Groundnut Market Price Today: આ માર્કેટયાર્ડોમાં મગફળીનો ભાવ 6500 રૂપિયાથી ઉપર રહ્યો, જાણો આ વખતે મગફળીના ભાવ કેવા રહેશે.

Groundnut Market Price Today: મિત્રો ભાવનગર માર્કેટ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે ગુજરાતમાં વિવિધ માર્કેટયાર્ડમાં પણ મગફળીઓની આવક શરૂ થતા મગફળીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. તો આજે આપણે આ લેખના માધ્યમથી ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ વિશે જાણીશું.

મિત્રો અહીં અમે ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડોના મગફળી, એરંડા, કપાસ, ઘઉં, તમાકુ તેમજ અન્ય પાકોના ભાવ અપડેટ કરતા રહીએ છીએ. તેમજ ખેડૂત મિત્રો માટે વિવિધ ખેડૂત સહાય યોજનાઓ અને વિવિધ નવા પાકોની ખેતી પદ્ધતિઓની માહિતીઓ પણ અહીં તમારી સાથે શેર કરતા રહીએ છીએ. જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને વિનંતી કે તમે અમારી વેબસાઈટની સેવ કરી રાખો. જેથી અમારી દરેક અપડેટ પ્રથમ મેળવી શકો છો.

Groundnut Market Price Today

ખેડૂત ભાઈઓ અત્યારે મગફળીનું વાવેતરની સીઝન ચાલુ છે અને લાખો ખેડૂતોએ આ વર્ષે મગફળીનું વાવેતર કર્યું છે. તો મગફળીની આવકમાં પણ સતત વધારો જોવા મળી શકે છે. પરંતુ હાલમાં મગફળીની આવકમાં થોડો ઘટાડો હોવાથી તેના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે પરંતુ જેમ જેમ આવક વધશે તેમ ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે.

તો ખેડૂત ભાઈઓ આજે આપણે મગફળીના વિવિધ માર્કેટ યાર્ડના બજારભાવ વિશે જાણીશું જેમાં સૌથી પ્રથમ વાત કરીએ તો અમરેલી માર્કેટયાર્ડમાં મગફળીનો ન્યુનત્તમ ભાવ 4500 રૂપિયા ત્યારે મહત્તમ ભાવ 6000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યો હતો. ત્યાં અમરેલીના સાવરકુંડલા માર્કેટયાર્ડ ની વાત કરીએ તો ત્યાં ન્યુનતમ ભાવ 5500 રહ્યો હતો અને મહત્વ 6000 રૂપિયા બોલાયો હતો.

મિત્રો ધ્રોલ માર્કેટ યાર્ડ મગફળીનો ન્યુનત્તમ ભાવ 5100 બોલાયો હતો, જ્યારે વધુ ભાવ 5950 રૂપિયા રહ્યો હતો. જ્યારે પોરબંદર  માર્કેટયાર્ડમાં મહત્તમ ભાવ 5750 રહ્યો હતો અને એક જામનગર માર્કેટયાર્ડમાં મહત્વ ભાવ 6450 રૂપિયા બોલાયો હતો.

મિત્રો ગુજરાતમાં હાલમાં સૌથી વધુ મગફળીનો ભાવ ભાવનગર માર્કેટયાર્ડ નો બોલાયો છે જેનો ભાવ 6875 રૂપિયા રહ્યો હતો તેમજ રાજકોટ, જસદણ અને હળવદ માર્કેટયાર્ડોમાં પણ મગફળીનો ભાવ 6500 રૂપિયાથી વધુ બોલાયો હતો. તો આવું જાણીએ તમામ માર્કેટ યાર્ડના સરેરાશ ભાવની સંપૂર્ણ વિગત અને શું હજુ પણ આ ભાવ વધી શકે?

ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડોમાં મગફળીનો આજનો બજાર ભાવ

માર્કેટયાર્ડન્યુનત્તમ ભાવમહત્તમ ભાવ
અમરેલી45006000
સાવરકુંડલા55006000
ધ્રોલ51005950
પોરબંદર51505750
જામનગર63006450
ભાવનગર55006875
રાજકોટ55006555
જસદણ47506425
વિસાવદર52056105
હળવદ51256750
પાથવાડા45006405
વડગામ55556000

આ પણ વાંચો:- ખેડુતો હવે ખેતરના શેઢા પરથી કરો લાખોની કમાણી, જાણો સરગવાની ખેતી પધ્ધતી વિશે સંપુર્ણ માહિતી

મિત્રો મગફળીનો આજનો બજાર ભાવની સરેરાશ ભાવની વાત કરીએ તો તે 5500 થી 6000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યો હતો. તો ખેડુત મિત્રો આવનારા દિવસોમાં શુ6 હજુ પણ મગફળીના ભાવ વધશે કે નહીં તે અમને કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરુરથી જણાવજો.

Leave a Comment