PM Kisan Update: ખેડૂત ભાઈઓ લોકસભાની ચૂંટણી બાદ હવે ભાજપની સરકાર ફરીથી બનવા જઈ રહી છે. ત્યારે ખેડૂતો માટે પણ હવે ખુશીના સમાચાર છે કેમકે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતો તેમના 17માં હપ્તાની રાશિની રાહ જોઈને બેઠા છે તો તેમને જણાવી દઈએ કે હવે સરકાર ટૂંક સમયમાં તમારો ₹2,000 નો હપ્તો તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા જઈ રહી છે અને જે ખરીફ પાક ના વાવેતર માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.
જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના ના 17 માં આપવાની રાહ જોઈને બેઠા હતા તેમની જણાવી દઈએ કે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ નથી. પરંતુ મીડિયા અહેવાલો મુજબ પીએમ કિસાનનો 17 મો હપ્તો જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં તમારા બેંક ખાતામાં જમા થઈ શકે છે. તો આ 17 માં હપ્તતાનો લાભ કયા ખેડૂતોને મળશે અને કેટ્લાક ખેડૂતો લાભ લેવામાં અસમર્થના રહે તે માટે નીચેના કેટલાક અનુસરવા પડશે.
PM Kisan Update: આ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળશે
જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાના અગાઉના હપ્તાઓ મેળવવા હતા. તેઓના 17 માં હપ્તા માટે પણ લાયક ગણાશે અને તેઓને આ 2000 ની રકમ પોતાના બેંક ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર થશે. તેમજ જે ખેડૂતો ભાઈઓએ પાછળનો હપ્તો એટેલ કે 16મો હપ્તો ગુમાવ્યો છે તેઓને આ આપતો પણ ગુમાવવાનો વારો આવી શકે છે કેમકે તેઓ હજુ સુધી કેવાયસી કરાવ્યું નથી અથવા જમીનનું વેરિફિકેશન પણ કરાવ્યું ન હોય તો તેઓનું નામ લિસ્ટમાંથી કમી થઈ શકે છે.
તો જે ખેડૂત મિત્રો 17માં આપવાની રકમના નાણાં મેળવવા માગતા હોય તેઓએ પોતાનું કેવાયસી અપડેટ કરાવવું જરૂરી છે. તેમજ જરૂરી અન્ય વિગતો પણ અપડેટ કરાવી જરૂરી છે તેના માટે તેઓ નજીકના સીએસસી સેન્ટર પર જઈને આ કામ કરાવી શકે છે. ત્યારબાદ તેઓએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી અને જો તેઓએ 16મો હપ્તો ગુમાવ્યો હશે તો તેના પણ નાણા આ હપ્તા સાથે જમા થશે.
17માં હપ્તામાં આ લોકોને મળશે 4000 રૂપિયા
મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વાર્ષિક ₹6,000 ની સહાય પીએમ કિસાન યોજના અંતર્ગત આપવામાં આવે છે. જેમાં દર ચાર મહિને લાભાર્થીઓના ખાતામાં 2,000 ની રકમ જમા થાય છે તો જે લોકો છેલ્લો હપ્તો ગુમાવવો પડ્યો છે તો તેઓએ જલ્દીથી નજીકના સીએસસી સેન્ટરની મુલાકાત લઈ અને પોતાના કેવાયસી અથવા જમીન વેરીફીકેશન કરાવવું જરૂરી છે. જેથી કરીને તેઓ 17મો હપ્તો ન ગુમાવે અને એક સાથે બે હપ્તાનું પેમેન્ટ પણ મેળવી શકે છે. તો આ ખેડુતોને કુલ ૨ હપ્તાના 4000 રૂપિયા એક સાથે જમા થશે.
મિત્રો 17 માં હપ્તાના નાણા હવે ટૂંક સમયમાં જ તમારા ખાતામાં જમા થવા જઈ રહ્યા છે ત્યારે સરકારની આ યોજનાનું લાભ જે ખેડુતો હજુ સુધી મેળવતા નથી. તો તેઓ પોતાનું ખાતું પીએમ કિસાન પોર્ટલ પરથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. તેમજ સરકાર દ્વારા હપ્તાની રકમ વધારવા માટે પણ ચર્ચા ચાલી રહી છે જેથી કરીને જો કોઈ નવી અપડેટ અથવા સત્તાવાર નોટિફિકેશન તમારે જાણવું હોય તો તે માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહેજો.