Indian Navy Notification 2024: નમસ્કાર મિત્રો ! ભારતીય સેના દ્વારા યુવાનોને નોકરી માટેની એક વધુ સારી તક આપવામાં આવી રહી છે. આજે અમે આપને ભારતીય નેવી માં અગ્નિ વીર ભારતી માટેની જાહેરાત વિશે જણાવી રહ્યા છીએ. ભારતીય નેવીમાં જોડાઈ આપ રાષ્ટ્ર સેવામાં યોગદાન આપવા માગો છો તો આપને એક તક મળી રહી છે.અગ્નિવીર ભરતી દ્વારા જો આપ ભારતીય નેવી માં જોડાઈ રાષ્ટ્ર સેવા કરવા માંગતાઓ તો આજનો આ આર્ટિકલ આપને માટે જ છે. આજના આર્ટીકલમાં અમે ઇન્ડિયન નેવી માં ભરતી માટે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા તેમજ અરજી કરવા વિશે આપને જણાવી રહ્યા છીએ.
Indian Navy Notification 2024
ભારતીય નૌકાદળમાં અગ્નિ વીર ભારતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આપ HSC એટલે કે ધોરણ 12 ની લાયકાત ધરાવતા હોત તો આપ નેવી ની અગ્નિ ભરતી માટે જાહેરાતના સંદર્ભમાં અરજી કરી શકો છો. ધોરણ 12 આધારિત આ નોકરી માટે લાયકાત રાખવામાં આવી છે.જો આપ આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક છો તો સૌ પ્રથમ ભરતી માટેનું સત્તાવાર નોટિફિકેશન સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી આપે કાળજીપૂર્વક વાંચી લીધા પછી જો આ પાત્રતા ધરાવો છો અને નેવીની આ ભરતી માટે ઈચ્છુક છો તો આપ નિયત સમય મર્યાદામાં અંતિમ તારીખ પહેલા આપની અરજી સબમિટ કરી શકો છો.
ભારતીય નૌકાદળ ભરતી માટે અગત્યની તારીખ
ભારતીય નૌકાદળમાં અગ્નિ વીર ભારતી માટેની અરજી કરવાની પ્રક્રિયા 13 મે 2024 થી શરૂ થઈ ગયેલ છે. જેની અંતિમ તારીખ 27 મે 2024 નક્કી કરવામાં આવેલી હોઈ આપ 27 મે પહેલા આપની અરજી કરી શકો છો. આપ ધોરણ 12 ની લાયકાત ધરાવતા હોવ તેમજ ઇન્ડિયન નેવીની સત્તાવાર વેબસાઈટમાં દર્શાવ્યા મુજબની પાત્રતા તળાવો છો તો આપે 27 મે પહેલા તમારી અરજી કરી દેવી જોઈએ.
ભારતીય નેવીમાં ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ભારતીય નૌકાદળમાં અગ્નિવીર ભરતી માટે ધોરણ 12 એટલે કે એચ.એસ.સી. ની શૈક્ષણિક લાયકાત રાખવામાં આવેલી છે. પરંતુ તેમાં ફિઝિક્સ અને મેથેમેટિક્સ વિષયમાં માં 50% ગુણ આપે પ્રાપ્ત કરેલા હોવા જરૂરી છે. જે વિદ્યાર્થી મિત્રોનું ધોરણ 12 નું પરિણામ હજી સુધી જાહેર થયેલ નથી તેવા મિત્રો પણ તેમની અરજી કરી શકે છે.
અરજી ફી
ભારતીય નૌકાદળ એટલે કે ઇન્ડિયન નેવી માં અગ્નિ વીર ભરતી માટે ઉમેદવારોની ફી ₹550 રાખવામાં આવેલી છે. આ ઉપરાંત ઉમેદવારોએ 18% જી.એસ.ટી. પણ ચૂકવવો પડશે. અરજી ફી વિશે સતાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલી સૂચનાઓનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી હોઈ આપ અભ્યાસ કર્યા પછીજ આપે જરૂરી અરજી ફી ભરવાની રહેશે.
પગારની વિગત :
ભારતીય નૌકાદળમાં અગ્નિવીર ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતીમાં અગ્નિ વીર કેટેગરીમાં ઉમેદવારોને ચાર વર્ષ માટે નોકરીનો લાભ મળે છે. જેમાં પ્રથમવર્ષે 30,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે. બીજા વર્ષે ૩૩ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે. ત્રીજા વર્ષે 36,500 પગાર ચૂકવવામાં આવે છે. જ્યારે ચોથા વર્ષમાં રૂપિયા 40,000 પગાર ચૂકવવામાં આવે છે.
Read More:- Indian Post GDS Recruitment: ધોરણ 10 પાસ પર ગ્રામીણ ડાક સેવકની 40,000 જગ્યાઓની સિધી ભરતી
અરજી કરવાની રીત અરજી
ભારતીય નૌકાદળમાં ઉમેદવારોએ અગ્નિવીર ભરતી માટે અરજી કરવા માટે સૌપ્રથમ ભારતીય નેવીની સત્તાવાર વેબસાઈટ https://www.joinindiannavy.gov.in/ અથવા https://agniveernavy.cdac.in/ પર જવાનું રહેશે. ત્યારબાદ તેમણે હોમ પેજ ઉપર ક્લિક કરી અરજી પત્રક પર ક્લિક કરતા અરજી પત્રક ની વિગતો ઓપન થશે. તેમાં માગવામાં આવેલી વિગતો ઉમેદવારોએ કાળજીપૂર્વક ભરવાની રહેશે. ત્યારબાદ અપલોડ કરવાના પ્રમાણપત્રો વગેરે તેમણે સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. પ્રમાણપત્ર અપલોડ કર્યા પછી ઉમેદવારોએ અરજીને સબમિટ કરવાની રહેશે અરજી સબમીટ કર્યા પછી, જરૂરી ફી ઓનલાઈન માધ્યમમાં ભરવાની રહેશે. અંતમાં ઉમેદવારો તેમની અરજીની તેમજ ભરેલ ફી ના ચલણ ની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે.
Indian Navy Notification 2024 | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |