ખેડુતો હવે ખેતરના શેઢા પરથી કરો લાખોની કમાણી, જાણો સરગવાની ખેતી પધ્ધતી વિશે સંપુર્ણ માહિતી

સરગવાની ખેતી: ખેડૂતો મિત્રો આજના આધુનિક સમયમાં  પોતાની આવક બમણી કરવા માટે ખેતી સાથે વિવિધ પ્રકારનાં ઇમારતી  વૃક્ષો અને  ફળપાકોની ખેતી અપનાવી વધુ આવક મેળવતા થયા છે. ઉપરાંત આયુર્વેદિક વૃક્ષોની ખેતી કરીને તેમની આવકમાં વધારો કરી રહ્યા છે. આજના આ આર્ટિકલમાં અમે આપને આવા જ એક ઉપયોગી ઝાડ સરગવાની ખેતી પદ્ધતિ વિશે જણાવી રહ્યા છીએ.

 સરગવો એક ઉત્તમ પ્રકારનુ  આયુર્વેદિક  ઔષધિય ગુણો ધરાવતું વૃક્ષ છે. તેના પાન,ફૂલ  અને સિંગોની બજારમાં સારી માગ હમેશાં રહે છે. ખેડૂત મિત્રો સરગવાની ખેતી કરીને તેમની આવકમાં વધારો કરી શકે છે તો ચાલો જાણીએ સરગવાની ખેતી પદ્ધતિ અને સરગવાના ફાયદા.

સરગવાની ખેતી

મિત્રો ખેડૂત મિત્રો દ્વારા તેમની આવક વધારવા માટે અવનવા અખતરા અને પ્રયોગો ખેતીમાં કરવામાં આવે છે. ઘણા ખેડૂત મિત્રો જૂની પરંપરાગત ખેતીને બદલે હવે આધુનિક ખેતી તરફ વળ્યા છે. તેઓ તેમના ફાર્મમાં ઇમારતી લાકડાં માટેના વિવિધ ઝાડ પપલર,સાગ,વાંસ  તેમજ  બાગાયતી ખેતી પણ કરી રહ્યા છે. કેટલાક ખેડૂત મિત્રો સરગવાની ખેતી કરીને તેમની આવકમાં સારો એવો વધારો કરી રહ્યા છે. સરગવાના છોડના તમામ ભાગો આવકની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે. સરગવો એક ઔષધીય ગુણો ધરાવતું વૃક્ષ છે. જેની ઊંચાઈ 8 થી 9 મીટર સુધીની હોય છે. તેની સિંગો માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવેછે. તેમજ તે એક ઉત્તમ પ્રકારની શાકભાજી પણ છે. આ ઉપરાંત સરગવાનાં પાન મૂળ અને પ્રકાંડ તમામ ભાગોને બજારમાં વેચાણ કરી ખેડૂતોને સારી આવક મળી રહે છે. તેથી સરગવો એક ઉત્તમ પ્રકારનું વૃક્ષ છે. જે ખેડૂતોને સારી કમાણી કરી આપે છે.

ભારતમાં તામીલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં સરગવો ખૂબ જ પ્રચલિત વૃક્ષ છે. ઉત્તર ભારતમાં પણ સરગવાની પરંપરાગત ખેતી કરવામાં આવે છે. જ્યારે હવે ગુજરાતમાં પણ લોકોનું ધ્યાન સરગવાની ખેતી પર ગયું છે. અને ગુજરાતના ઘણા જિલ્લાઓમાં હવે ખેડૂતો સરગવાની ખેતી કરતા થયા છે. મિત્રો તમે શેઢાપાડા ની જમીન ઉપર સરગવાની ખેતી કરીને એક વધારાની આવક મેળવી શકો છો. આ ઉપરાંત તમે તમારા આખા ખેતરમાં પણ  સરગવાનું પદ્ધતિસર વાવેતર કરીને તેમાંથી મબલખ  કમાણી કરી શકો છો. અમે આજે આજના આ આર્ટીકલ માં આપને સરગવાની ખેતી કરવાની રીત વિશે આપને જણાવી રહ્યા છીએ.

સરગવાની ખેતીને અનુકૂળ જમીન

સરગવાની ખેતી કરવા માટે ગોરાડુ મધ્યમ કાળી ફળદ્રુપ જમીન ખૂબ માફક આવે છે. માત્ર પાણીના ભરાવવાળી અથવા તો પર્વતીય ઢોળાવ વાળી જમીન સિવાય તમામ પ્રકારની જમીનમાં સરગવાની ખેતી કરી શકાય છે. તેમજ સરગવાની ખેતી માટે 25° તાપમાનથી 45 ડિગ્રી સુધીનું  ઉષ્ણતામાન સરગવાની ખેતીને માફક આવતું હોઇ ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં સરગવાની ખેતી સારી રીતે કરી શકાય છે. સરગવાની ખેતી કરવા માટે તમે તમારા શેઢાપાળા પર સરગવાનું વાવેતર કરી શકો છો. વાવેતરના સાત થી આઠ માસમાં શીંગો આવવાનું શરૂ થાય છે. 

સરગવાની સુધારેલી જાતો

સરગવાનું વાવેતર કરવા માટે ભારતમાં વિવિધ પ્રકારની વેરાઈટી પ્રચલિત છે. તામિલનાડુ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત કરેલી જાતો પીકેએમ 1 અને પીકે એમ 2 જાતો ખૂબ પ્રચલિત .છે આ જાત ઉપર સાત થી આઠ મહિના  પછી સિંગો આવવાનું શરૂ થાય છે. અને એક છોડ ઉપર 200 થી 250  જેટલી સિંગોનું ઉત્પાદન મળે છે. તેમજ સિંગોનું હેક્ટર દીઠ ઉત્પાદન 50 ટન કરતાં વધુ જોવા મળ્યું છે. આ ઉપરાંત પણ બીજી ઘણી જાતો બજારમાં ઉપલબ્ધ છે. જેવીકે સીઓ 2 અને ઓસીડી 3  વગેરે જાતો પ્રચલિત છે. 

પિયત પદ્ધતિ

સરગવાના ઝાડને જો તમે ચોમાસા પહેલાં તેનું વાવેતર કરવામાં આવે તો ચોમાસ સમગ્ર ચોમાસા દરમિયાન તેને પાણી આપવાની જરૂર પડશે નહીં. પરંતુ જ્યારે વરસાદની અછત થાય છે ત્યારે તમે જરૂરિયાત મુજબ પિયત આપી શકો છો. સરગવો ઓછા પાણીની જરૂરિયાત ધરાવતું  વૃક્ષ હોય ઓછા પિયત દ્વારા તેને સારી રીતે ઉગાડી શકાય છે. તેમજ તેને ખાસ વિશેષ  પ્રકારની માવજતની જરૂર પડતી નથી. આ ઉપરાંત રોગ નિયંત્રણ કરવાની પણ ખાસ  જરૂર ઉપસ્થિત થતી નથી કેમ કે સરગવા પર ભાગ્યેજ  કોઈ રોગની અસર જોવા મળે છે. 

આ પણ વાંચો:- Custer Price Today: માર્કેટયાર્ડોમાં એરંડાની આવકોમાં મોટો ઘટાડો, આ માર્કેટયાર્ડમાં આજે એરંડાના સૌથી વધુ ભાવ બોલાયા, જાણો સમગ્ર માર્કેટયાર્ડના ભાવ

સરગવાનુ ઉત્પાદન  

ખેડૂત મિત્રો સરગવાના એક ઝાડ ઉપર આપણને 200 થી 250 જેટલી સિંગ મળે છે. એક સિંગનું વજન અંદાજિત 150 ગ્રામ જેટલું હોય છે. તેમજ આ સિંગ સામાન્ય રીતે 45 થી 75 સેન્ટીમીટર જેટલી લાંબી  હોય છે. બજારમાં એક ઉત્તમ પ્રકારની શાકભાજી તેમજ વિવિધ રેસીપી માટે ઉપયોગ થવાથી ધૂમ  વેચાણ થાય છે. તેનો આયુર્વેદિક ઉપયોગ પણ  કરવામાં આવે છે. આ ઉપરાંત પણ સરગવાના પાનનો પાવડર બજારમાં મોંઘા ભાવે વેચાય છે. ખેડૂત મિત્રો માર્કેટમાં તેના પાન અને સિંગ નો વ્યાપાર કરી શકે છે. તે માટે તેઓ ઓનલાઇન માધ્યમોનો પણ ઉપયોગ કરી સારી કમાણી કરી શકે છે.

સરગવાના ફાયદા

સરગવો એન્ટિ ઓક્સિડંટ ગુણો ધરાવવા ઉપરાંત વિવિધ મિનરલ, પ્રોટીન, અને વિવિધ ખનીજ દ્રવ્યો ની ઉત્તમ  માત્રા ધરાવતો હોવાથી તે શરીરના અનેક રોગોમાં ઉપયોગી છે. તે બ્લડપ્રેશરને  નિયંત્રણમાં રાખે છે, પેટના દર્દોને મટાડે છે, વજનને નિયંત્રણમાં રાખે છે. દાંતનું  રક્ષણ કરે છે. આમ સરગવાના પાન ફળ વગેરે તમામ ભાગો નો ઉપયોગ કરવામાં આવે છે. તેથી સરગવો એક મહત્વનું ઝાડ  છે. અને બજારમાં તેની કાયમ માગ રહેવાની છે. ખેડૂત મિત્રો સરગવાની ખેતી કરીને તેમાંથી વધારાની આવક પ્રાપ્ત કરી શકે છે.

આ પણ વાંચો:- Safe Deposit Lockers: SBI અને HDFC થી લઈને ICICI બેંક સુધી આપી રહી છે લોકર સુવિધા, જાણો શું છે આ બેન્ક લોકરના ચાર્જ

મિત્રો સરગવાની ખેતી માટે સરકાર દ્વારા પણ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવે છે. તેમજ વાવેતર કરવા માટે આર્થિક સહાય પણ આપવામાં આવે છે. ખેડૂત મિત્રો આપ સરગવાનું વાવેતર કરવા માગતા હોયતો આપ આપના ગામના ગ્રામ સેવક પાસેથી અથવા કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરી વધુ માર્ગદર્શન મેળવી શકશો. 

Leave a Comment