Indian Post GDS Recruitment: ધોરણ 10 પાસ પર ગ્રામીણ ડાક સેવકની 40,000 જગ્યાઓની સિધી ભરતી

Indian Post GDS Recruitment: નમસ્કાર મિત્રો ! તમે માત્ર ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કર્યો છે. અને સરકારી નોકરી શોધી રહ્યા છો. તો તમારા માટે આજે અમે ખુશ ખબર આપી રહ્યા છીએ. ભારતીય પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવકની બમ્પર જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જગ્યાઓની સંખ્યા લગભગ 40,000 જેટલી છે. ગ્રામીણ ડાક  સેવકની ભરતી ભારતીય પોસ્ટની સત્તાવાર વેબસાઈટ દ્વારા બહાર પાડવામાં આવી છે. જો આપ  ડાક સેવકની ભરતી માટે ઈચ્છુક છો અને પાત્રતા ધરાવો છો તો તમે ડાકસેવકની ભરતી માટે ઓન લાઈન અરજી કરી શકો છો.

Indian Post GDS Recruitment

મિત્રો ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા ડાક સેવકની  40,000 જગ્યાઓની ભરતી કરવા માટે ઓનલાઇન આવેદનપત્રો મંગાવવામાં આવે છે. મિત્રો  જો આપ  આ ભરતી માટે ઈચ્છુક છો. તો આપને ભારતીય પોસ્ટની ઓફિસિયલ વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ડાક  ભરતી માટે મે જૂન માસની દરમિયાન જાહેરનામું બહાર પડી જાહેરાત બહાર પાડ્યા પછી આપ ઓનલાઈન માધ્યમમાં આપની અરજી કરી શકો છો.

વય મર્યાદા :

 ભારતીય પોસ્ટ ઓફિસની પોસ્ટ  વિભાગની ગ્રામીણ ડાક સેવકની અરજી કરવા માટે ઉમેદવારોની વય મર્યાદાઓની વાત કરવામાં આવે તો ઉમેદવારની વય ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે. તેમજ વધુમાં વધુ ઉંમર 40 વર્ષ સુધીની રાખવામાં આવી છે. આ ઉપરાંત અનામત સંવર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી શકે છે.

શૈક્ષણિક લાયકાત :

ભારતીય ડાક દ્વારા ગ્રામીણ ડાક સેવકની ભરતી માટેની શૈક્ષણિક લાયકાત SSC એસ.એસ.સી. એટલે કે ધોરણ 10 રાખવામાં આવી છે. જો તમે ધોરણ 10 પાસ કરેલું છે અને આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માંગો છો તો આપ લાયકાત અને પાત્રતા ધરાવતા હો તો આ પોસ્ટ માટે ઉમેદવારી કરી શકો છો.

અરજી ફી :

ભારતીય પોસ્ટની  ગ્રામીણ ડાક સેવક ભરતી માટે ઉમેદવારોને  અરજી કરવા માટે ની અરજી ફી રૂપિયા 100 રાખવામાં આવી છે. તેમજ અનામત સંવર્ગના  ઉમેદવારો માટે અરજી ફી રાખવામાં આવેલી નથી.

પસંદગી પ્રક્રિયા:

 ભારતીય પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે ઉમેદવારોએ કોઈ પરીક્ષા આપવી પડશે નહીં પરંતુ તેમણે પ્રાપ્ત કરેલા ધોરણ 10 એટલે કે એસએસસીના ગુણના આધારે મેરીટ યાદી તૈયાર કરી તેમની ભરતી કરવામાં આવશે. આમ ગ્રામીણ ડાક સેવકની ભરતી મેરીટ આધારે કરવામાં આવનાર છે. વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર નોટિફિકેશનનો અભ્યાસ કરી પછી જ તેઓ પાત્રતા ધરાવતા હોય તો ઓનલાઇન અરજી કરી શકે છે.

Read More:- Laptop Sahay Yojana Gujarat: આ યોજના અંતર્ગત વિધાર્થીઓને લેપટોપ ખરીદવા માટે મળશે 1,20,000 ની સહાય

અરજી કરવાની રીત :

  • ઉમેદવારોએ સૌપ્રથમ ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જઈ રિક્રુટમેન્ટ અથવા કેરિયર ઓપશન શોધવાનું રહેશે. 
  • અહીં ગ્રામીણ ડાક સેવકનું નોટિફિકેશન શોધવાનું રહેશે તેમજ સૌપ્રથમ તેને ડાઉનલોડ કરી નોટિફિકેશનની સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લીધા પછી ઉમેદવારો તેમની અરજી ઓનલાઇન કરી શકે છે.
  •  હવે ઉમેદવારોએ અપ્લાય બટન પર ક્લિક કરી અરજી ફોર્મ ખોલવાનું રહેશે.
  •  આ અરજી ફોર્મ માં માગવામાં આવેલી દરેક વિગત કાળજીપૂર્વક ભરવાની રહેશે.
  •  આ ઉપરાંત અપલોડ કરવાના પ્રમાણપત્રો અને ફોટોગ્રાફ તેમજ સહીના નમુનાઓ વગેરે અપલોડ કરવાના રહેશે.
  •  સંપૂર્ણ ફોર્મ ભરી ભર્યા પછી પુન:  ચકાસણી કરી યોગ્ય લાગે તો કન્ફર્મ કરવાનું રહેશે.
  •  અરજી કન્ફર્મ કર્યા બાદ ઉમેદવારોએ જો લાગુ પડતું હોય તો અરજી ફી ભરી દેવાની રહેશે.
  •  ઉમેદવારોએ તેમની અરજીની પ્રિન્ટ તેમજ ભરેલ ફી નું ચલણની  પ્રિન્ટ કાઢી લઈ લેવી જોઈએ.અને પોતાની પાસે રાખવી જોઈએ. 

તો ઉપર આપેલ તમામ વિગતો ચકાશી જો તમે Indian Post GDS Recruitment માટે લાયકાત ધરાવો છો, તો નિચે આપેલ લિંકની મદદ્થી ઓનલાઈન અરજી કરી શકો છો.

ઓનલાઈન અરજી કરવા માટે :- અહીં ક્લિક કરો

1 thought on “Indian Post GDS Recruitment: ધોરણ 10 પાસ પર ગ્રામીણ ડાક સેવકની 40,000 જગ્યાઓની સિધી ભરતી”

Leave a Comment