ધોરણ 12 ના પરિણામનાં રસપ્રદ તથ્યો અને રોમાંચક માહિતી જાણો અહીથી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ માર્ચ 2024 માં લેવાયેલી ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ધોરણ 12 ના પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે લોકસભા ચૂંટણીને લઈને પરિણામ પૂર્ણ થતા ધોરણ 12 નું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 ની પરીક્ષાને લઈને આપ નહી જાણતા હો તેવાં આંકડાકીય તથ્યો ચાલો જાણીએ. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 નું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આપને આ લેખના માધ્યમથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડની પરિણામની કેટલીક રસપ્રદ હકીકતો આપને જણાવી રહ્યો છું. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીક્ષાનું આયોજન કરી પરીક્ષા તારીખ 11/03/2024  થી તારીખ 26/03/2024  દરમિયાન રોજવામાં આવી હતી. ધોરણ 12 ની પરીક્ષા રાજયભરમાં 502 કેન્દ્રો પર લેવામાં આવી હતી. 

જે મિત્રો પરીક્ષામાં ઉતીર્ણ થયા છે તેમને અભિનંદન પરંતુ ઉતીર્ણ થયા નથી તેઓ ફરી પોતાના બુલંદ હોંસલા સાથે મહેનત કરી સફળતા મેળવે તે માટે શુભ કામના. મિત્રો કોઈ પરીક્ષા આખરી હોતી નથી. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ કળા અવશ્ય હોય છે. તેને ઓળખી કારકિર્દી બનાવી શકે છે. તમને શું આવડે છે એ ઘણું મહત્વનુ છે. તદન ઓછું ભણેલા અને પરીક્ષામાં કંગાળ દેખાવ કરનારાએ પોતાની આવડત વડે ભારતનું નામ વિશ્વના ફલક પર રોશન કર્યું છે. તેવાં અસંખ્ય નામ આપ સૌ જાણો છો. તમામ યુવા ભાઈ બહેનોને હમેશાં મહેનત કરતા રહેવું જોઈએ. 

ધોરણ 12 ના પરિણામનાં રસપ્રદ તથ્યો

ચાલુ શૈક્ષણિક વર્ષમાં નવા સુધારા મુજબ 2 વિષયના સુધારા માટે તક આપવામાં આવશે. 

ધોરણ 12 HSC પરીક્ષામાં કુલ  3,79,759 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યા હતા. તે પૈકી 3,78,268 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.

પરીક્ષામાં ઉપસ્થિત થયેલ ઉમેદવારો પૈકી 3,47,738 વિદ્યાર્થીઓ ધોરણ 12 ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે.

ધોરણ 12 ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓની ટકાવારી  91.93% આવેલ છે.

ગત વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા નથી તેવા 61182 ઉમેદવારો નોંધાયેલા હતા. તે પૈકી 59,137 ઉમેદવારો આ પરીક્ષા માં હાજર રહ્યા હતા. તેમાંથી 29,179 રીપીટર વિદ્યાર્થીઓમાંથી સફળ થયેલા છે. પુનરાવર્તન થયેલ ઉમેદવારોનું પરિણામ 49.34 ટકા આવેલું છે.

ઓપન સ્કૂલ(GSOS) અંતર્ગત નોંધાયેલા ઉમેદવારોની સંખ્યા 29,455 થાય છે જે પૈકી 28,21 આરટીઓનું પરિણામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 15407 ઉમેદવારો આ પરીક્ષામાં સફળ થયા છે. ગુજરાત ઓપન સ્કૂલ અંતર્ગત નિયમિત ઉમેદવારનું પરિણામ 54.98% થાય છે. 

ગત વર્ષના પુનરાવર્તિત ઉમેદવારો ની સંખ્યા 13412 હતી તે પૈકી 12,805 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 6420 ઉમેદવારો આ પરીક્ષામાં સફળતા મેળવે છે અને તેમની ટકાવારી  50.14% જેટલી છે.

ચાલુ વર્ષમાં ગુજરાત રાજ્ય માધ્યમિક પરીક્ષા બોર્ડની આ પરીક્ષામાં કુલ 57 બંદીવાનો ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા  તેમાંથી 35 ઉમેદવારો સફળ થયેલા છે. 

આ પણ વાંચો:- Gujarat SSC Result 10th Date: ધોરણ 10 ના પરિણામની તારીખ જાહેર, આવી રીતે ચેક કરો તમારું પરિણામ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment