Best Course after 12: ધોરણ 12 પછી શું? તો આ રહ્યા બેસ્ટ કોર્સ અને બનાવો તમારી કારકીર્દિ

Best Course after 12: હેલો દોસ્તો, આજે આપણે જોયું કે ધોરણ 12 નું પરિણામ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ છે. તો જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં ઉત્તિર્ણ થયા છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન અને જે લોકો એક કે બે વિષયમાં ફેલ થયા છે તેઓ પૂરક પરીક્ષા આપી અને પોતાનો ધોરણ 12 ના પરીક્ષા પાસ કરી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તો આજે આપણે આ લેખના માધ્યમથી ધોરણ 12 પછી શું કરવું અને ધોરણ 12 પછી કંઈ ફિલ્ડ સારી રહેશે. તે દરેક વિદ્યાર્થીને મગજમાં પ્રશ્નો હોય છે. તો તેની સંપૂર્ણ માહિતી અમે અહીં તમારી સાથે શેર કરીશું. જેની મદદથી તમે પણ તમારી કારકીર્દિ બનાવી શકો.

Best Course after 12

Best Course after 12: મિત્રો ધોરણ 12 પછી અલગ અલગ સ્ટ્રીમ મુજબ અલગ અલગ કોર્સ હોય છે. એમાં જો આપણે ધોરણ સાયન્સ પછી જોવા જઈએ તો ઘણા બધા કોષો વિદ્યાર્થી માટે ઉપલબ્ધ રહેતા હોય છે. જ્યારે કોમર્સ માટે પણ વિવિધ કોર્સ ઉપલબ્ધ રહેતા હોય છે પરંતુ આર્ટસના વિદ્યાર્થીઓ માટે કોમર્સ અને સાયન્સ કરતા થોડા ઓછા કોર્સ રહેતા હોય છે તો આજે આપણે ધોરણ 12 પછી શું કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

ધોરણ 12 આર્ટસ પછી શું કરવું?

મિત્રો જે વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સની પરીક્ષા આપી છે અને તેમાં ઉતીર્ણ થયા છે. તેઓ ધોરણ 12 આર્ટસ પછી સૌપ્રથમ તો પોતાની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે કોઈપણ કોર્સમાં એડમિશન લઈ શકે છે. જેમાં સૌપ્રથમ સૌથી વધુ વિદ્યાર્થીઓ બેચલર ઓફ આર્ટ્સ એટ્લે કે BA માં એડમિશન લેતા હોય છે પરંતુ 12 આર્ટ્સ માટે અન્ય વિવિધ કેટલાક કોષો પણ છે જે વિદ્યાર્થી મિત્રો પસંદ કરી શકે છે જેનું લિસ્ટ નીચે મુજબ છે.

 • બેચલર ઓફ આર્ટસ (BA)
 • બેચલર ઓફ આર્ટસ એન્ડ બેચલર ઓફ લેજીસ્લેટીવ લો (BA LLB)
 • બેચલર ઓફ એલીમેંટરી એજ્યુકેશન (B.EL.Ed)
 • બેચલર ઓફ જર્નલિજમ એન્ડ માસ કમ્યુનિકેશન ( BJMC)
 • બેચલર ઓફ ફાઈન આર્ટ્સ (BFA)
 • બેચલર ઓફ હોટલ મેનેજ્મેન્ટ (BHM)
 • બેચલર ઓફ સોશલ વર્ક (BSW)
 • બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન (BCA)

ધોરણ 12 કોમર્સ પછી શું કરવું?

મિત્રો જો તમે ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપી અને તેમાં ઉતિર્ણ થયેલ છો. તો તમે 12 કોમર્સ પછી બી.કોમ કરી શકો અથવા  બીબીએ, એમબીએ વગેરે પણ કરી શકો છો, તદુપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટનો કોર્સ પણ બહુ પ્રસિદ્ધ છે તે પણ કરી શકે છે અથવા બેટલર ઓફ મેનેજમેન્ટ સ્ટડી અથવા કંપની સેક્રેટરી જેવા કોર્ષો પણ ઉપલબ્ધ રહે છે. જેની સાથે તમે બીકોમને એક્સ તરીકે પણ કરી શકો છો. તો તમારી પસંદગી અને ઇન્ટરેસ્ટ મુજબ કોઈપણમાંથી કોઈપણ કોર્સ તમે પસંદ કરી શકો છો.

12 સાયન્સ પછી શું કરવું ?

વિધાર્થી મિત્રો, 12 સાયન્સ પછી વિદ્યાર્થીઓ માટે ઘણા બધા કોર્સ ઉપલબ્ધ હોય છે. જેમાં સૌથી મહત્વનો કોર્સ ગણાતો અને ભારતમાં પ્રચલીત એમબીબીએસનો છે જેના માટે દરેક વિદ્યાર્થી નીટની પરીક્ષામાં ઉત્તીર્ણ થવું પડે છે અને જો તેઓ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળે તો તે સૌથી બેસ્ટ રહે છે. ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો નર્સિંગ, બીએચએમએસ, બીએમએસ તેમજ ફોરેન્સિક સાયન્સ, પર્યાવરણ વિજ્ઞાન અને આઈટી વગેરે જેવા કોર્સો કરી શકે છે. તેમજ 12 સાયન્સ પછી ઉપલબ્ધ અન્ય કોર્સની વિગતો નિચે મુજબ છે.

Best Course after 12 science

 • બીએસસી ઇન એગ્રીકલ્ચર
 • બેચલર ઓફ સાયન્સ (B.Sc)
 • બી. ફાર્મા
 • બાયોઇન્ફોર્મેટિક્સ
 • બેચલર ઓફ ફિઝિયોથેરાપી (BPT)
 • માઇક્રોબાયોલોજી
 • જીનેટિક્સ
 • બાયોટેકનોલોજી
 • બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી (MBBS)
 • બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (BDS)
 • બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી (BHMS)
 • બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી (BAMS)
 • બેચલર ઓફ યુનાની મેડિસિન એન્ડ સર્જરી (BUMS)
 • બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી (BVSc. & AH)

મિત્રો આ તો અમે અહીં તમને વિવિધ પ્રકારના વર્ષો વિશેની માહિતી આપી પરંતુ જો તમે ધોરણ 12 પછી કોલેજ સાથે છ મહિનાની અંદર પૂરા થતા કોર્સોની માહિતી મેળવવા માગતા હોવ, તો અમે તમારી સાથે તે માહિતી પણ શેર કરીશું જેમાં મુખ્યત્વે ડિજિટલ માર્કેટિંગ, વેબ ડેવલપમેન્ટ ફાઇનાન્સ અકાઉન્ટિંગ, ફોરેન લેંગ્વેજ વગેરે કોર્સ રહેતા હોય છે. જેમાં તમે ટૂંક સમયમાં ઉત્તીર્ણ થઈને કમાણી ઘરે બેઠા કરી શકો છો.

Read More:- Gujarat SSC Result 10th Date: ધોરણ 10 ના પરિણામની તારીખ જાહેર, આવી રીતે ચેક કરો તમારું પરિણામ

જો તમારે આ ટુક સમયના કોર્ષો વિશે માહિતી મેળવવી હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જેથી કરીને અમે તમારી સાથે આ સંપૂર્ણ માહિતી શેર કરી શકીએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment