ABC ID: કોલેજ કે યુનિવર્સિટીમાં એડમીશન લેવું હોય તો આ આઈડી ફરજીયાત બનાવવું પડશે, અહિંથી જાણો રજીસ્ટ્ર્શન પ્રક્રીયા

ABC ID: મિત્રો અત્યારે બોર્ડની પરીક્ષાનું આવી ગયા છે જેમાં નવી શિક્ષણ પદ્ધતિને આધારે ધોરણ 12 પછી તમારે એડમિશન લેવા માટે ગુજરાત સરકારનું કોમન એડમિશન સર્વિસ પોર્ટલની અંદર રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે આ પોર્ટલ ની અંદર તમારે ફોર્મ ભરવા માટે એક ABC ID ની જરૂર પડે છે એટલે કે એકેડેમી બેંક ઓફ ક્રેડિટ્સ ની આઈડી તમારી જોડે હોવી ફરજીયાત છે જેના થકી તમે આ પોર્ટલની અંદર ફોર્મ ભરી શકો છો તો મિત્રો આપણે આઈબીસી આઈડી કઈ રીતે મેળવી શકીએ છીએ અને એને મેળવવા માટે શું ડોક્યુમેન્ટ ની જરૂર પડશે. તે વિશે સવિસ્તાર માહિતી આ લેખની અંદર જાણીશું.

ABC ID એ તમે જ્યારે પણ કોલેજનો કોઈપણ ફોર્મ ભરવા જશો ત્યારે પણ તમારી જોડે થી માંગવામાં આવશે તો આ આઈડી નો નંબર કઈ રીતે મેળવવો એ બહુ જ સરળ છે તેને બધી જ પ્રોસેસ ઓનલાઇન છે. જેના થકી તમે એબીસી આઈડી મેળવી શકો છો તો મિત્રો ABC ID કેવી રીતે મેળવવી તે આપણે જાણીએ

ડી જી લોકર રજી્ટ્રેશન (DIGI Locker registration)

એ બી સી આઈડી મેળવવા માટે તમારે સૌ પ્રથમ ડીજી લોકર ની અંદર રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જરૂરી છે. તો જે મિત્રોને પણ રજીસ્ટ્રેશન કરાવેલ ના હોય તે નીચે દર્શાવેલ માહિતી પ્રમાણે રજીસ્ટ્રેશન કરાવી શકે છે

  • સૌપ્રથમ તમારે બીજી લોકોની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે કે જે www.digilocker.gov.in છે. વેબસાઈટના હોમ પેજ પર જવાનું રહેશે.
  • હોમ પર આવ્યા બાદ તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશન કરવા માટે તમને ડિજી લોકર એપની અંદર સાઇન અપ નો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • સાઈન અપ પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક નાનકડા ફોર્મ સ્વરૂપે સ્ક્રીન ખુલશે જેની અંદર કેટલીક વિગતો તમારી ભરવાની રહેશે.
  • સૌપ્રથમ આધારકાર્ડ મુજબ તમારું નામ ટાઈપ કરવાનું રહેશે ત્યારબાદ ડેટ ઓફ બર્થ, તમારો મોબાઈલ નંબર અને છ આંકડાનો સિક્યુરિટી કોડ દાખલ કરીને સબમીટ બટન પર ક્લિક કરો.
  • સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ તમે જે મોબાઈલ નંબર દાખલ કર્યો છે તેને અંદર એક ઓટીપી આવશે તે તમારે નાખવાનો રહેશે અને ત્યારબાદ ફરી સભ્ય પર ક્લિક કરો.

ડીજી લોકર પર લોગઈન 

ડી જી લોકરની સાઈન અપ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારે ફરીથી ડીજી લોકરના હોમ પેજ પર આવવાનું છે અને ત્યારબાદ લોગીન બટન પર ક્લિક કરવાનું રહેશે

  • ત્યારબાદ રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપ્યો છે તે ટાઈપ કરી અને નેક્સ્ટ ક્લિક કરો.
  • નેકસ્ટ બટન પર ક્લિક કર્યા બાદ રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે છ આંકડાનો સિક્યુરિટી પિન દાખલ કરેલો હતો તે દાખલ કરી અને સાઇન ઇન પર ક્લિક કરો.
  • ત્યારબાદ ડી જી લોક ની અંદર તમારું એકાઉન્ટ લોગીન થઈ જશે

એબીસી આઈડી રજીસ્ટ્રેશન – ABC ID Registration

  • મિત્રો ઉપરોક્ત જણાવેલ માહિતી આધારીત ડિજી લોકર ની અંદર લોગીન કર્યા બાદ તમારે સર્ચ ડોક્યુમેન્ટ ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • સર્ચ ડોક્યુમેન્ટ ની અંદર જ્યારે તમે ક્લિક કરશો ત્યારે તમને સેન્ટ્રલ ગવર્મેન્ટ ની અંદર સૌ પ્રથમ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ નો ઓપ્શન જોવા મળશે અથવા તો તમે સર્ચ પણ કરી શકો છો.
  • તેના પર ક્લિક કરશો એટલે તમને એબીસી આઇડી કાર્ડ નો ઓપ્શન જોવા મળશે તે કાર્ડ પર ક્લિક કરી આગળ વધો.
  • એબીસી આઇડી કાર્ડ પર ક્લિક કર્યા બાદ તમારી સામે એબીસીઆઇડી નો એક ફોર્મ ખુલી જશે કે જેની અંદર તમારે તમારી વિગતવાર સાચી માહિતી ભરવાની રહેશે.
  • આ બહુ જ નાનકડું ફોર્મ છે તે તમે ભરી અને નીચે આપેલ બોક્સની ઉપર રાઈટ ક્લિક કરો તમે ગેટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરો.
  • ડોક્યુમેન્ટ પર ક્લિક કર્યા બાદ તમારી સામે એબીસી આઈડી કાર્ડ ખુલી જશે અને તેને તમારે ઉપર ડાઉનલોડ પર ક્લિક કરી અને ડાઉનલોડ કરી લેવાનું રહેશે કે જેનાથી તમારી જોડે તેની ઓફલાઈન ફાઈલ ડાઉનલોડ થઈ જાય.

Read More:- Gujarat Common Admission Portal: ધોરણ 12 પછી કોલેજમાં પ્રવેશ મેળવવો હશે તો કરવું પડશે આ રજીસ્ટ્રેશન, અહીથી જાણો રજીસ્ટ્રેશનની પ્રક્રીયા

આ રીતે મિત્રો બહુ જ સરળતાથી તમે ABC ID Card મેળવી શકો છો અને તેની અંદર તમારો એબીસી આઈડી નંબર પણ મળી રહેશે. આ આઈડી નંબરની મદદથી તમે ગુજરાતના કોમન એડમિશન સર્વિસ પોર્ટલની અંદર રજીસ્ટ્રેશન કરાવી શકશો.

Leave a Comment