Gujarat SSC Result 2024: ધોરણ 10નું પરિણામ જાહેર, અહીથી ગણતરીની સેકંડોમાં તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરો

Gujarat SSC Result 2024: એસ.એસ.સી રીઝલ્ટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ જાહેર  અહીથી સરળ રીતે માત્ર  ગણતરીની સેકંડોમાં તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરો

વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ! આપે  સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન આપની કારકિર્દી ને ઉજવળ બનાવવા માટે સારી રીતે અભ્યાસ પૂર્ણ કરી માર્ચમાં લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા કુશળતાપૂર્વક આપી છે. અને હવે પરિણામ ની ઉત્સુકતા પૂર્વક રાહ જોઈ રહ્યા છો.  મિત્રો પરીક્ષા આપ્યા પછી દરેક વિદ્યાર્થીને પોતાનું  પરીક્ષાનું પરિણામ જાણવાની ઘણી ઉત્કંઠા હોય છે. હવે તમે પરિણામ જાહેર થતાજ ગણતરીની સેકંડોમાં અહીથી તમારું પરિણામ મેળવી શકશો અમે Gujarat SSC Result 2024 લેખના મધ્યમાં પરિણામ ડાઉનલોડ કરવાની જુદી જુદી સરળ રીતો બતાવી રહ્યા છીએ.

Gujarat SSC Result 2024

Gujarat SSC Result 2024: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ  હસ્તકનું ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ ગુજરાતમાં એસ.એસ.સી. ની પરીક્ષાનું આયોજન કરે છે આ વર્ષે ગુજરાતમાં અંદાજિત 6,00,000 જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આપી છે.  આ પરીક્ષા નો સમય ગાળો માર્ચ 11 થી માર્ચ 26 તારીખ સુધી ચાલ્યો હતો. તેમજ માધ્યમિક પરીક્ષા બોર્ડના સત્તાવાહકો દ્વારા આ વર્ષે વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાનું પરિણામ વહેલું આપવામાં આવશે તેવા સમાચારો વિવિધ મીડિયા દ્વારા આપણને મળ્યા હતા.

હાલમાં લોકસભાની ચૂંટણીઓ ચાલુ હોઈ પરિણામ એપ્રિલ ની આખર માં આપવામાં આવશે તેવી જાણકારી આપણને મળી હતી. પરંતુ લોકસભાની ચૂંટણીને લીધે હાલમાં પરીક્ષાનું પરિણામ મળી શકેશે  કે કેમ મિત્રો ? આ વર્ષે વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચકાસણીનું કામ પણ પરીક્ષાની સાથે સાથે ચાલતું રહ્યું હતું. અને ઉત્તરવહી ચકાસણી નું કામ પૂર્ણ કરી ડેટા એન્ટ્રીનું કામ પણ પૂરું થઈ ગયુ છે. અને પરિણામ એપ્રિલની આખર તારીખ સુધીમાં આપવામાં આવશે તેવી માહિતી મીડિયા દ્વારા જાણવા મળી હતી.

GSEB ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામ જાહેર થતાં ની સાથે આપ આપનું પરિણામ મોબાઇલ અથવા તો કોમ્પ્યુટરમાં થોડીક સેકન્ડોમાં જ મેળવી શકો તે માટેની બે પ્રકારની સરળ રીતો આપને અહીં અમે જણાવવા જઈ રહ્યા છીએ. આપ આ લેખને સાચવી રાખશો અને આપના મિત્રોને પરિણામ ચકાસણી માટે મોકલી આપશો.

GSEB ની વેબ સાઇટ દ્વારા SSC Result 2024 મેળવો

મિત્રો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડની વેબસાઈટ દ્વારા પરિણામ મેળવવા માટે આપે અનુસરવાનો સરળ સ્ટેપ વિશે હું આપને જણાવી રહ્યો છું.

  • સૌપ્રથમ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જવાનું રહેશે.
  • હવે  આપ SSC Result  ટેબ ઉપર ક્લિક કરશો, તો આપને એક નવા પેજમાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડની વેબસાઈટ મળશે.
  • હવે આપે Result ટેબ પર ક્લિક કરવાની રહેશે. Result ટેબ પર ક્લિક કરતાં એક બોક્સ ઓપન થશે જેમાં તમારે તમારી  પરીક્ષાનો બેઠક નંબર સીરીઝ સાથે લખવાનો છે. આ નંબર લખ્યા પછી આપે GO બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે આપને આપનું પરિણામ જોવા મળશે. આ પરિણામને આપ સેવ કરી શકો છો. પ્રિન્ટ કરી શકો છો, અને આપની ડ્રાઇવમાં તેને સાચવી પણ શકો છો.

Whatsapp દ્વારા Gujarat Board Class 10th Result મેળવો

  • આપને  આપના પરિણામ ચકાસણી માટે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા એક whatsApp નંબર જાહેર કરવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો whats App દ્વારા જો તમે પરિણામ ચકાસણી કરવા માગતા હો તો આ 63573 00971 નંબર ને આપના મોબાઇલમાં સેવ કરી લો.
  •  મોબાઈલ નંબર સેવ કરવાથી હવે તે આપના whatsApp નંબર માં સામેલ થઈ જશે.
  •  પરિણામ  જાહેર થતા ની સાથે જ આપે આ નંબર ને ઓપન કરી તેના ચેટ બોક્સમાં માત્ર Hi  મેસેજ મોકલવાનો છે.
  •  તમારા દ્વારા Hi  મેસેજ મોકલતાંની સાથે સામે છેડે થી બોર્ડ દ્વારા તમને તમારા બેઠક નંબર વગેરેની સૂચના આપતો મેસેજ મળશે.
  •  હવે તમારે તમારી પરીક્ષાનો બેઠક નંબર સેરીઝ સાથે ચેટ બોક્સમાં લખી સેન્ડ કરવાનો રહેશે.
  •  હવે તમને માત્ર સેકન્ડમાં જ સામેથી તમારું પરિણામ મળી જશે. આ પરિણામને તમે તમારા મોબાઇલની ડ્રાઇવમાં સાચવી શકશો અને તેની પ્રિન્ટ પણ મેળવી શકશો.

Read More:- Instant Loan: હવે Flipkart પરથી ગણતરીના કલાકોમાં 5 લાખ સુધીની લોન મેળવો, જાણો અરજીની રીત

મિત્રો તમે ઘરે બેઠા જ તમારા મોબાઇલ દ્વારા કે કોમ્પ્યુટરના માધ્યમથી માત્ર થોડી સેકન્ડોમાં તમારું ધોરણ 10 નું પરિણામ મેળવી શકો છો. હવે તમારે તમારા Gujarat SSC Result 2024 બરાબર ચેક કરવાનું છે. તેમાં તમારું નામ જન્મ તારીખ અને વિવિધ વિગતો જોતાં તેમાં કોઈ ક્ષતિ દેખાય તો સુધારવી ખૂબ જરૂરી છે. તેના માટે તમે તમારી સંસ્થા ના આચાર્યને વાત કરી શકો છો.

2 thoughts on “Gujarat SSC Result 2024: ધોરણ 10નું પરિણામ જાહેર, અહીથી ગણતરીની સેકંડોમાં તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરો”

Leave a Comment