ગ્રામ પંચાયતના થયેલા કામોની વિગતો અને કુલ ફાળવેલ બજેટ તથા તમારા ગામના સરપંચ તેમજ સભ્યોની વિગતો વિશે જો તમે માહિતી મેળવવા માગતા હોવ, તો તમે E-Gram Swaraj Portal ની મદદથી આ ઓનલાઈન માહિતી મેળવી શકો છો જેના માટે તમે નીચેના પગલાં અનુસરીને આ કામ કરી શકો છો.

  •  મિત્રો સૌ પ્રથમ ઈ સ્વરાજ પોર્ટલ https://egramswaraj.gov.in/ પર જાવ
  • ત્યારબાદ તમને હવે હોમપેજ પર પ્લાન પ્લસ ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરો
  • હવે નવા પેજમાં તમારું રાજ્ય તાલુકો અને જિલ્લો અને ગ્રામ પંચાયત પસંદ કરી અને આગળ વધો
  • હવે તમે કયા વર્ષનું કાર્યનું અહેવાલ જોવા માંગો છો તે વર્ષ પસંદ કરો
  • ત્યારબાદ સામે આપેલ ગેટ રિપોર્ટ બટન પર ક્લિક કરો

તમારી સામે તમે જે નાણાકીય વર્ષનો રિપોર્ટ પસંદ કરે છે તેનો તે વર્ષનો થયેલા કામો અને મળેલી ગ્રાન્ટની તમામ વિગતો તમે ઓનલાઈન જોઈ શકશો.

ઈ-ગ્રામ સ્વરાજ એપ

મિત્રો જો તમે ઈ-ગ્રામ સ્વરાજ એપની તમારા મોબાઇલમાં ડાઉનલોડ કરો છો, તો તેની મદદથી પણ તમે ઘણા બધા કાર્યો અને વિકાસના કામોની વિગતો ઘરે બેઠા ઓનલાઇન એપ્લિકેશનથી જોઈ શકો છો. જેના માટે તમે google play store પર એક ગ્રામ સ્વરાજ સર્ચ કરીને તમારા મોબાઇલમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો. ત્યારબાદ તમારું રાજ્ય, જીલ્લો, તાલુકો વગેરે પસંદ કરી અને તમારો ગ્રામ પંચાયત પસંદ કરી અને પ્રોસીડ બટન પર ક્લિક કરશો જેથી તમારા ગ્રામ પંચાયતમાં થયેલા કામોની વિગતવાર માહિતી તમે મેળવી શકશો

મિત્રો તમને જણાવી દઈએ કે ઈ ગ્રામ સ્વરાજ એપ્લિકેશનમાં કુલ કાર્યોને મળીને ગ્રાન્ટોની વિગતની સાથે સાથે કેટલા લોકોને જોબકાર્ડ રજીસ્ટર થયેલ છે તેની પણ સંપૂર્ણ વિગત આ એપ્લિકેશનમાં હોય છે જેથી તમે પોર્ટલ કરતા જો આ એપ્લિકેશન તમારા મોબાઇલમાં સેવ કરશો તો વારંવાર તમારે પોર્ટલ ખોલવાની જરૂર નહીં પડે જેથી કરીને તમે આ એપનો અન્ય ઘણા બધા લાભ લઈ શકો છો.

Read More:- 8th Pay Commission Update: 8મું પગાર પંચની રચનાને લઈને મોટા સમાચાર, જો લાગું થાય તો પગારમાં કેટલો વધારો થશે?

Leave a Comment