LIC Kanyadan Policy: હેલો મિત્રો આજે અમે તમારા માટે એક નવી LIC ની પોલીસી લઈને આવ્યા છીએ જેના અંતર્ગત તમે માત્ર 151 રૂપિયા દૈનિક રોકાણ પર એક સાથે 31 લાખ રૂપિયા મેળવી શકશો અને આ સ્કીમની ખાસિયત એ છે કે તે માત્ર મહિલાઓ માટે જ છે.
મિત્રો આજે અમે જે Lic ની પોલીસી વિશે વાત કરવા જઈ રહ્યા છે તેનું નામ છે LIC ની કન્યાદાન પોલીસી, જેમાં હવે કોઈપણ પિતા અથવા માતા તેની દીકરીને લગ્નની ચિંતા કરવાની જરૂર રહેતી નથી કેમ કે જો તે તો વ્યક્તિ LIC Kanyadan Policy માં રોકાણ કરશે, તો તે તેમની દીકરીના 25 વર્ષની ઉમરે લાખો રૂપિયા મેળવી શકશે. જેના લીધે તે તેઓ તેમની દીકરીને લગ્ન સમયે આ રોકાણ ખુબ જ ઉપયોગી થશે.
મિત્રો આજે અમે Lic ની કન્યાદાન પોલીસી વિશે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, ત્યારે તમે જો આ સ્કીમમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે આ લેખને અંત સુધી વાંચવું જરૂરી છે.
LIC Kanyadan Policy
LIC ની કન્યાદાન પોલીસીમાં રોકાણ કરવાનો સમયગાળો દીકરીના જન્મથી લઈને એક થી બે વર્ષની અંદર તમારે આ પોલીસીમાં ખાતું ખોલાવવાનું રહેશે. તો તમને ઘણા બધા ફાયદા થઈ શકે છે અને જેમ જેમ તમારી દીકરીની ઉંમર મોટી થશે તેમ તમારું ભંડોળ પણ મોટું થતું જશે અને આ ભંડોળને તમે તેના શિક્ષણ અને લગ્ન સમય વાપરી શકો છો.
મિત્રો, તો LIC ની આ સ્કીમમાં રોકાણની સમય મર્યાદાની વાત કરીએ તો તે 13 વર્ષથી લઈને 25 વર્ષ સુધીનો રહે છે પરંતુ તમારે નક્કી કરવાનું છે કે તમે આ પોલીસી અંતર્ગત કેટલા વર્ષ સુધી પ્રીમિયમ ભરવા માંગો છો અને તમે જેટલું પ્રીમિયમ વધુ પડશો એટલું જ મોટી રકમ તમને મળશે.
આ પોલીસીમાં રોકાણનો સમયગાળો
મિત્રો જો તમે LIC ની કન્યાદાન પોલીસીમાં તમારી દીકરીને નામે રોકાણ કરવા ઈચ્છતા તો તમારી ઉંમર 30 વર્ષથી વધુ હોવી જરૂરી છે અને તમારા બાળકની ઉંમર એક વર્ષ હોવી જોઈએ જો કે આ પોલીસી 25 વર્ષ માટે છે પરંતુ તમારે તેનું પ્રીમિયમ માત્ર 22 વર્ષ સુધી ભરવાનું રહેશે બાકીના ત્રણ વર્ષ માટે કોઈ પણ પ્રકારનો પ્રીમિયમ ભરવાનું રહેતું નથી.
જો મિત્રો તમે તમારી દીકરીના લગ્ન 18 વર્ષની ઉંમરે જ કરવાનો વિચારી રહ્યા છો તો તમે આ પોલિસી ઓછા વર્ષ માટે પણ રોકાણ કરી શકો છો તેના માટે તમે તમારા દીકરીના નામે ૧૭ વર્ષ માટેનો પ્લાન પણ લઈ શકો છો અને સારું એવું વળતર મેળવી શકો છો.
LIC ની કન્યાદાન પોલીસી માટે જરૂરી દસ્તાવેજો
જો તમે IC ની કન્યાદાન પોલીસીમાં તમારી દીકરીના નામે ખાતું ખોલાવા માગતા હોવ તો તમારે તમારી દીકરી નો જન્મ નો પ્રમાણપત્ર, તેમજ માતા પિતાનું આધાર કાર્ડ, પાનકાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા તેમજ તમારા બેંક ખાતાની પાસબુક ની નકલ વગેરેને જરૂરિયાત રહેશે.
મિત્રો જો તમે તમારી દીકરીના નામે પોલીસે મેળવવા માગતા હોત તો તમારી નજીકની એલ.આઇ.સી ની ઓફિસ જઈ એલઆઇસીના એજન્ટ અથવા તેમના શાખાના અધિકારીને સંપર્ક કરીને તમે આમાં ખાતું ખોલાવી શકો છો
LIC ની કન્યાદાન પોલીસીમાં 31 લાખ રૂપિયા કેવી રીતે મેળવવા?
મિત્રો અમે ઉપરોક્ત જણાવ્યું તેમ જો તમે 22 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવશો તો તમને આ પોલીસીમાં મોટું વળતર મળી શકે, જેમ કે જો તમે માત્ર 151 રૂપિયાના દૈનિક રોકાણથી આ પોલીસીમાં ખાતો ખોલાવો છો. તો તમારે દર મહિને 4530 રૂપિયાનું રોકણ થશે અને તે રોકાણને 22 વર્ષ સુધી સળંગ ચાલુ રાખવું જરૂરી છે ત્યારબાદ દીકરીના 25 વર્ષ પુરા થયા બાદ મેચ્યોરીટી પર તમને કુલ 31 લાખ મળશે અને આ રકમને તમે તમારા દીકરીના આગળના અભ્યાસ અથવા તેના લગ્ન સમયે વાપરી શકો છો.
મિત્રો, અહીં અમે જણાવ્યા મુજબ તમે LIC નું કન્યાદાન પોલીસીમાં અલગ અલગ પ્લાન પણ મેળવી શકો છો. જેમ કે જો દિવસનું તમે 121 રૂપિયા જમા કરાવો છો તો તમને મેચ્યોરિટી પર 27 લાખ રૂપિયા મેળવી શકો છો તેવી જ રીતે જો આ પોલીસી અંતર્ગત પોલીસે ધારકનું આકસ્મીક મૃત્યુ થાય છે તો તેવી સ્થિતિમાં તેમના પરિવારને ₹ 10 લાખ રૂપિયા મળશે અને ત્યાર પછી તેમને બાકી હપ્તા ભરવાના પણ રહેતા નથી.
Read More:- ITI Admission 2024: ગુજરાત ITI માં એડમિશન ફોર્મ ભરવાનું શરૂ, આવી રીતે કરો તમારુ રજીસ્ટ્રેશન