Ministry of Culture Recruitment 2024: પરીક્ષા વગર સીધી ભરતી, પગાર ધોરણ 50000 થી વધુ

Ministry of Culture Recruitment 2024: હેલો મિત્રો જે લોકો સરકારી નોકરીની શોધખોળમાં છે તેમના માટે આજે અમે એક નવી ભરતી વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં તેઓ ઓનલાઇન અરજી કરીને જો સંબંધિત જગ્યાઓ માટે યોગ્યતા ધરાવતા હોય તો તેઓ પરીક્ષા વગર સીધી પસંદગી પામી શકે છે.

Ministry of Culture Recruitment 2024

મિત્રો કેન્દ્ર સરકારના કલ્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા ડેપ્યુટી સુપ્રીડેન્ટ આર્કિયોલોજીસ્ટ ની જગ્યાઓ માટે યુપીએસસીની સત્તાવાર વેબસાઈટ પર ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો 13 જૂન 2024 સુધી ઓનલાઇન માધ્યમથી અરજી કરી શકે છે અને આજે આપણે આલેખના માધ્યમથી વિવિધ જગ્યાઓ, લાયકાત, પગાર ધોરણ, તેમજ ઓનલાઈન અરજી કરવાની રીત ની માહિતી મેળવીશું.

શૈક્ષણિક લાયકાત

મિત્રો કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કુલ 67 જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. તેમાં જો ઉમેદવારોની લાયકાતની વાત કરવામાં આવે તો તેઓ એ પુરાતત્વમાં માસ્ટર ડિગ્રી અથવા ભારતીય ઇતિહાસમાં માસ્ટર ડિગ્રી અને એન્થ્રોપોલોજીમાં માસ્ટર ડિગ્રી કે ભૂ વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી સાથે સાથે એક વર્ષનું અનુભવ પણ હોવો જરૂરી છે. 

વયમર્યાદા

Ministry of Culture Recruitment 2024 માટે ઉમેદવારોની વયમર્યાદાની વાત કરવામાં આવે તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 35 વર્ષની છે, જ્યારે એસી અને એસટી વર્ગના ઉમેદવારો માટે વયમર્યાદા 40 વર્ષની છે તેમજ ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 38 વર્ષની રાખવામાં આવી છે. તો જે ઉમેદવારો આ મહત્તમ વયમર્યાદા થી ઓછી ઉમર ધરાવતા હોય તો તેઓ આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા લાયક ગણાશે.

પગાર ધોરણ 

મિત્રો કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં જે ઉમેદવારો પસંદગી પામશે તેમનો પગાર ધોરણનું મેટ્રિક્સ લેવલ 10 રહેશે જેમાં તેઓને 56100 થી લઈને 1,77,500 પગારધોરણ દર મહિને ચૂકવવામાં આવશે તેની સાથે અન્ય જરૂરી ભથ્થા પણ મળશે.

Read More:- PM Kisan Update: આ તારીખે આવશે પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો, આ ખેડુતોને નહી મળે 2000 રૂપિયા

આ ભરતીની પસંદગી પ્રક્રીયા તમારી ડિગ્રી અને એક્સ્પ્રીયન્સના આધાર પર કરવામાં આવશે. તો જે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા માંગે છે તેઓ જરૂરી લાયકાતો ઓફિશિયલ નોટિફિકેશન પરથી ચકાસી અને ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવી જોઈએ. જેના માટે અમે અરજીની લિંક અને ઓફિશિયલ નોટિફિકેશનની લીંક નીચે શેર કરેલ છે. જેના પર તમે ક્લિક કરીને ઓનલાઈન અરજી કરી શકો છો. તેમજ ભરતીનું જાહેરનામું પણ વાંચીને તમારી લાયકાત ચકાસી શકો છો.

ઓફિશીયલ નોટીફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment