8th Pay Commission Update: 8મું પગાર પંચની રચનાને લઈને મોટા સમાચાર, જો લાગું થાય તો પગારમાં કેટલો વધારો થશે?

8th Pay Commission Update: હવે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર છે. જે કર્મચારીઓ 8માં પગારપંચ રાહ જોઈને બેઠા છે તે માટે સરકાર દ્વારા નવા નાણાંકીય વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા પગાર પંચની રચના ની ભેટ મળી શકે છે જેના લીધે કર્મચારીઓને પગાર ડબલ થઈ શકે છે. 

8th Pay Commission Update: 8મું પગાર પંચની રચના

મિત્રો આ લોકસભાની જનરલ ચૂંટણી પછી નવા પગાર પંચની રચના કરવામાં આવશે જે મીડિયા સોર્સ દ્વારા નિશ્ચિત કરવામાં આવેલ છે. પરંતુ આ અંગે સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર નિવેદન આપવામાં આવેલ નથી. પરંતુ જો તમે જોવા જાઓ તો ૭માં પગારપંચની રચના વર્ષ 2014 માં થઈ હતી અને હવે તેને 10 વર્ષનો સમયગાળો પૂર્ણ થતા નવું પગાર પંચની રચના થાય તે નિશ્ચિત હોઈ શકે છે.

નાણા વિભાગના વિચારણા હેઠળ

મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ યુનિયન અને રેલવે વિભાગના કર્મચારીઓ દ્વારા સરકારને ૮ માં પગાર રચનાને લઇને પત્ર લખવામાં આવેલ છે. આ સિવાય અન્ય ઘણા બધા કર્મચારીઓ દ્વારા પણ આની માંગ ઉઠી રહી છે જેને ધ્યાનમાં લઈને કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા આ રજુઆત પત્ર નાણા મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. 

તો મિત્રો હવે લોકસભાની ચુંટણી બાદ નાણા મંત્રાલય દ્વારા ૮માં પગાર પંચની રચનાને લઈને નિર્ણય લેવામાં આવી શકે છે, કેમ કે જો વર્ષ ૨૦૨૪ માં નવા પગાર પંચની રચના કરવામાં આવે તો તે લગભગ ૨ વર્ષ પછી એટલે કે વર્ષ ૨૦૨૬ માં લાગુન થશે અને તમને પણ ખબર હશે કે ૭ મં પગારપંચ પણ ૨૦૧૬ માં લાગુ થયુ હતું જેના લિધે કર્મચારીઓના પગાર માં બમ્પર વધારો જોવા મળ્યો હતો.

પગાર પંચ લાગુ થતાં કેટલા ફાયદા થશે

મિત્રો જો આપણે છેલ્લા પગાર પંચની લાગુ થયા બાદ તેમાં થયેલા વધારાની વાત કરીએ તો વર્ષ ૭માં  પગાર પંચ લાગુ થયા બાદ કર્મચારીઓના પગારમાં 23 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જેના લીધે કર્મચારીઓને પગારમાં જમ્પ જોવા મળ્યો હતો.  મિત્રો તમને ખબર હશે કે નવા પગાર પંચની રચના દર 10 વર્ષે થતી હોય છે જેના લિધે સમિતીની રચના ૨ વર્ષ અગાઉ કરવામાં આવે છે.

મિત્રો, આપણે જોયું કે ગયા મહિને કેન્દ્રીય કર્મચારીઓને DA માં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે, જે ૧ જાન્યુઆરી ૨૦૨૪ થી લાગુ થશે અને કર્મચારિઓનો મોઘવારી ભથ્થું હવે વધીને ૫૦ ટકા થઈ ગયું છે અને તેમનું એરીયસ પણ આ મહિનાના પગાર સાથે તમામ કર્મચારીઓને મળ્યું પણ હશે.

તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી અને શું સરકાર લોક્સભા ચુટણી પછી ૮ માં પગારપંચની રચના કરશે તેના વિષે તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો.

Read More:- GSEB Commerce Result 2024: ધોરણ 12નું પરિણામ જાહેર, અહિંથી ચેક કરો તમારું રીઝલ્ટ

Leave a Comment