Healthy vegetable Farming : નમસ્કાર મિત્રો ! જો તમે એક ખેડૂત છો તો અમે અહીં આપને પરંપરા ગત શાકભાજીના બદલે કમાણી કરી આપતી ખૂબ કીમતી શાકભાજી ની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરાવતી શાકભાજીની ખેતી વિશે જણાવી રહ્યા છીએ. હવે ખેડૂતો પણ પોતાની ખેતીની વધુ આવક મેળવવા જાગૃત બની રહ્યા છે. તેથી પરંપરા ગત ખેતીના બદલે બજારમાં મોઘા ભાવે વેચાતી શાકભાજીની ખેતી કરીને કરોડોની આવક મેળવી રહ્યા છે.
પ્રગતિશીલ ખેડૂતો અને કૃષિ નિષ્ણાતો ના જણાવ્યા પ્રમાણે આપ પણ આ શાકભાજીની ખેતી કરી શકો છો. આજકાલ ભારતમાં કેટલીક મહત્વની શાકભાજી ખૂબ ઊંચી કિમતે વેચાઈ રહી છે અમે આપને આ મોંઘી દાટ અને ખૂબ કીમતી શાકભાજીની ખેતી વિશે જણાવી રહ્યા છીએ. તેનાથી આપની આવકમાં ખૂબ વધારો થશે. અમે અહીં આપને વધુ કિંમત આપતી શાકભાજી ની વિવિધ જાતો વિશે જણાવીશું આપ આ કીમતી શાકભાજીની ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો ઘણા ખેડૂતોએ ચીલા ચાલુ ખેતીના બદલે આધુનિક ખેતી અપનાવી છે. આપ પણ આધુનિક ખેતી દ્વારા આ શાકભાજી ઉગાડો અને બજારમાં વધુ કિમતે વેચી અને આપની આવકને વધારો.
વધુ કમાણી કરાવતી શાકભાજીની જાતો – Healthy vegetable Farming
ભારતમાં આજકાલ લોકો તંદુરસ્તીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની શાકભાજીનો ખૂબ ઉપયોગ કરતા થયા છે. તેથી તેની ખુબ માગ પણ વધી રહી છે. તેથી આપ પણ વૈવિધ્યસભર અને આરોગ્ય વર્ધક આ શાકભાજીને આપના ફાર્મ પર ઉગાડીને મોટી કમાણી કરી શકો છો અનુભવી ખેડૂતો અને કૃષિ નિષ્ણાતો પણ હવે ખેડૂતોને આ શાકભાજીની ખેતી કરવા ભલામણ કરી રહ્યા છે.
ખેડૂતો પોતાની આવકને વધારવા માટે વિવિધ પ્રકારની ખેત પેદાશોની ખેતી કરતા હોય છે તેમજ તેઓ સમયાંતરે પોતાના પાકને બદલીને વધુ આવક રળવા માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. ત્યારે અમે આજના આ લેખમાં આપને આપની ખેતી દ્વારા ખૂબ નફાકારક અને વધુ કમાણી કરાવતી શાકભાજીની કેટલીક જાતોની ખેતી વિશે આપને જણાવી રહ્યા છીએ. અહીં જણાવવામાં આવેલી શાકભાજીની વિવિધ જાતો આરોગ્યની દ્રષ્ટિએ તો ખૂબ ઉત્તમ છે જ તેમજ બજારમાં પણ એની ખૂબ વધારે માગ રહે છે. તેમજ આ શાકભાજીના ભાવ પણસામાન્ય રીતે રૂપિયા 300 થી કિલોના ₹2,000 સુધી મળી રહે છે. તેવી વિવિધ પ્રકારની શાકભાજી વિશે આજને અમે આપને જણાવવી રહ્યા છીએ આપ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.
હવે ખેડૂત મિત્રો જાગૃત બન્યા છે. અને વિવિધ પ્રકારની પ્રગતિશીલ ખેતીથી માહિતગાર બની વધુ કિમત આપતી પાકની જાતોની ખેતી કરતા થયા છે. ઘણા ખેડૂતોએ શાકભાજીમાં આધુનિક ખેતી અપનાવી કરોડોની કમાણી કરતા થયા છે. મિત્રો આજના લેખમાં અમે આ કીમતી અને વધુ આવક કમાણી કરાવતી શાકભાજીની વિવિધ જાતોની ખેતી કરીને કરોડોની કમાણી કરી રહ્યા છે આપ પણ આપની ખેતીમાં આ શાકભાજીની ખેતી કરીને સારી કમાણી કરી શકો છો તો ચાલો અહીં જોઈએ આ શાકભાજી ની નવી જાતો વિશે જાણીએ.
ચેરી ની ખેતી :
મિત્રો કૃષિ નિષ્ણાતો દ્વારા ભલામણ કરેલ ચેરી એક મહત્વનો પાક છે. અને ચેરી એક ખૂબ જ આરોગ્ય વર્ધક શાકભાજી છે. જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયી હોઈ લોકો મોઘા ભાવ આપીને પણ ચેરીની ખરીદી કરે છે. હમેશાં ચેરીની બજારમાં સારી એવી માગ પણ રહે છે. એટલે જ એની બજારમાં ઘણી માગ છે આપણે ત્યાં થતાં સામાન્ય ટામેટાંની જેમ જ તેની ખેતી કરવામાં આવે છે. હાલમાં ચેરીના ભાવ 300 થી 450 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યા છે. આપ પણ ચેરીની ખેતી કરીને સારી એવી કમાણી કરી શકો છો.
Read More:- Flour Mill Sahay Yojana 2024: ઘરઘંટી સહાય યોજના અંતર્ગત મહિલાઓને મળશે 12000 રૂપીયા, જાણો અરજી કરવાની રીત
બોક ચા :
મિત્રો આ એક પરદેશી શાકભાજી છે. જે ભારતમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે તેમજ હવે ભારતમાં પણ ખેડૂતો બોક ચા ની ખેતીને અપનાવીને સારી કમાણી કરી રહ્યા છે. હાલમાં બોકચા નો ભાવ એક ઝૂડી 120 રૂપિયા ખેડૂતોને મળી રહ્યો છે અને બોક ચાની સારી એવી માગ પણ છે.
જુકીની ખેતી :
જુકી સ્વાસ્થ્યવર્ધક તેમજ સ્વાદ એમ બંને રીતે ખૂબ જ મહત્વની શાકભાજી છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે તેનું નિયમિત સેવન કરતા હોય છે એટલે ભારતના બજારોમાં હંમેશા તેની માગ જોવા મળી રહી છે. ખેતીમાં સારી કમાણી કરવા ઈચ્છા રાખનાર ખેડૂતો નફાકારક ખેતી કરીને તેમની લાખોની કમાણી કરી રહ્યા છીએ આપ પણ જુકીની ખેતીને અપનાવીને આપની આવકમાં વધારો કરી શકો છો.
ગુચ્છીની ખેતી :
ગુચ્છી પહાડી પ્રદેશમાં થતી એક મહત્વની શાકભાજી છે. આ હિમાચલના ઠંડા પ્રદેશો જેવા કે કુલ્લુ ,મનાલી, શિમલા જેવા વિસ્તારોમાં જંગલોમાં કુદરતી રીતે ઉગે છે. આ ઉપરાંત ઉત્તરાખંડના કેટલાક પ્રભાકો અને જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં આ વનસ્પતિ જોવા મળી રહી છે. આ એક ગુચ્છાદાર ફૂલોથી ભરેલી શાકભાજી છે. તેને ચૂકવીને તેનો શાકભાજી માટે ઉપયોગ કરવામાં આવે છે. પહાડી પરદેશના લોકો તેને ખૂબ પસંદ કરે છે ભારતમાં આયુર્વેદિક ઔષધી તરીકે પણ તેનો ઉપયોગ થતો હોવાનું આપણા શાસ્ત્રોમાંથી જાણવા મળે છે.
શતાવરી ની ખેતી :
મિત્રો શતાવરી એક મહત્વનો આયુર્વેદિક પાક છે. શતાવરીની આરોગ્યપ્રદ શાકભાજીમાં ગણતરી કરવામાં આવે છે. તેની બજારમાં કિંમત રૂપિયા 1200 થી 1500 સુધી એક કિલો ના ભાવ જોવા મળતા હોય છે. શતાવરીનો આહારમાં ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે તેમજ અનેક રોગોમાં ફાયદાકારક જોવા મળે છે. એટલા માટે બજારમાં તેની ખૂબ માગ પણ રહે છે. ખેડૂત મિત્રો શતાવરીની ખેતી કરીને લાખોની કમાણી કરી શકે છે.
Read More : તમે પીએમ સુર્ય ઘર મફત વીજળી યોજના માટે પાત્ર છો કે નહીં તે કેવી રીતે તપાસવું?
મિત્રો, આજકાલ કૃષિ ક્ષેત્રે પણ આમૂલ પરીવર્તન સાથે ટેક્નોલોજીનો સમન્વય કરી ખેડૂત મિત્રો આધુનિક ખેતી અપનાવી લાખોની કમાણી કરી રહ્યા છે. તે મજ કૃષિમાં ખેડૂતોને નિયમિત માર્ગદર્શન અને જાણકારી માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા થયા છે. આપ પણ ખેડૂત છો તો વધુ આવક આપતી વિવિધ પાકોનું વાવેતર કરી આપ વધુ કમાણી કરી શકો છો.