Kesar Mango Price in Talala: તલાલા માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો, જાણો આજના કેસર કેરીના ભાવ

Kesar Mango Price in Talala: મિત્રો ઉનાળાની સિઝનમાં કેરીના રસિયાઓ કેરીનું આણંદ માણવા માગતા હોય છે ત્યારે હવે કેરીની આવક પણ તમામ માર્કેટયાર્ડ માં વધી રહી છે અને તેના ભાવમાં પણ થોડો વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે તલાલા ગીર સોમનાથ માર્કેટ યાર્ડમાં કેરીની આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને આજરોજ આ માર્કેટયાર્ડમાં કુલ 10,770 કેરીના બોક્સની આવક થઈ હતી તો તાલાલા માર્કેટ યાર્ડમાં કેરીના ભાવની વાત કરીએ તો દસ કિલો બોક્સ નો ભાવ રૂપિયા 500 થી લઈને 1250 સુધી રહ્યો હતો.

Kesar Mango Price in Talala

જ્યાં ગુજરાતના અન્ય માર્કેટ યાર્ડની વાત કરીએ તો ગુજરાતનો પ્રખ્યાત માર્કેટયાર્ડ એટલે કે ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ સારી એવી બમ્પ પર આવક જોવા મળી હતી અને ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સના ભાવ 650 થી લઈને હજાર રૂપિયા સુધી રહ્યો હતો

મિત્રો કેરીના આવક અને ભાવની માં સતત વધતી ઘટતી રહે છે ત્યારે આ સીઝનની વાત કરીએ તો શરૂઆતમાં કેરીની આવકમાં થોડો ઘટાડો હતો જેના લીધે માર્કેટયાર્ડમાં ઊંચા ભાવ બોલાયા હતા પરંતુ હવે ધીરે ધીરે જેમ કેરીનું ઉત્પાદન સારું થઈ રહ્યું છે તેમ માર્કેટ યાર્ડમાં થોડા ભાવમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે.

મિત્રો, હજુ પણ જૂન ના અંત સુધી ગરમી સિઝન ચાલુ રહેશે તેમ આવક પણ ચાલુ રહેશે અને દિવસે ને દિવસે કેરીની આવકમાં થતાં વધારાના કારણે કેરીના ભાવમાં હજુ પણ થોડો ઘણો ઘટાડો જોવા મળી શકે છે.

મિત્રો ગુજરાતના તાલાલા માર્કેટ યાર્ડમાં કેરીનો જથ્થાબંધ કેરીની આવક જોવા મળી રહેલ છે. વેપારીઓ પણ તેને જથ્થાબંધ રીતે ખરીદી કરી અને તેનું વેચાણ કરી રહ્યા છે અને આપણે જાણીએ છીએ કે તાલાલા માર્કેટયાર્ડની કેરી પૂરા ભારતભરમાં પ્રખ્યાત છે. અને તલાલા માર્કેટ યાર્ડમાં કેરીના વેચાણ પર ગુજરાત નહી ભારતના મોટાભાગના ભાગોમાં થતું રહે છે.

તો અહીં અમે કેસર કેરીના આજના તાજા ભાવ તમારી સાથે શેર કર્યા અને જો તમે અન્ય પાકોના ભાવ જાણવા માગતા હો તો તમે અમારી સાથે બન્યા રહો.

Read More:- ગેસ સિલિન્ડર: જો તમે ગેસ સબસિડિ ચાલુ રાખવા માંગતા હોવ તો આટલું કરો

Leave a Comment