IRCTC Goa Tour: આઇઆરસીટીસી દ્વારા હવે પર્યટકો માટે વિવિધ ટુર જાહેર કરવામાં આવે છે. તો જે મિત્રો ઉનાળાના વેકેશનમાં ફરવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છે તે આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી તમામ નવા પ્રવાસની માહિતી ચકાસી શકે છે. જેમાં તમે ઓછા પૈસે સારી એવી ફેસીલીટી મેળવી શકો છો.
IRCTC Goa Tour
તો આજે આપણે IRCTC Goa Tour વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં IRCTC દ્વારા ગુજરાતના રાજકોટથી લઈને ગોવા સુધીની એક સ્પેશિયલ ટુર જાહેર કરવામાં આવેલ છે. તો જે મિત્રો પોતાનું ઉનાળું વેકેશન બીચ પર મનાવવા માંગતા હોય તો ગોવાની તેમની પહેલી પસંદગી હોય છે અને જેના માટે અમારો આજનું પેકેજ તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.
મિત્રો IRCTC ના આ ટુરની વાત કરીએ તો તે રાજકોટથી લઈને ગોવા સુધી સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવે છે જેમાં તમને ૩-એસી અથવા સ્લીપર મુસાફરી કરવાનો વિકલ્પ મળશે. રાજકોટ થી લઈને સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા અને સુરત સિટીઓમાં બોર્ડિંગ કરતા તમને ગોવા સુધીનો આ ટૂર પેકેજ આપે છે.
આ પ્રવાસ પેકેજમાં તમને છ દિવસ અને પાંચ રાત નો સમય મળે છે જેમાં તમે હોવાના વિવિધ સ્થળોએ ની મુલાકાત લેવાનું પણ મોકો મળે છે.
આ ટુર પેકેટમાં તમને ૩ સ્ટાર હોટલની રહેવાની અને જમવાની સુવિધા પણ આપવામાં આવશે અને તમને ગોવામાં ક્રૂઝ પર પણ જવાનો મોકો આ પેકેજમાં સામેલ છે.
આ પ્રવાસના કુલ ખર્ચની વાત કરીએ તો તમે પ્રતિ વ્યકતિ તમને 21600 થી આ ટુર પેકેજ શરૂ થશે જ્યારે સ્લિપર ક્લાસ માટે આ ટુરની શરૂઆત 18,100 રૂપિયાથી શરૂ થ.શે તો તમે બંને ક્લાસમાંથી કયો ટૂર પસંદ કરો છો. તેના આધારિત કિંમત નક્કી થશે.
IRCTC નો ભુટાન ટુર પેકેજ
મિત્રો IRCTC દ્વારા વિવિધ જગ્યાએ સ્પેશ્યલ ટ્રેન દોડાવીને લોકોને ખાસ પેકેજ જાહેર કરવામાં આવે છે. જેમાં અત્યારે ગુજરાતમાં રાજકોટ થી ગોવા ની માહિતી આપણે જાણી. પરંતુ જો તમે ભારતની બહાર એટલે કે ભુટાનની ટુર લેવા માંગતા હો, તો તમને 66,900 રૂપિયામાં પડશે જેમાં તમને અંગ્રેજી અને હિન્દી બોલતી ગાઈડનો પણ મળશે અને આ પ્રકારના ટુ પેકેજ કુલ નવ રાત અને દસ દિવસના રહેશે. જે પશ્ચિમ બંગાળના કોલકાતા થી તેની શરૂઆત થશે તેમજ ભુટાનના આ પ્રવાસમાં તમને ૩ સ્ટાર હોટલ, લંચ, ડિનર વગેરે સંપૂર્ણ સુવિધા આપવામાં આવશે.
તો જો મિત્રો ભુટાન અથવા ગોવા બંનેમાંથી કોઈ પણ એક પ્રવાસ કરવાનું આયોજન કરી રહ્યા છો તો આઈઆરસીટીસીની સત્તાવાર વેબસાઈટ પર વિવિધ ટુર માંથી એક વિકલ્પ પસંદ કરીને તમે સુંદર સ્થળોની મુલાકાત લઈ શકો છો અને આવા પ્રવાસના પેકેજ જોવાની અન્ય માહિતી મેળવવા માંગતા હોવ તો અમને કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને અમે પ્રવાસની નવા પેકેજની માહિતી તમારી સાથે શેર કરી શકીએ.
Read More:- Cyclone Remal: રેમલ વાવાઝોડું મચાવશે તબાહી, આ દિવસે ગુજરાતમાં આંધી અને વંટોળ સાથે તુટી પડશે