GSSSB CCE Exam Date: CCE પરીક્ષાની નવી તારીખો જાહેર, ચુંટણીના લીધે મોફુક રાખાવામાં આવી હતી પરીક્ષા

GSSSB CCE Exam Date: ગુજરાત ગૌણ સેવા પરી પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212:/2023-24 ગુજરાત સરકારના વિવિધ ખાતાઓના વડાઓની કચેરીમાં વિવિધ 22 કેડર ની 5554 જેટલી મોટી સંખ્યામાં સીધી ભરતી કરવા પસંદગી યાદી તૈયાર કરવા સારું CBRT -Computer Based Recruitment Test પધ્ધતિથી પરીક્ષા MCQ પધ્ધતિ મુજબ બહુ વિકલ્પ વાળી આ પધ્ધતિથી યોજી ભરતી કરવા સારું ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક સહિત અનેક પદ માટે ભરતી માટેની બમ્પર જાહેરાત બહાર પાડવામાં આવી હતી. વર્ષ 2023- 2024 માં આપવામાં આવેલી આ સૌથી મોટી ભરતીને લઈને ઉમેદવારોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા (Gujarat Subordinate Services Class ꠰꠰꠰ ) (Group A –and Group B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેઉમેદવારોને અરજી કરવા માટે તારીખ 04/01/2024 થી તારીખ 31/01/2024 સુધીનો સમય ફાળવવામાં આવેલ હતો. જેમાં ગુજરાતના લાખો યુવાનોએ અરજી કરી સફળતા માટે પ્રયત્નો કરી રહ્યા છે.

CCE પરીક્ષાની નવી તારીખો જાહેર

GSSSB CCE Exam Date: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાલી રહેલી CBRT -Computer Based Recruitment Test માં અત્યાર સુધીમાં ઘણા ઉમેદવારો પોતાની પરીક્ષા ઑઁ લાઇન આપી પણ ચૂક્યા છે. પરંતુ વહીવટી કારણોસર આ પરીક્ષાને થોડાક સમય માટે મોકૂફ રાખવામાં આવેલ છે. સામાન્ય રીતે લોક સભા ચૂંટણીને લઈ હાલમાં ચાલી રહેલ ગૌણ સેવા પસંદગી મંડળની CBRT Based Recruitment Test (Group A –and Grup B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ભારતમાં ચાલી રહેલ લોકસભા ચૂંટણીને લઈને સ્થગિત રાખવામાં આવી હતી.


હવે જ્યારે લોકસભાની ચૂંટણીઓ નો સમય નજીક આવતા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાને ચૂંટણી પછી તરત જ શરૂ કરવા માટે મંડળ દ્વારા નવી સંભવિત તારીખોનું એલાન કરવામાં આવ્યું છે. અને જણાવવામાં આવ્યું છે. વહેલી તકે જાહેરાત ક્રમાંક : 212 નો CBRT ટેસ્ટ ઝડપથી પૂર્ણ કરવા તારીખોનું એલાન કરવામાં આવ્યું છે.

GSSSB CCE Exam Date 2024

અમે આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીને કારણે જાહેરાત મુજબ જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક સહિતની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ 20, 21, 27, અને 28 એપ્રિલ તથા 04 અને 05 મે ના દિવસોની લેવાનાર CBRT પરીક્ષા હતી. પરંતુ ચૂંટણી પછી તરત જ પરીક્ષાનું કામકાજ ફરીથી શરૂ કરવામાં આવશે. અને ઉમેદવારો ખૂબ ઝડપથી આ પરીક્ષા આપી શકે તે માટે મંડળ દ્વારા નવી તારીખો નું એલાન કરવામાં આવ્યું છે. તે મુજબ 11 મે, 13 મે, 14 મે, 16 મે, 17 મે, અને 20 મે ના રોજ ચાર શિફ્ટમાં પરીક્ષા લેવાનું આયોજન મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. 8 મે અને 9 મે નો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે ઉમેદવારને હવે નવા કોલ લેટર ઈસ્યુ કરવામાં આવશે. નવા કોલલેટર હવે 8 મે 2024 બપોરે : 2.00 કલાકથી OJAS વેબ સાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે. તેવી સૂચના મંડળ તરફથી આપવામાં આવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી રહેલી આ સૌથી મોટી CBRT પરીક્ષા છે. જેમાં છે જેમાં કુલ 5,554 જેટલી બમ્પર જગ્યાઓની ભરતી માટે ઉમેદવારોની પસંદગી કરવા સારું આ પરીક્ષા નું આયોજન કરવામાં આવેલું છે. અત્યાર સુધીમાં 2,88,000 જેટલા ઉમેદવારોએ CBRT પદ્ધતિથી તેમની પરીક્ષા આપી ચૂક્યા છે. જ્યારે હવે 5,19,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવામાં બાકી હોઈ જે હવે પછીના રાઉન્ડમાં તેમનો સમાવેશ થશે. અને તેમની પરીક્ષાની કાર્યવાહી 20 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવા મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Read More:- Gujarat SSC Result 2024: ધોરણ 10નું પરિણામ જાહેર, અહીથી ગણતરીની સેકંડોમાં તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરો

લોકસભા ચૂંટણી પછી આચારસંહિતા પૂરી થતાં અથવા તો ચૂંટણી પંચની મંજૂરી મળ્યા બાદ કોલ લેટર માટેની આગળની કાર્યવાહી મંડળ દ્વારા શરૂ કરવામાં આવશે અને અને 5554 જેટલા ઉમેદવારોની આ CBRT પરીક્ષા પૂર્ણ થશે.

Leave a Comment