Laptop Sahay Yojana Gujarat: વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે લેપટોપ સહાય યોજના ની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત જે વિદ્યાર્થીઓ અને અનુસૂચિત જાતિમાં શૈક્ષણિક અને વ્યવસાયિક માટે જરૂરિયાત મુજબ જો પોતે અભ્યાસ અથવા ધંધાઅર્થે લેપટોપ ખરીદવા ઇચ્છતા હોય તો તેઓ મફત લેપટોપ સહાય યોજના અંતર્ગત હવે ઘરે બેઠા લેપટોપ સહાય માટે અરજી કરી શકે છે.
Laptop Sahay Yojana Gujarat
મિત્રો આજે આપણે અહીં લેપટોપ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને આ યોજનાની ખાસ વિશેષતાઓ શું છે તેની સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું. લેપટોપ સહાય યોજના નું મુખ્ય ધ્યેય આર્થિક રીતે પછાત વર્ગના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને લેપટોપ અને કોમ્પ્યુટર પ્રાપ્ત કરવાનો છે.
લેપટોપ સહાય યોજનાની વિશેષતા
મિત્રો જો તમે ₹40,000 સુધીનો લેપટોપ ખરીદવા માંગો છો, તો તમને સરકાર તરફથી 80% સહાય આપવામાં આવશે અને રકમના 20 ટકા પૈસા તમારે ચૂકવવાના રહેશે.
જો તમે લેપટોપની કિંમત વધારે હોય એવું લેપટોપ ખરીદો છો તો તમને સરકાર તરફથી ચાર ટકા વ્યાજના દરે લોન આપવામાં આવશે.
આ લોન ને તમે 60 માસિક હપ્તામાં ચૂકવી શકો છો અને જો તમે લોન ચૂકવવામાં લેટ થશો, તો તમને વધારાના 2.5% વ્યાજ દર આપવાના રહેશે
લેપટોપ સહાય યોજના માટે અરજી કરવી
જે વિદ્યાર્થી મિત્રો લેપટોપ સહાય યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરવા માગે છે તેઓ અમારા નીચે આપેલ પગલા અનુસરીને લેપટોપ સાહાય માટે અરજી શકે છે.
- મિત્રો સૌ પ્રથમ તમારે ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની ઓફિસિયલ વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in/ પર જવું પડશે
- ત્યારબાદ હોમપેજ પર તમને લોન માટે અરજી કરો નામનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો
- હવે તમને જીટીડીસી નામનું નવું પેજ ખુલશે જેમાં તમે નવા રડાવશો તો તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે
- એકવાર તમારી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમે રજીસ્ટ્રેશન આઇડી થી લોગીન થશો
- ત્યારબાદ માય એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરીને તમે અરજી કરો નામનો વિકલ્પ પર આગળ વધો
- હવે તમારો સ્વરોજગાર વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને જરૂરી નિયમો અને શરતો વાંચી અને આગળ વધ
- ત્યારબાદ છેલ્લે તમારું લેપટોપ સહાય યોજના નું અરજી ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે
- અને છેલ્લે ફોર્મ ને સબમીટ કર્યા બાદ તમારે તમારી અરજીની ડાઉનલોડ કરી દેવાની રહેશે
તો મિત્રો આવી રીતે તમે લેપટોપ સહાય યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને જો વધુ માહિતી તમે મેળવવા માગતા હો તો નીચે આપેલ હેલ્પલાઇન નંબરનો પણ તમે કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી શકો છો.
Read More:- ગેસ સિલિન્ડર: જો તમે ગેસ સબસિડિ ચાલુ રાખવા માંગતા હોવ તો આટલું કરો
હેલ્પલાઇન
હેલ્પલાઇન નંબરો: +91 79 23253891, 23253893
ઈમેલ આઈડી: edgtdc@gujarat.gov.in